ઉંમર ગમે તે હોય પણ જેને અપલખણું થવું હોય એ ગમે ત્યારે થાય, આ દાદાને જ જોઈ લો, વીડિયો ચારેકોર વાયરલ

જીવનમાં કેટલીક મુશ્કેલીઓ આપણે જાતી ઉભી કરતા હોઈએ છીએ. હવે આ દાદાને જ જુઓ. તે આરામથી પોતાના રસ્તે જઈ રહ્યા હતાં. ખબર નહી કે અચાનક શું થયું અને કારણ વગર શેરીમા ઉભા આખલાને લાઠી મારવા લાગ્યા. તો આખલાએ પણ સામે વાર કરતા દાદાને ઉઠાવીને ફેંકી દીધા હતા. આ ઘટનાનો સીસીટીવી વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આખલાને ડંડો ફટકાર્યો

image source

આ ઘટના જોઈને આપણે એક જ વિચાર આવે કે જીંદગીમાં ઘણી વખત આપણે સામે ચાલીને ઉપાધી વ્હોરી લેતા હોય છે. બાકી આ દાદને સાંઢની મજાક કરવાની ક્યાં જરુર હતી. પણ ના, જાણો તેને લાકડી માર્યા સિવાય દાદાને જમવાનું ન ભાવતું હોય એ રીતે તેના પર ડંડો ફટકાર્યો. અને સાંઢે પણ પોતાનો અસલી રંગ બતાવી દીધો. દાદાને ઉપાડીને નાખ્યા એ ઘટના ખરેખર ત્યાં બેઠેલો લોકોએ પણ કલ્પના નહીં કરી હોય.

આ બેલ મુઝે માર…

હવે આ ઘટનાનો સીસીટીવી વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. લોકો તો કહી રહ્યા છે, આને કહેવાય આ બેલ મુઝે માર… આ શોકિંગ વીડિયોને એક ટ્વીટર યુઝર્સે પોતાના અકાઉન્ટમાં શેર કર્યો છે. જેને અત્યાર સુધીમાં 45 હજાર વ્યૂઝ મળી ચુક્યા છે. જ્યારે 200થી વધારે લાઈક્સ મળી છે.

વૃદ્ધને ઉંચકીને ફંગોળી દે

લોકો કહી રહ્યા છે દાદાએ એ વાત સાબિત કરી દીધે કે આ બૈલ મુઝે મા. વીડિયોમાં જોઈ શકાય છે કે કાળો આખલો રસ્તાની બાજુએ આરામથી ઉભો છે. એક વૃદ્ધ માણસ તેની બાજુમાંથી પસાર થઈ રહ્યા હતા. તેના હાથમાં એક લાકડી હતી તેનાથી આખલ પર વાર કરે છે. બળદ ગુસ્સે થઈ જાય છે અને તે વૃદ્ધને ઉંચકીને ફંગોળી દે છે.

બિહારમાં છે એક અજીબ આખલો

image source

બિહારમાં હાજીપુર જંક્શન પાસે જઈને ભૂલથી પણ કોઇ આખલાને જોઈને હોર્ન ના મારતા નહીં તો આવી બનશે. અહીં આખલાઓના દિમાગ 24 કલાક જ ગરમ રહે છે. આ બાબતોથી અજાણ એક કાર ચાલકે આખલાને જોઈને રોડ પરથી હટાવવા માટે હોર્ન પર હોર્ન મારતાં આખલાનો એવો પિત્તો ગયો કે ગાડીને ઊંચી કરી કરીને રોડ પર પછાડી હતી. કાર ચાલકને બાદમાં અફસોસ થયો હશે કે ક્યાં આ આખલાને છંછેડવાની ભૂલ કરી. આ ઘટનાને જોનારા ઘણા લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે. આખલો એટલો ગુસ્સામાં હતો કે તેને ભગાડવા લાકડીઓ લઇને ગયેલા લોકો પણ ડરના માર્યા દૂર દૂર ભાગતા હતા. અહીં આખલાઓથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "ઉંમર ગમે તે હોય પણ જેને અપલખણું થવું હોય એ ગમે ત્યારે થાય, આ દાદાને જ જોઈ લો, વીડિયો ચારેકોર વાયરલ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel