હવે આ રીતે ઘરે જ જાણી શકાશે કે તમને કોરોના છે કે નહીં, કરી લો આ કામ
દેશ અને વિશ્વમાં કોરોના મહામારી ફેલાઈ છે ત્યારે હવે દેશ માટે પણ ચિંતા વધી રહી છે. ભારતમાં કોરોનાનો મૃત્યુઆંક 1 લાખને પાર થઈ ચૂક્યો છે. એક સાથે અનેક લક્ષણો ધરાવતા કોરોનાને ઓળખવો મુશ્કેલ છે. પરંતુ મુખ્ય લક્ષણોની વાત કરીએ તો સૂકી ઉધરસ, શરદી, તાવ અને સતત લાગતો થાક કોરોનાના લક્ષણ હોઈ શકે છે. આ સિવાય સ્મેલ અને સ્વાદ ન પારખી શકવા તે પણ કોરોનાના લક્ષણ ગણાય છે. જો તમને ઘરમાં રહેવા નારિયેળ તેલ કે ફૂદીનાની સ્મેલ ન આવે તો તરત જ તમારે કોરોના ટેસ્ટ માટે ડોક્ટર પાસે જવું જોઈએ.

હમણાં જ એક સર્વે કરાયો છે. જેમાં જાણવા મળ્યું છે કે દર્દીની સુગંધ શક્તિ સંપૂર્ણ રીતે ખતમ થતી નથી, ફક્ત 4.1 ટકા સુંઘવાની શક્તિ નાશ પામે છે. ટેસ્ટમાં 100 દર્દીઓ પર સર્વે કરાયો અને તેમને લસણ, ફૂદીનો, એલચી, નારિયેળ તેલ અને વરિયાળી સૂંધવા માટે આપવામાં આવી હતી. આ 5 વસ્તુઓમાં તે નારિયેળ તેલ અને ફૂદીનાની સ્મેલ લેવામાં તકલીફ અનુભવી રહ્યા હતા.

દર્દીને ખાસ કરીને આ 2 ચીજ નારિયેળ તેલ અને ફૂદીનાની સ્મેલ આવતી નથી

શોધમાં સાબિત થયું છે કે દર્દીને સુગંધનો ખ્યાલ આવતો નથી. ખાસ કરીને તેઓ નારિયેળ તેલ અને ફૂદીનાની સ્મેલ પારખી શકતા નથી. જે દર્દીને આ 2 ચીજની સ્મેલ આવતી નથી તેઓએ કોરોના ટેસ્ટ જલ્દીથી કરાવવો અને ડોક્ટરની મદદ લેવી.
ભારતમાં કોરોનાનો આંક 64 લાખને પાર

ભારતમાં કોરોનાના નવા કેસ સાથે કુલ આંક 64 લાખને પાર થયો છે અને સાથે જ ભારતનો મૃત્યુઆંક 1 લાખને પાર થયો છે. વિશ્વમાં મૃત્યુદરમાં અમેરિકા અને બ્રાઝિલ બાદ ભારતનો ક્રમ ત્રીજો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અત્યારસસુધીમાં કુલ 53,52,078 લોકો સંક્રમણ મુક્ત થયા છે. દેશમાં હજુ 9,42,217 દર્દીઓની કોરોનાની સારવાર ચાલી રહી છે. કુલ કેસ 14.74 ટકા છે. કોરોનાથી મૃત્યુદર 1.56 ટકા છે. ભારતમાં કોરોનાના કેસ 7 ઓગસ્ટે 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ, પાંચ સપ્ટેમ્બરે 40 લાખ, 16 સપ્ટેમ્બરે 50 લાખ અને 28 સપ્ટેમ્બરે 60 લાખને પાર થયા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "હવે આ રીતે ઘરે જ જાણી શકાશે કે તમને કોરોના છે કે નહીં, કરી લો આ કામ"
ટિપ્પણી પોસ્ટ કરો