બહારથી નહિં, પણ આ વખતે ઘરે બનાવો આ રીતે દિવા, અને ઘરની સુંદરતામાં કરી દો વધારો
દીપમાળાનો તહેવાર એટલે કે દિવાળી હવે બસ થોડા સમયમાં આવવાની તૈયારીમાં જ છે. તમને ખબર જ હશે કે દિવાળીના આ તહેવારમાં લોકો પોતાના ઘરને દિવડાઓથી સજાવે છે. ચારે બાજુ દિવડાનો પ્રકાશ ફેલાવાના કારણે આપણું આખું ઘર જાણે ઝગમગી ઉઠે છે. પહેલાના સમયમાં તો દિવાળીમાં માટીમાંથી દિવા બનાવવામાં આવતા હતા. પણ આજના સમયમાં તો આ દિવડામાં પણ ઘણી વેરાયટી મળી રહે છે.
આમ તો બજારમાં અલગ અલગ સ્ટાઇલ અને કલરના દીવડા મળી જ રહે છે પણ જો તમે ઇચ્છો તો તમે આ સુંદર દિવડાને ઘરે પણ પોતાની જાતે ખૂબ જ સરળતાથી બનાવી શકો છો. તો ચાલો આજે અમે તમને દિવાના કેટલાક જુદા જુદા ફોટા બતાવીએ અને જણાવી દઈએ કે કઈ રીતે તમે આ પ્રકારના દિવા બનાવીને પોતાના ઘરને વધુ સુંદર અને શાનદાર બનાવી શકો છો.
તમે માટલા આકારના આવા દિવાને કલર કરીને રાજસ્થાની લુક આપી શકો છો.
તમે આ દીવડા પર સ્ટોન લગાવીને પણ એને વધુ સુંદર બનાવી શકો છો.
એટલું જ નહીં તમે મલ્ટી કલરની લેસ લગાવીને પણ એને આકર્ષક રુપ આપી શકો છો.
તમે દિવાને કાંચના ગ્લાસમાં પણ રાખી શકો છો. એનાથી પણ એકદમ યુનિક લુક લાગશે.
તમે સ્ટોન અને કલરની મદદથી પ્લેટને શનગારીને એના લર વાટકી મૂકીને પણ દિવાને અલગ રીતે ડેકોરેટ કરી ઘરમાં સજાવી શકો છો.
તમે ઇચ્છો તો તમે આ દિવાને સ્ટોનની મદદથી પણ શણગારી શકો છો. એ માટે તમે જુદા જુદા કલરના સ્ટોનને દિવાની આસપાસ ચોંટાડી દો.
તમે આ દિવડાને પોતાના મનપસંદ રંગથી રંગીને પણ એને અલગ રુપ આપી શકો છો.
માટલા આકારના દિવાને ગોટા પટ્ટીથી કઈક આ રીતે પણ સજાવી શકો છો.
તમે અલગ અલગ ડિઝાઇનના કપડાં અને ગોટા પટ્ટીથી કઈક આ રીતે પણ સજાવી શકો છો.
જો તમારી પાસે નાના નાના કન્ટેનર પડ્યા હોય તો તમે તેમાં મીણ ભરીને પણ દીવડા તૈયાર કરી શકો છો.
જો તમારી પાસે જૂની કાચની બંગડીઓ પડી હોય તો તમે એ બંગડીઓને ગુંદરની મદદથી ચોંટાડીને એનું સ્ટેન્ડ બનાવીને એમાં દીવો મૂકીને ઘરને સજાવી શકો છો.
તો આ વર્ષે દિવાળીમાં તમે પણ અમે આપેલા આઈડિયા મુજબ ઘરે જ અલગ અલગ રીતે દિવડાને શનગારીને તમારા ઘરને કઈક અલગ રીતે સજાવવાનું ચૂકતા
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "બહારથી નહિં, પણ આ વખતે ઘરે બનાવો આ રીતે દિવા, અને ઘરની સુંદરતામાં કરી દો વધારો"
ટિપ્પણી પોસ્ટ કરો