VIDEO: આને કહેવાય કાળજાનો કટકો, હુમલાખોરોએ મમ્મી પર બંદુક રાખી, તો 5 વર્ષના બાળકે સિંહ બનીને કર્યો સામનો

ગણી વખત અમુક છોકરાઓ મસ્ત કામ કરતાં હોય છે. તેને જોઈને કોઈને એવો વિચાર ન આવે કે આ છોકરો આટલી ઉંમરે આવું કરી જાશે. પરંતુ માતા એ માતા કહેવાય. જનનીની વાત આવે તો બાળક ગમે તે પગલું ભરવા માટે તૈયાર થઈ જતો હોય છે. બસ કંઈક એવું જ બન્યું છે અમેરિકામાં અને એનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. 5 વર્ષના અમેરિકન છોકરાને હથિયારબંદ હુમલાખોરો સામે પરિવારની રક્ષા માટે પ્રતિકાર કરવા માટે હીરો બનાવવામાં આવ્યો છે.

5 વર્ષની ઉંમરમાં માતા અને બહેન માટે લડ્યો

ઇન્ડિયાનામાં સાઉથ બેન્ડ પોલીસ દ્વારા ઘર પર આક્રમણની ફૂટેજ જાહેર કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર ડેવિડ જોનસન 5 વર્ષની ઉંમરમાં પોતાની માતા અને બહેનની રક્ષા માટે હુમલાખોરો સામે લડ્યો હતો. તેમાંથી કેટલાક લોકો પાસે બંદૂક પણ હતી. સોશિયલ મીડિયા પર આ વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સાઉથ બેન્ડ પોલીસ અનુસાર 30 સપ્ટેમ્બરના 4 લોકો શહેરના એક ઘરમાં બળજબરીપૂર્વક ઘુસ્યા. સોશિયલ મીડિયા પર સામે આવેલી ફૂટેજમાં એક મહિલાને બતાવવામાં આવી છે, જે ડેવિડની મા તમિકા રીડ છે.

કપડાંને પ્રેસ કરી રહી હતી

જ્યારે હથિયારબંદ લોકો તેના ઘરમાં ઘુસ્યા તે સમયે તે કપડાંને પ્રેસ કરી રહી હતી. પોલીસે કહ્યું કે, બંદુકધારીઓએ દરવાજો ખખડાવ્યો અને એક કિશોરે દરવાજા પર ધક્કો માર્યો અને બાકીના હુમલાખોરો અંદર ઘુસી ગયા. આમને જોઇને ડેવિડ હરકતમાં આવી ગયો અને તેણે હુમલાખોરોને મારવા લાગ્યો. હવે આ વીડિયો લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની ગયો.

તમે જોઈ શકો છો કે બાળક કેવી રીતે હુમલાખોર સાથે અથડાયો

તમામ હુમલાખોરો હૂડી પહેરીને હથિયારો હવામાં ઉડાડી રહ્યા હતા. આ જોઈને ડેવિડ હરકતમાં આવી ગયો અને એક શખ્સ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. તેણે તેના પરિવારની સુરક્ષા માટે રમકડાને હુમલો કરનાર પર ફેંકી દીધું હતું. ફૂટેજ શેર કરતી વખતે સાઉથ બેન્ડ પોલીસે લખ્યું, ‘તમે જોઈ શકો છો કે બાળક કેવી રીતે હુમલાખોર સાથે અથડાયો હતો. તે પોતાના પરિવાર અને ઘરની સુરક્ષા માટે આ કરી રહ્યો હતો.

મેં મારી કાર તેની પર ફેંકવાનો પ્રયત્ન કર્યો

ન્યુ યોર્ક પોસ્ટ મુજબ બહાદુર બાળકે આ ઘટના અંગે વાત કરતાં કહ્યું કે, “મેં મારી કાર તેની પર ફેંકવાનો પ્રયત્ન કર્યો.” સદ્ભાગ્યે, આ માણસો કંઈ લીધા વિના અથવા કોઈને ઈજા પહોંચાડ્યા વિના ઘરની બહાર નીકળી ગયા હતા. પરંતુ તેણે ફાયરિંગ કર્યું હતું. ત્યારે હવે આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે અને બધા લોકો બાળકની પ્રશંસા કરીને થાકતાં નથી. બધા જ આ બાળકને ખોબલે ને ખોલબે વધાવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "VIDEO: આને કહેવાય કાળજાનો કટકો, હુમલાખોરોએ મમ્મી પર બંદુક રાખી, તો 5 વર્ષના બાળકે સિંહ બનીને કર્યો સામનો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel