કેન્સરથી લઇને આ મોટી-મોટી બીમારીઓ સામે લડવાનું કામ કરે છે ગાયનું ઘી, જાણો બીજા આ ફાયદાઓ વિશે પણ
જો તમે એ વિચારીને દેશી ઘી થી દુર રહેતા હોય કે એ તમારક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તો તમે ખોટું વિચારી રહ્યા છો. આયુર્વેદમાં પણ ગાયના ઘીના ઘણા ફાયદા ગણાવ્યા છે. એવું માનવામાં આવે છે કે ગાયના ઘીનું નિયમિત સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ યોગ્ય રહે છે સાથે સાથે એ શરીરમાં કેન્સરકારક સેલ્સને પણ વધવા નથી દેતું. માઈગ્રેનના દર્દીઓ માટે ગાયનું શુદ્ધ દેશી ઘી રામબાણ ઔષધિ માનવામાં આવે છે. એટલું જ નહીં ગાયના ઘીના સેવનથી વજન પણ કંટ્રોલમાં રાખી શકાય છે. તો ચાલો જાણી લઈએ ગાયના ઘીના ફાયદા.
કોલેસ્ટ્રોલ ઓછું કરે.
ઘી પર થયેલી શોધ અનુસાર, શુદ્ધ ગાયનું ઘી ખાવાથી લોહી અને આંતરડામાં રહેલું કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. આવું એટલે થાય છે કે ઘીથી બાઇલરી લિપીડનો સ્ત્રાવ વધી જાય છે. દેશી ઘી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રણમાં રાખે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. એટલે જો તમે કોલેસ્ટ્રોલની સમસ્યાથી પરેશાન હોવ તો આહારમાં ગાયના ઘીને સામેલ કરો.
માઈગ્રેનથી બચાવે છે.
માઈગ્રેનમાં સામાન્ય રીતે માથાના અડધા ભાગમાં દુખાવો થાય છે અને માથામાં દુખાવો થાય ત્યારે ઉલટી પણ થાય છે. આ સમસ્યાથી બચવા માટે ગાયનું ઘી તમારી મદદ કરી શકે છે. બે ટીપાં ગાયનું દેશી ઘી નાકમાં સવાર સાંજ નાખવાથી માઈગ્રેનમાં રાહત મળે છે. સાથે સાથે ગાયનું ઘી નાકમાં નાખવાથી એલર્જી ખતમ થાય છે.
કેન્સરથી લડે છે.
દેશી ઘીમાં સૂક્ષમ જીવાણુ, એન્ટી કેન્સર અને એન્ટી વાયરલ જેવા તત્વો રહેલા હોય છે જે ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. ગાયના ઘીમાં કેન્સર સામે લડવાની ક્ષમતા હોય છે. એના સેવનથી સ્તન અને આંતરડાના ખતરનાક કેન્સરથી બચી શકાય છે.
ઇમ્યુન સિસ્ટમ બનાવે છે.
દેશી ઘીમાં વિટામિન K2 રહેલું હોય છે જે બ્લડ સેલમાં જમા થયેલું કેલ્શિયમ હટાવવાનું કામ કરે છે. એનાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે. દેશી ઘી ઇમ્યુન સિસ્ટમને મજબુત બનાવવામાં મદદ કરે છે.
વજન મેઈન્ટેન રાખે છે.
દેશી ઘીમાં સીએલએ હોય છે જે મેટાબોલિઝમને સારું કરે છે. એનાથી વજન કન્ટ્રોલમાં રહે છે. સીએલએ ઇન્સ્યુલિનના પ્રમાણે ઘટાડે છે. જેનાથી વજન વધવા અને સુગર જેવી તકલીફોનું જોખમ ઓછું રહે છે.
હૃદય માટે ફાયદાકારક.
ગાયનું ઘી હૃદય સહિત ઘણી બીમારીઓને દૂર કરવા માટે મદદરૂપ છે. હૃદયની નળીઓમાં બ્લોકેજ હોય તો ગાયનું ઘી લુબ્રીકેન્ટ્સની જેમ કામ કરે છે. જે લોકોને હૃદયની બીમારી હોય એમને ગાયનું ઘી ખાવું જોઈએ.
સ્કિન સારી બનાવે.
ગાયના ઘીમાં ખૂબ જ વધુ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ફરી રેડીકલ્સ સાથે લડીને ચહેરાને જાળવી રાખે છે. સાથે સાથે એ સ્કિનને મુલાયમ બનાવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "કેન્સરથી લઇને આ મોટી-મોટી બીમારીઓ સામે લડવાનું કામ કરે છે ગાયનું ઘી, જાણો બીજા આ ફાયદાઓ વિશે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો