બીજા સ્થાનમાં રાહુ હોય તો વ્યક્તિના પરિવારમાં રહે છે એકતાની કમી, જાણો વધુમાં રાહુની અસર કેવી રીતે થાય છે તમારા જીવનમાં…
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈ વ્યક્તિને રાજનીતમાં સફળ થવા માટે સૌથી મહત્વપૂર્ણ ગ્રહ રાહુને માનવામાં આવે છે. આમ તો સૂર્ય ગ્રહ સત્તાકારક ગ્રહ છે પણ રાહુ ત્યાં સુધી જવાનો રસ્તો બનાવે છે. રાહુ અને કેતુ બંને છાયા ગ્રહ છે. બન્નેને કોઈપણ રાશિનું સ્વામીત્વ નથી આપવામાં આવ્યું. સૂર્ય, મંગળ, બુધ અને અન્ય ગ્રહોની જેમ એમનું વાસ્તવિક અસ્તિત્વ નથી માનવામાં આવ્યું. જેવી રીતે લોકો શનિથી ડરે છે એવી જ રીતે રાહુના કારણે મળતા પરિણામને લઈને પણ લોકોમાં ડર હોય છે.
એવું માનવામાં રાહુ કેતુ બંને આંતરિક રૂપે આ સંસાર સાથે જોડાયેલા છે. રાહુ અને કેતુના રાશિ પ્રતિનિધિત્વને લઈને જ્યોતિષીય વિધ્નોમાં મતભેદ છે. અમુકને કહેવા પ્રમાણે રાહુની ઉચ્ચ રાશિ મિથુન છે અને ધન રાશિમાં નીચ સ્થાન હોય છે. આદ્રા, સ્વાતિ અને શતભીષા નક્ષત્ર રાહુના નક્ષત્ર છે. રાહુને પિંડલિયોમાં સ્થાન આપવામાં આવ્યું છે. જન્મ કુંડળીમાં રાહુના પીડિત હોવ તો વ્યક્તિ અનિંદ્રા, પેટના રોગ, મસ્તિષ્ક અને પાગલપન જેવા રોગ થવાની શક્યતાઓ છે. રાહુ વ્યકિતને ખરાબ કામ કરવા પ્રેરે છે, બીજાને તકલીફ આપવામાં એને સુખનો અનુભવ થાય છે. એનાથી વિપરીત વ્યક્તિ શુભ કાર્ય કરે તો એને ધન વૈભવ અનવ ભોગની તક મળે છે. અશુભ કર્મોના ફળસ્વરૂપે ઉભી થતી તકલીફોથી બચવા માટે વ્યક્તિ રાહુની શરણમાં જાય તો એને લાભ મળે છે.
જન્મપત્રિકામાં બાર સ્થાનોમાં રાહુ.
પ્રથમ સ્થાનમાં રાહુની સ્થિતિ જાતકના મસ્તિષ્કને પ્રભાવિત કરે છે. અમુક હદ સુધી વ્યક્તિને સ્વાર્થી બનાવે છે પણ એને સ્વાર્થી સેવક બનાવે છે. આવું વ્યક્તિ સામાન્ય રીતે પોતાની સ્વાર્થ સિદ્ધ માટે બીજાની સેવા કરે છે.
બીજા સ્થાનમાં રાહુ હોય તો વ્યક્તિના પરિવારમાં એકતાની કમી રહે છે. કોઈને કોઈ પારિવારિક મતભેદ રહ્યા કરે છે. એના કારણે પરિવારની શાંતિ પણ ભંગ થઈ જાય છે. શાસ્ત્રો અનુસાર આવી વ્યક્તિ મિથ્યા ભાષી અને શત્રુઓનો નાશ કરનાર હોય છે.
પરાક્રમ સ્થાનમાં રાહુ વ્યક્તિની વિવેક શક્તિ વધારે છે. આવો વ્યક્તિ વિદ્વાન અને કુશળ હોય છે.
સુખ સ્થાનમાં રાહુ હોય તો વ્યક્તિ ઓછી વાતચીત કરવાનું પસંદ કરે છે. માતાનું સુખ અને ઘરનું સુખ આ વ્યક્તિને ઓછું મળે છે.
પાંચમા સ્થાનમાં રાહુ હોય તલ વ્યક્તિનું વૈવાહિક જીવન તો કષ્ટદાયક રહે જ છે પણ સાથે સાથે ભાગ્ય પણ પાછુ પડે છે. જીવનસાથી પર પણ વારંવાર તકલીફ આવતી રહે છે.
છઠ્ઠા સ્થાનમાં રાહુ વ્યક્તિની ધૈર્યશક્તિ વધારે છે. શત્રુઓને શાંત રાખવામાં વ્યક્તિ સફળ થાય છે.
વિવાહ સ્થાનમાં રાહુની સ્થિતિ વ્યક્તિને લોભી બનાવે ચવા. જીવનસાથી સાથે વિચાર નથી મળતા. વ્યક્તિના એક થી વધુ લગ્ન થવાની શક્યતાઓ છે.
આઠમા સ્થાનમાં રાહુ વ્યક્તિને બુદ્ધિશાળી બનાવે છે પણ આવી વ્યક્તિ મહેનતમાં ઓછો રસ ધરાવે છે.
કર્મ સ્થાનમાં રાહુ વ્યક્તિને આશક્તિનો ભાવ આપે છે, રાજનીતિમાં જવાનો રસ્તો ખોલે છે.
આવક સ્થાનમાં રાહુ વ્યક્તિને પોતાની દશામાં લાભ, ઉન્નતિ અને મહત્વાકાંક્ષી બનાવે છે.
બારમા સ્થાનમાં રાહુ વ્યક્તિને કુસંગતિ તરફ દોરી જાય છે. વિવેકની ઉણપ આપે છે અને બુદ્ધિનો લાભ પણ વ્યક્તિને નથી મળતો.
જીવનમાં અચાનક જ બનતી ઘટનાઓ ઘટિત કરવામાં રાહુનો ફાળો મુખ્ય હોય છે. બુધ બૌદ્ધિક શક્તિ, ક્ષમતા અને બુદ્ધિમાની આપે છે તો રાહુ બુદ્ધિમાં ચાતુર્ય શક્તિ પણ આપે છે. આવિષ્કાર કરવાની બુદ્ધિ બુધ ગ્રહ નહિ પણ રાહુ ગ્રહ આપે છે. મસ્તિષ્કમાં કારણ અને કારકના સૂત્રનું કાર્ય રાહુ ગ્રહ કરે છે. મસ્તિષ્કમાં અચાનક આવતા વિચારોને રાહુ ગ્રહ જોવે છે.
રાત્રે દેખાતા સપનાનો કારક ગ્રહ રાહુ છે. મસ્તિષ્કમાં આવનારા તણાવ, અશાંતિની સ્થિતિ, ગભરામણ થવા લાગવી કે વ્યક્તિને જ્યારે એવું લાગવા લાગે કે આ સંસાર વ્યર્થ છે અને આ સંસારમાં રહેવાનો કોઈ અર્થ વ્યક્તિને ખબર ન પડે તો રાહુની અસર વધુ છે. માનસિક વિક્ષિપ્તતા પણ રાહુના અધિકારક્ષેત્રમાં આવે છે. વ્યર્થના કાર્યોથી શત્રુ બનાવવા, રાહુની કુંડળીમાં અશુભ હોવાના સંકેત છે.
રાહુ સંઘર્ષ પછી સફળતા આપવામાં યોગ બનાવે છે. સરળ શબ્દોમાં કહીએ તો રાહુ સંઘર્ષ પછી સત્તા સુખ આપવાની ક્ષમતા પણ આપે છે.
રાહુની મહાદશા 18 વર્ષની હોય છે. રાહુ હમેશા વક્રી ગતિમાં વિચરણ કરે છે. એની ગતિ નિયમિત હોય છે. રાહુ દરેક 19માં વર્ષે પોતાના ફળનું પુનરાવર્તન કરે છે. 19માં વર્ષમાં જો તમે રાહુ સાથે સંબંધિત કોઈ કાર્ય કર્યું હોય તો એ 38વર્ષની ઉંમરે પણ એ કાર્યનું પુનરાવર્તન કરી શકો છો. જો કોઈ વ્યક્તિને રાજનીતિમાં સફળતા મળી હોય તો એને ફરી એકવાર 19 વર્ષ પછી સફળતા મળવાની શક્યતાઓ રહેલી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "બીજા સ્થાનમાં રાહુ હોય તો વ્યક્તિના પરિવારમાં રહે છે એકતાની કમી, જાણો વધુમાં રાહુની અસર કેવી રીતે થાય છે તમારા જીવનમાં…"
ટિપ્પણી પોસ્ટ કરો