દિવાળીમાં બધા કરતા અલગ તમારા ઘરની દિવાલોને આ રીતે સજાવો, લોકો જોતા રહી જશે
ઘરને મોર્ડન લુક આપવા માટે લોકો મોંઘા મોંઘા શો પીઆઈએસ કે ફર્નિચર ખરીદી લાવે છે પણ દીવાલો તરફ ધ્યાન આપવાનું ભૂલી જાય છે. સુની પડેલી દીવાલોને કારણે ઘરની સજાવટ અધૂરી ગણાય છે. ખાલી દીવાલો આખા ઘરનો લુક ખરાબ કરી દે છે એટલે વોલ ડેકોરેશન પર ખાસ ધ્યાન આપવું જોઈએ કારણ કે દીવાલો ઘરના ડેકોરેશનમાં અગત્યનો ભાગ ભજવે છે.તો રાહ કોની જોવો છો તમે પણ આ દિવાળી પર તમારા ઘરની દીવાલોને જરૂરથી ડેકોરેટ કરી દેજો.. અને જો તમને વોલ ડેકોરેશનનો આઈડિયા ન મળી રહ્યો હોય તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને કેટલાક વોલ ડેકોરેશનના આઈડિયા જણાવવાના છે જે તમારા ઘરને સુંદર બનાવવામાં તમારી મદદ કરશે.
Honeycomb patterned tiles.
તમારા ઘરની દીવાલો પર ટેક્સચર આપવા માટે Honeycomb Patterned Tilesનો ઉપયોગ કરો જે કલરફુલ હોય તો વધુ એટ્રેકટિવ લાગે છે. એ સિવાય તમને ઇન્ટનેટ પર વોલ ટેક્સચરના ઘણા આઈડિયા મળી જશે.
Vertical planter.
જો તમને હરિયાળી ગમતી હોય તો તમે તમારા ઘરની દીવાલો પર vertical planter લુક આપી શકો છો જે ન ફકત તાજગીનો અહેસાસ કરાવશે પણ ઘરને એટ્રેકટિવ લુક પણ આપશે.
Pegboard wall ideas.
વોલ ડેકોરેશન માટે આ આઈડિયા પણ ખૂબ જ સરસ છે જ્યાં તમે વસ્તુઓ સ્ટોર કરીને રાખી શકો છો અને ઘરને આકર્ષક લુક પણ આપી શકો છો.
Wall Frame With Tree
દિવાલોને સજાવવા માટે એના પર ટ્રી ડિઝાઇન બનાવો, પછી એને ફોટોફ્રેમ દ્વારા સુંદર લુક આપો. તમે ઇચ્છો તો માર્કેટમાંથી તૈયાર વોલ ફ્રેમ વિથ ટ્રી શો પીસ લાવીને મૂકી શકો છો.
Wall With Paper Ideas
કલરફુલ પેપર્સના ફૂલ બનાવીને તમે એને દીવાલ પર લગાવી ડેકોરેટ કરી શકો છો જે ખૂબ જ સિમ્પલ અને ક્રિએટિવ આઈડિયા છે.</p.
Wall Mirror Decor
પોતાના લિવિંગ કે બેડરૂમની દીવાલોને તમે નાના નાના મિરર કે એનાથી બનેલી એસેસરીઝ લગાવીનવ ડેકોરેટ કરો જે ખૂબ જ યુનિક આઈડિયા છે. આનાથી તમારા ઘરની હાઈ કલાસ લુક મળશે.
3D Wall Decor
તમે 3d વોલ પેપર દ્વારા પણ ઘરની દીવાલોને એટ્રેકટિવ તેમજ મોર્ડન લુક આપી શકો છો જે એક જ નજરે જોતા બધાને જ ઈમ્પ્રેસ કરી દે છે. આ આઈડિયામાં તમે ફ્લોરલ પેટર્ન સિલેક્ટ કરો તો વધુ આકર્ષક લાગશે.
Wall clock Decor
માર્કેટમાં તમને વોલ કલોકમાં પણ ઘણી ડિઝાઇન મળશે, તમે ઈચ્છો તો ઘરની જૂની ઘડિયાળને એકઠી કરીને એને દિવાલના ડેકોરેશન માટે ઉપયોગમાં લઈ શકો છો.
Wall clock Frame Decor
તમે ન ફક્ત વોલ ફ્રેમ વિથ ટ્રી પણ વોલ કલોક ફ્રેમ આઈડિયા પણ સિલેક્ટ કરી શકો છો જેનાથી સમય જોવામાં પણ સરળતા રહેશે અને બીજુ એ કે તમે ફ્રેમની મદદથી પોતાની જૂની યાદો પણ તાજી કરી શકશો.
Old Plates With Wall Decor
તમે ઇચ્છો તો જૂની ટ્રે કે પ્લેટસની મદદથી પણ દીવાલોને સુંદર બનાવી શકો છો. એનાથી ન ફક્ત સામાન રિસાઈકલિંગ થશે પણ દીવાલો જોવામાં પણ ખૂબ જ જોરદાર લાગશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "દિવાળીમાં બધા કરતા અલગ તમારા ઘરની દિવાલોને આ રીતે સજાવો, લોકો જોતા રહી જશે"
ટિપ્પણી પોસ્ટ કરો