ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની મંગેતરે કર્યો નવરાત્રિ સ્પેશિયલ ડાન્સ, ધનાશ્રીની અદા જોઈ ભલભલા ચોંકી ગયાં

યુઝવેન્દ્ર ચહલની મંગેતર ધનાશ્રી વર્માએ તેના ડાન્સથી ઘણી ઓળખ બનાવી છે. ધનાશ્રી વર્મા ડોક્ટરની સાથે સાથે એક સારી ડાન્સર અને કોરિયોગ્રાફર છે. હાલમાં ધનાશ્રી વર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ડાન્સર તેના મિત્રની સાથે ટ્રેડિશનલ આઉટફિટમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ધનાશ્રી વર્માએ પિંક કલરનો લહેંગો પહેર્યો છે. આ રીતે ગરબા કરીને યુઝવેન્દ્ર ચહલની મંગેતરે બૂમ પડાવી દીધી છે અને તે ખુબ જ સુંદર લાગી રહી છે.

આ વીડિયો ખુબ જ વાયરલ થયો

જાણીતી યુટ્યુબર અને ડાંસર ધનાશ્રી વર્માનો આ વીડિયો આજકાલ ખૂબ ચર્ચામાં છે. ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની મંગેતરનાં ડાંસ વીડિયો અવાર-નવાર વાયરલ થાય છે. ધનાશ્રી વર્મા એક ડોક્ટર તેમજ કોરિયોગ્રાફર છે. તાજેતરમાં જ ધનાશ્રી વર્માનો એક વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આટલો બધો પ્રેમ મળવા પર હું ખૂબ જ ખુશ છું

image source

ધનાશ્રી વર્માના આ ડાન્સ વીડિયોએ ચાહકોએ એટલો પસંદ કર્યો છે કે થોડા જ કલાકોમાં વીડિયોને 3 લાખ 37 હજારથી વધુ વ્યૂ મળી ગયા છે. વીડિયો શેર કરતા ડાન્સરે કેપ્શનમાં લખ્યું છે, “પરી હૂં મેંની તે લાગણી. અમારા નવરાત્રિ વીડિયોને આટલો બધો પ્રેમ મળવા પર હું ખૂબ જ ખુશ છું.” તે જ સમયે ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે વીડિયો પર ટિપ્પણી કરતાં લખ્યું કે, “ક્યુટનેસ ઓવરલોડ.”

ધનાશ્રી વર્મા એક યુટ્યુબર છે

આ પહેલાં ધનાશ્રીએ શાહરૂખ ખાન અને મલાઈકા અરોરાનાં ‘છૈયા છૈયા સોંગ‘ પર ધમાકેદાર અંદાજમાં ડાંસ કરતી જોવા મળી હતી. વીડિયોમાં ધનાશ્રીની અંદાજ ચાહકોને આશ્ચર્યચકિત કરી રહ્યો હતો. આપને જણાવી દઇએ કે, ધનાશ્રી વર્મા વ્યવસાયે ડોક્ટર છે, પરંતુ તેણે પોતાના ડાંસથી પણ જબરદસ્ત ઓળખ બનાવવામાં કોઈ કસર છોડી નથી. ધનાશ્રી વર્મા એક યુટ્યુબર છે અને ઘણીવાર ડાંસને લગતી વર્કશોપ યોજે છે. તાજેતરમાં જ તેણે ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે સગાઈ કરી હતી, જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

આ રીતે બધાને આપી સરપ્રાઈઝ

image source

ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર અને તમામને પોતાના મસ્તીભર્યા અંદાજથી હસાવનારા યુઝવેંદ્ર ચહલે સગાઈ કરી છે. આઈપીએલની સીઝન 13 શરૂ થવાને પહેલાં પહેલાં જ સગાઈ કરીને સૌને ચોંકાવી દીધા હતા. ચહલે ધનાશ્રી વર્મા સાથે ‘રોકા’ કર્યા હતા અને બધાને ચકિત કર્યા હતા. સગાઈ પહેલા ચહલ તેની સાથી ધનાશ્રી વર્મા સાથે ઘણા ઝૂમ સેશનમાં એક્ટિવ જોવા મળ્યો હતો. વર્માની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલ બાયોથી ખબર પડે છે કે તે કોરિયોગ્રાફર હોવાની સાથે એક ડોક્ટર અને યૂટ્યૂબર પણ છે. ધનાશ્રી યૂટ્યૂબ પર પોતાના નામની ચેનલ ધરાવે છે. 1.5 મિલિયન એટલે કે 15 લાખ લોકોએ તેની ચેનલને સબ્સ્ક્રાઇબ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Related Posts

0 Response to "ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની મંગેતરે કર્યો નવરાત્રિ સ્પેશિયલ ડાન્સ, ધનાશ્રીની અદા જોઈ ભલભલા ચોંકી ગયાં"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel