coroan bad dream

કોરોના વાયરસથી સંક્રમિત મોટા ભાગના લોકોને આવી રહ્યા છે ખરાબ સ્વપ્નો – અમેરિકન વૈજ્ઞાનિકનો અભ્યાસ

વિશ્વમાં કોરોના વાયરસની મહામારી છેલ્લા 10-11 મહિનાથી ફેલાઈ રહી છે. અને હાલ તો જાણે આખુંએ વિશ્વ કોરોનાની મહામારીની બાનમા આવી ગયું છે અને દિવસે ને દિવસે હજારોની સંખ્યામાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. અને તેના પર વિશ્વના વિવિધ દેશના વૈજ્ઞાનિકો નવી નવી શોધો પણ કરી રહ્યા છે અને નવા નવા તારણો પણ જાણવા મળી રહ્યા છે.

image source

વૈજ્ઞાનિકોએ એક હજાર લોકોને આવેલા સ્વપ્નોનું વિશ્લેષણ કરવામાં મદદ કરવા માટે કૃત્રિમ બુદ્ધિમતાનો ઉપયોગ કરતા જાણ્યું છે કે કોરોના વયારસથી સંક્રમિત મોટા ભાગના લોકોને વ્યથિત કરી દેતા સ્વપ્નો આવી રહ્યા છે. સંશોધકોએ ફિનલેન્ડમાં કોવિડ 19 લોકડાઉના છઠ્ઠા અઠવાડિયા દરમિયાન 4000થી વધારે લોકોની ઉંઘ તેમજ તાણના આંકડાનું વિશ્લેષણ કર્યું છે.

image source

તેમાંથી લગભગ 800 લોકોએ તે સમય દરમિયાન પોતાના સ્વપ્નો વિષે કેટલીક જાણકારી આપી છે. તેમાંના મોટા ભાગના લોકોએ મહામારી વિષે ચિંતા વ્યક્ત કરી છે. હેલસિંકી યુનિવર્સિટીના સ્લીપ એન્ડ માઇંડ રિસર્ચ ગૃપના મુખ્ય ડો. અનુ-કેટરીના પેસોનનએ જણાવ્યું છે કે તેઓ કોવિડ 19 લોકડાઉન દરમિયાન વ્યક્તિઓને મહામારીને લઈને આવનારા સ્વપ્નો વિષે જાણવા માટે રોમાંચિત હતા. ડેટાને એઆઈ અલ્ગોરિધમમાં બદલવામાં આવ્યું. પેસોનને જણાવ્યું કે તેના તારણમાં તેમને ચરમ પરિસ્થિતિઓમાં કોરોના સાથે સંબંધિત કેટલાક ચિત્રો તેમજ ચેતનાના લક્ષણોને સમજવા તેમજ આ રીતે, વ્યક્તિઓ વચ્ચે તેમને શેર કરવાની પરવાનગી મળી. સ્વપ્નોમાં પરિલક્ષિત એક એકસરખી કલ્પનાનો વિચાર ખૂબ જ જટીલ છે. પેસોનન અને તેમની ટીમે સ્વપ્નોની જાણકારીને ફિનિશ તેમજ અઁગ્રેજીમાં ઉતારી અને ડેટાને એઆઈ એલ્ગોરિધમમાં બદલ્યો. આ અદ્યયન ફ્રંટિયર્સ ઇન સાઇકોલોજીમાં એક પેપરમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.

image source

આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે કોરોના વાયરસથી આપણે કેટલા બધા ભયભીત થઈ ઉઠ્યા છીએ. કોઈ વ્યક્તિ સામાન્ય ઉધરસ કે છીંક ખાતો હોય તો પણ આપણે તેનાથી ડરી જઈએ છીએ અને સાવચેતી રાખવા લાગીએ છીએ. અથવા તો ઘરમાં કોઈને સિઝનલ ઉધરસ કે તાવ આવ્યો હોય તો પણ આપણા મનમાં કંઈ કેટલીએ શંકાઓ ઉભી થઈ જાય છે. હવે જ્યારે મોટા ભાગના લોકો આવી જ માનસિક સ્થિતિમાંથી પસાર થતાં હોય ત્યારે ભયભીત કરતાં સ્વપ્નો પણ આવી શકે છે.

image source

આજે કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં 3.42 કરોડ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી 2.37 કરોડ લોકો વાયરસના સંક્રમણમાંથી મુક્ત થયા છે. જ્યારે વૈશ્વિક ધોરણે આ મહામારીના કારણે 10.2 લાખ લોકોના મૃત્યુ થયા છે. ભારતના આંકડા પર એક નજર કરીએ તો ભારતમાં અત્યાર સુધીમાં 63.9 લાખ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે જેમાંથી 53.5 લાખ લોકો સંક્રમણમાંથી મુક્ત થયા છે, જ્યારે 99,773 લોકોના દુઃખદ મૃત્યુ થયા છે. જ્યારે ગુજરાતની વાત કરીએ તો અત્યાર સુધીમાં ગુજરાતમાં 1.39 લાખ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે જેમાંથી 11.8 લોકો સાજા થયા છે, તો 3460 લોકોના દુઃખદ મૃત્યુ થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "coroan bad dream"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel