અહીં જણાવેલ ઘરેલુ ઉપાય અજમાવીને તમારા સ્નાયુમાં થતા ખેંચાણની સમસ્યાને ચપટીમાં કરી દો દૂર

શું તમે ક્યારેય સ્નાયુમાં ખેંચાણનો અનુભવ કર્યો છે ? જો હા,તો પછી આ સમસ્યા પર ધ્યાન આપવાની જરૂર છે. કેટલીકવાર હાથ,પગ,સાંધા અથવા કમર વગેરેના સ્નાયુઓ ખેંચાય છે,જેને સ્નાયુ ખેંચાણ અથવા તાણ કહેવામાં આવે છે.અત્યારના સમયમાં આ સમસ્યા વૃદ્ધો સાથે યુવાન લોકોમાં પણ જોવા મળે છે.કારણ કે અત્યારના ઘણા લોકો આખો દિવસ માત્ર ઓફિસમાં બેસીને તેમના કોમ્પ્યુટર પર જ કામ કરતા હોય છે,આવા લોકોમાં ખેંચાણની સમસ્યા વધુ જોવા મળે છે.સામાન્ય રીતે સીડી ચડીને,વધુ દોડ્યા પછી,લાંબા સમય ઉભા રહેવાથી અથવા લાંબા સમય સુધી ચાલવાથી ખેંચાણની સમસ્યા અનુભવાય છે.પરંતુ તમારે તમારી આ પીડા અને અગવડતાને અવગણવાની જરૂર નથી,કારણ કે આ સમસ્યા આગળ જતા તમને વધુ હેરાન કરશે.તેથી આ સમસ્યામાંથી જલ્દી રાહત મેળવવી જરૂરી છે.તો ચાલો અમે તમને જણાવીએ આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે શું કરવું જોઈએ.

1 આરામ લો –

image source

જયારે સ્નાયુમાં તાણ અને દુખાવો થાય ત્યારે સામાન્ય રીતે પહેલા આરામ કરવાની સલાહ આપવામાં આવે છે. ઘણી વખત સખત મહેનત કર્યા પછી સ્નાયુઓ ખેંચાય છે,જે થોડા દિવસો સુધી આરામ કરવાથી જ ઠીક થાય છે.પરંતુ જો તમને ઘણા દિવસો સુધી આરામ કર્યા પછી પણ રાહત ન મળે,તો ડોક્ટરની સલાહ જરૂરથી લો.

2 જે જગ્યા પર ખેંચાણનો અનુભવ થાય છે,ત્યાં બરફ લગાવો

image source

કોઈપણ ભાગોમાં જ્યાં તમને તમારા સ્નાયુઓમાં ખેંચાણ લાગે ત્યાં બરફ લગાવો.આ ઉપાયનો દિવસમાં ઘણી વખત પુનરાવર્તન કરો.ફક્ત એક વાતની કાળજી રાખો કે એક સમયે 15 મિનિટથી વધુ સમય સુધી બરફ ન ઘસવો જોઈએ.

3 દવાઓ લો –

image source

કેટલીકવાર સ્નાયુઓમાં થતા ખેંચાણના કારણે અસરગ્રસ્ત વિસ્તારમાં સોજો આવે છે જેના કારણે પીડા વધે છે.આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહથી સોજા ઘટાડવા માટે દવા લો જેનાથી દુખાવો દૂર થાય છે.

4 નિયમિત સ્ટ્રેચિંગ કરો –

image soucre

જો તમે તમારી દિનચર્યામાં સ્ટ્રેચિંગનો સમાવેશ કરો છો,તો પછી તમારા સ્નાયુઓ મજબૂત અને વધુ લવચીક બનશે.આવા સ્નાયુઓમાં ઇજા થવાની સંભાવના ઓછી હશે.

5 સ્નાયુઓના થાકથી બચો-

image soucre

સામાન્ય રીતે સ્નાયુઓમાં ઇજા થવાની શક્યતા ઓછી હોય છે જે પહેલાથી જ મજબૂત અને લવચીક હોય છે. જો કોઈના માંસપેશીઓ પહેલાથી નબળા અને થાકેલા છે,તો તેમાં ઇજા થવાની સંભાવના વધારે છે. કોઈપણ રમતના ખેલાડીઓએ આ બાબતે ખાસ ધ્યાન રાખવું જોઈએ.
અહીં જણાવેલ ઘરેલુ ઉપાય અપનાવવાથી પણ સ્નાયુમાં ખેંચાણની સમસ્યા દૂર થશે.

સિંધવ મીઠું

image soucre

સિંધવ મીઠામાં મેગ્નેશિયમ સલ્ફેટ જોવા મળે છે,જે સ્નાયુના ખેંચાણની સમસ્યા દૂર કરવા માટે ફાયદાકારક છે.મેગ્નેશિયમ સ્નાયુ પેશીઓમાંથી એ પ્રવાહીને બહાર કાઢે છે,જે સ્નાયુઓમાં પીડા પેદા કરે છે.તો ચાલો અમે તમને જણાવીએ સિંધવ મીઠાનો ઉપયોગ કેવી રીતે કરવો.

એક કપ સિંધવ મીઠું લો અને તેને ગરમ પાણીમાં નાખો.હવે પાણી ઠંડું ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત વિસ્તારને તે પાણીમાં રાખો.ધ્યાનમાં રાખો કે પાણી પૂરતું ઠંડું ન હોવું જોઈએ.તમે અઠવાડિયામાં ત્રણ વખત આ ઉપાય કરી શકો છો.હૃદયના દર્દીઓ,હાઈ બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીઝના દર્દીઓએ આ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

એપલ સાઇડર વિનેગર

image soucre

એપલ સાઇડર વિનેગર પણ માંસપેશીઓના દુખાવામાં રાહત માટે ખૂબ અસરકારક છે.એક ગ્લાસ પાણીમાં એક ચમચી એપલ સાઇડર વિનેગર નાખી તે પાણીને પીવો અથવા તમે તે પાણી અસરગ્રસ્ત વિસ્તાર પર પણ લગાવી શકો છો.એપલ સાઇડર વિનેગરમાં આલ્કલાઇન ગુણધર્મો છે અને તે બળતરા વિરોધી છે જે સ્નાયુઓમાં દુખાવો અને બળતરા ઘટાડે છે.

આવશ્યક તેલ

લેમનગ્રાસ,પેપરમિન્ટ અને માર્જોરમ જેવા કેટલાક આવશ્યક તેલનો ઉપયોગ સ્નાયુઓમાં થતા ખેંચાણ અને પીડાને દૂર કરવા માટે થઈ શકે છે.એક ચમચી નાળિયેર તેલ અને એક ઓલિવ તેલ લો.તેમાં એક-બે ટીપાં આવશ્યક તેલ નાંખો.આ તેલનું મિક્ષણ કરો.ત્યારબાદ જે સ્નાયુઓમાં ખેંચાણ થાય છે ત્યાં આ તેલથી મસાજ કરો.

ચેરીનો રસ

image source

ખાટી ચેરીના રસમાં એન્ટીઓકિસડન્ટો હોય છે જે સ્નાયુઓમાં દુખાવો ઘટાડવામાં મદદ કરે છે.એક સંશોધન મુજબ ખાટી ચેરીનો રસ સ્નાયુઓમાં થતો દુખાવો દૂર કરવામાં અસરકારક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

0 Response to "અહીં જણાવેલ ઘરેલુ ઉપાય અજમાવીને તમારા સ્નાયુમાં થતા ખેંચાણની સમસ્યાને ચપટીમાં કરી દો દૂર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel