લો પ્રેશર સિસ્ટમ સર્જાતા ગુજરાતમાં આ તારીખે આવી શકે છે વરસાદ, જાણો વધુમાં તમે પણ
લો પ્રેશર સિસ્ટમ સર્જાતા ગુજરાતમાં આ તારીખે આવી શકે છે વરસાદ
ગુજરાતમાં ચોમાસુ હવે વિદાય લેવા જ જઈ રહ્યું છે અને ધીમી ધીમી ઠંડીની પણ શરૂઆત થવા લાગી છે. પણ હજું ફરી એક વાર મેઘરાજા વિદાય લેતા પહેલાં ગુજરાતવાસીઓને આવજો કેહવા માગતા હોય તેમ ફરી એકવાર ગુજરાતના કેટલાક પ્રદેશોને ભીંજવી જશે. આવનારા 48 કલાકમાં આગાહી છે કે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.
ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે લો પ્રેશર સર્જાતા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 14મી ઓક્ટોબરે સામાન્ય વરસાદ વરસી શકશે તેવી આગાહી કરવામા આવી છે. જો કે સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાંથી તો ચોમાસાએ વિદાઈ લઈ લીધી છે. પણ મેઘરાજા હજું જતાં જતાં દક્ષિણ ગુજરાતને થોડું ભીનું કરી જવા માગતા હોય તેવુ લાગી રહ્યુ છે. માટે જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી છે કે આવતા 48 કલાકમાં સામાન્ય વરસદ વરસી શકે છે.
તમને જણાવી દઈએ કે આ વર્ષે ગુજરામાં વરસાદની સ્થિતિ સારી રહી છે જો કે ઘણી જગ્યાએ વારંવાર પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને ખેડૂતોને ઘણું નુકસાન પહોંચ્યું છે. આ વર્ષે ગુજરાતમાં સિઝનનો 135 ટકા વરસાદ થયો છે. અને હવે ચોમાસાએ વિદાઈ લેતાં હળવી ઠંડીની પણ અસર શરૂ થઈ ગઈ છે અને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાએ સદંતર વિદાઈ લઈ લીધી છે પણ દક્ષિણ ગુજરાતમાં હજુ એકવાર સામાન્ય વરસાદ પડવાની આગાહી છે.
ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે લો પ્રેશરની સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આ આગાહી કરી છે. તેમની આગાહી પ્રમાણે 14 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમા સામાન્ય ઝાપટાં પડી શકે છે. અને ત્યાર બાદ ચોમાસું સંપૂર્ણ પણે ગુજરાતમાંથી વિદાઈ લેશે.
આ વર્ષની શરૂઆતથી જ કોરોનાની મહામારીએ આખાએ વિશ્વને જાણે થોભાવી દીધું છે. બીજી બાજુ કુદરતી આફતોએ પણ કોઈ જ કસર છોડી નથી. ચોમાસામાં સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠાના વિસ્તારોમાં મૂશળાધાર વરસાદ વરસતાં ઘણી બધી જગ્યાઓએ વારંવાર પૂરની સ્થિતિ સર્જાઈ હતી. અને ખેડૂતોને લાખોના પાકનું પણ નુકસાન થયું હતું. અને નુકસાન ભરપાઈ કરાવવા માટે તેમણે વિવિધ રિતે સરકાર સામે વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા. અને સરકાર દ્વારા કેટલીક રાહતોની પણ જાહેરાત કરી હતી.
જો કે ચોમાસાએ તો વિદાઈ લઈ લીધી છે પણ કોરોનાની મહામારી પહેલાં જેવી જ યથાવત છે, જોકે રીકવરી રેટ સુધર્યો હોવાથી તંત્રમાં તેમજ લોકોમાં થોડી રાહત જોવા મળી છે. બીજીબાજુ કોરોનાની મહામારીના કારણે નવરાત્રી ઉત્સવની ઉજવણી પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને ત્યાર પછી આવતા દિવાળીના તહેવારની જાહેર ઉજવણી પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે લોકોને જાહેરમાં ગરબી સ્થાપવાનો તેમજ આરતીની છૂટ આપવામાં આવી છે પણ ગરબાની છૂટ નથી આપવામા આવી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "લો પ્રેશર સિસ્ટમ સર્જાતા ગુજરાતમાં આ તારીખે આવી શકે છે વરસાદ, જાણો વધુમાં તમે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો