અભિનેત્રી રેખાની બોલ્ડ ફિલ્મો, જેમાં વેશ્યાથી લઈને ભજવ્યા આવા અનેક પાત્રો, જોઇ લો તસવીરોમાં રેખાનો આગવો અંદાજ
સુંદર, ગ્લેમરસ, બોલ્ડ, બિન્દાસ, સુપર ટેલેન્ટેડ…અભિનેત્રી રેખાના જેટલા વખાણ કરો એટલા ઓછા છે. રેખાએ પોતાના ફિલ્મી કરિયરમાં એકથી લઈને એક ચડિયાતી ફિલ્મોમાં કામ કર્યું છે, જેના માટે એમને નેશનલ એવોર્ડ પણ મળ્યા છે. પણ રેખાએ અમુક એવી બોલ્ડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે જેના કારણે રેખા આજે પણ ચર્ચામાં છે. રેખાએ જે બોલ્ડ ફિલ્મોમાં કામ કર્યું છે એ કદાચ કોઈ અન્ય અભિનેત્રી ન કરી શળતી. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ રેખાની એ બોલ્ડ ફિલ્મો વિશે.
આવી હતી રેખાની એક્ટિંગ સફર.
રેખાએ 13 વર્ષની ઉંમરે ફિલ્મોમાં પગ મૂક્યો હતો. રેખાના કરિયરનો શરૂઆતનો સમય સારો નહોતો રહ્યો. રેખાએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હું એ સમયે ખૂબ જ રડતી હતી કારણ કે મને આ કામ જરાય નહોતું ગમતું. એ ખાવાનું જે મારે ખાવું પડતું હતું મને સારું નહોતું લાગતું. ક્રેઝી કપડાં, જવેલરીથી મને એલર્જી થઈ જતી હતી. વાળમાં લગાવેલું સ્પ્રે નીકળતું જ નહોતું. મને એક સ્ટુડિયોમાંથી બીજા સ્ટુડિયોમાં લઈ જવામાં આવતી હતી જ્યાં જવાની મારી જરાય ઈચ્છા નહોતી હોતી. એક 13 વર્ષના બાળક માટે આનાથી વધારે ખરાબ શુ હોઈ શકે. પોતાના કરિયરના શરૂઆતના સમયમાં આટલી તકલીફ જોયા બાદ રેખા એક સફળ અભિનેત્રી બની અને એમને એકથી લઈને એક ચડિયાતી ફિલ્મોમાં કામ કર્યું
રેખાએ સાવન ભાદો, રામપુર કા લક્ષ્મણ, ખૂન પસીના, ધર્મા, કહાની કિસ્મત કી, નમક હરામ, ઘર, મુકદર કા સિકંદર, મિસ્ટર નટવરલાલ, ખુબસુરત, સિલસિલા, ઉમરાવજાન, ઉત્સવ, ખૂન ભરી માંગ, ફૂલ બને અંગારે, આસ્થા, બુલંદી, જુબેદા, લજ્જા, કોઈ મિલ ગયા, ક્રિશ, સુપર નાની જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. રેખાના કરિયરની સૌથી મહત્વની ફિલ્મ હતી ઉમરાવજાન જેના માટે એમને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. રેખા એ જ્યારે આ ફિલ્મની સ્ક્રીપટ વાંચી ત્યારે એમને એક અલગ પ્રકારનો અનુભવ થયો. રેખાએ જણાવ્યું હતું કે એમને સ્ક્રીપટ વાંચ્યા પછી એવું લાગ્યું જાણે ઉમરાવ એમની અંદર જ છે.
અભિનેત્રી રેખાની 5 બોલ્ડ ફિલ્મો.
રેખાએ પોતાના કરિયરમાં દરેક પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું ચ3 અને દરેક પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે. રેખાએ ઘણી બોલ્ડ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે અને આ ફિલ્મોમાં એમના કામના જબરદસ્ત વખાણ પણ થયા છે. રેખાએ જે બોલ્ડ ફિલ્મોમાં કામ કર્યું છે એવુ કામ કદાચ કોઈ બીજી અભિનેત્રી ન કરી શકતી.
1) કામસૂત્ર.
ડાયરેકટર અને પ્રોડ્યુસર મીરા નાયરની કામસૂત્ર ફિલ્મ બોલ્ડ સીન્સથી ભરેલી હતી, જેના કારણે એ ફિલ્મ ક્યારેય સિનેમાઘરોમાં રિલીઝ ન થઈ શકી પણ આ ફિલ્મમાં અભિનેત્રી રેખાના કામનાં જબરદસ્ત વખાણ થયા હતા. કામસૂત્ર ફિલ્મને ઘણા આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં પણ બતાવવામાં આવી. રેખાએ આ ફિલ્મમાં કામસૂત્રની શિક્ષા આપનાર ટીચરનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં રેખાએ એટલો જબરદસ્ત અભિનય કર્યો છે કે એ પાત્રને એમનાથી સારી રીતે કદાચ કોઈ ન ભજવી શકતું.
2) ઉત્સવ.
ફિલ્મ ઉત્સવમાં રેખાએ લીડ રોલ કર્યો હતો. આ ફિલ્મમાં રેખા સાથે શેખર સુમને પણ કામ કર્યું હતું. આ ફિલ્મમાં શેખર સુમન અને રેખાના બોલ્ડ સીન છે, જે ઘણા સમય સુધી ચર્ચામાં રહ્યા હતા. ફિલ્મ ઉત્સવમાં રેખાએ વસંતસેનાનું પાત્ર ભજવ્યું હતું જે એક રખેલ છે અને એક ગરીબ માણસ સાથે સંબંધ બનાવે છે.
3) આસ્થા.
નિર્દેશક બાસુ ભટ્ટાચાર્યની ફિલ્મ આસ્થા: ઇન ધ પ્રીઝન ઓફ સ્પ્રિંગમાં પણ રેખાએ બોલ્ડ પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મમાં રેખાએ એક એવી પત્નીનો રોલ કર્યો છે જે પોતાના પતિને પ્રેમ કરે છે પણ પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે પોતાના શરીરનો ઉપયોગ કરે છે. આસ્થા ફિલ્મમાં રેખાએ ઓમપુરી અને નવીન નિશ્ચલ સાથે ઇન્ટિમેટ સીન આપ્યા હતા, જે ઘણા સમય સુધી ચર્ચામાં રહ્યા હતા.
4) ખેલાડીયો કા ખિલાડી.
ખિલાડીયો કા ખિલાડી ફિલ્મમાં રેખા અને અક્ષય કુમારે એકસાથે કામ કર્યું અને આ ફિલ્મમાં ઘણા બોલ્ડ સીન પણ આપ્યા.આ ફિલ્મમાં રેખાએ એક લેડી ડોનનું પાત્ર ભજવ્યું છે જે પોતાની બહેનના પ્રેમીને પ્રેમ કરી બેસે છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ પછી અક્ષય કુમાર અને રેખાના અફેરની ખબરો પણ આવી હતી.
5) ખૂન ભરી માંગ.
ફિલ્મ ખૂન ભરી માંગમાં રેખાના પાત્રને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યું હતું. આ ફિલ્મમાં રેખાએ અડધા બળેલા ચહેરા વાળી સ્ત્રીનું પાત્ર ભજવ્યું હતું જે ખૂબ જ ચેલેન્જિંગ રોલ હતો. એ સાથે જ ફિલ્મમાં રેખાએ ખૂબ ક ગ્લેમરસ સ્ત્રીનો રોલ પણ કર્યો હતો. આ ફિલ્મમાં રેખાનું ટ્રાન્સફોર્મેશન લોકોને ખૂબ જ ગમ્યું હતું. ખૂન ભરી માંગ ફિલ્મમાં રેખાનો બોલ્ડ અને બિન્દાસ રોલ આજે પણ દર્શકો નથી ભૂલ્યા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "અભિનેત્રી રેખાની બોલ્ડ ફિલ્મો, જેમાં વેશ્યાથી લઈને ભજવ્યા આવા અનેક પાત્રો, જોઇ લો તસવીરોમાં રેખાનો આગવો અંદાજ"
ટિપ્પણી પોસ્ટ કરો