ચાણક્યના મતે પતિ-પત્નિ આ વાતનું રાખશે ધ્યાન તો આજીવન રહેશે બન્ને વચ્ચે પ્રેમ
લોકોના દાંપત્ય જીવનમાં દરેક પગલે ઉતાર ચઢાવ આવે છે. ઘણી વિકટ પરિસ્થિતિમાંથી લોકો પસાર થતા હોય છે. એવામાં ચાણક્યની ચાણક્યનિતિ લોકોને માર્ગદર્શન આપે છે. ચાણક્યની ચાણક્ય નીતિ વ્યક્તિને જીવનમાં સફળ થવા માટે પ્રેરિત કરે છે. ચાણક્ય નીતિની શીખ વ્યક્તિમાં સુધાર લાવે છે અને દરેક પરિસ્થિતનો કેવી રીતે સામનો કરવો જોઇએ તેના માટે રસ્તો બતાવે છે. ચાણક્ય નીતિની વાતો આજે પણ પ્રાસંગિક છે, તેથી આજે પણ તેની લોકપ્રિયતા એટલી જ છે. તો આવો જાણીએ તમારા લગ્મજીવનને સુખમય બનાવવા ચાણક્યએ ચાણક્યનિતિમાં શું કહ્યું છે.
સમજદાર પત્ની પતિની શક્તિ કહેવાય

લગ્ન જીનવ અંગે ચાણક્ય એ જણાવ્યું છે કે, જે વ્યક્તિની પત્ની સમજદાર અને સુશીલ છે તેનાથી વધુ ભાગ્યશાળી બીજુ કોઇ નથી. સમજદાર પત્ની જ્યાં પતિની શક્તિ કહેવાય છે ત્યાં સંકટ સમયે એક સારા સલાહકારની ભૂમિકા ભજવે છે. જ્યારે વ્યક્તિ મુશ્કેલી અને પરેશાનીઓ વચ્ચે ઘેરાઇ જાય છે તો સમજદાર પત્ની અંધકારમાં રોશની સમાન હોય છે. ખરાબ સમયમાં પત્ની આત્મવિશ્વાસને ઓછો થવા નથી દેતી અને વિપરિત પરિસ્થિતિઓમાં પણ જીવનસાથીને આગળ વધવા માટે પ્રેરિત કરે છે.
મોટા નિર્ણય લેતા પહેલા પત્નીનો મત જરૂર લો

તો બીજી તરફ ચાણક્યના મતે પત્ની પાસેથી દરેક મહત્વપૂર્ણ મામલામાં અભિપ્રાય જરૂર લેવો જોઇએ. જ્યારે મોટા નિર્ણયોમાં પત્નીનો અભિપ્રાય સામેલ થઇ જાય તો પરિણામ જો નકારાત્મક પણ આવે તો જીવનને પ્રભાવિત નથી કરતું. ખરાબ સમય આવવા પર પતિ અને પત્ની સાથે મળીને સામનો કરવા માટે સક્ષમ હોય છે.
એક બીજાનું સન્માન કરો

ચાણક્યના મતે સુખદ દાંપત્ય જીવનનો સરળ મંત્ર એ જ છે કે પતિ અને પત્નીને એકબીજાનું સન્માન કરવુ જોઇએ. દાંપત્ય જીવનમાં પતિ અને પત્નીનું સન્માન અલગ અલગ નથી હોતુ. પરંતુ એક જ રથના બે પૈડા છે. તેથી આ સંબંધમાં કોઇપણ પ્રકારની ઉણપ ન આવવી જોઇએ. આ ત્યારે જ શક્ય છે જ્યારે દંપતિ એકબીજાની તાકાત બનશે.
સંવાદ કરવાનું રાખો

ચાણક્ય નીતિ અનુસાર કોઇપણ સંબંધમાં સંવાદ હીનતા સારી નથી હોતી. પતિ અને પત્નીના સંબંધોમાં આ બિલકુલ ન હોવી જોઇએ. પતિ અને પત્નીના સંબંધો એવા હોવા જોઇએ જેમાં દરેક પ્રકારની વાતો કહેવાની સ્વતંત્રતા હોય. સંવાદ હીનતામાં સંબંધો પ્રભાવિત થાય છે. તેથી પતિ અને પત્નીના પવિત્ર સંબંધોમાં સંવાદ હીનતા માટે કોઇ સ્થાન ન હોવુ જોઇએ. જો એક બીજા સાથે વિચારોની આપ લે થાશે તો ઘણા પ્રશ્નો સહેલાઈથી ઉકેલી શકાશે
પત્ની સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર કરવો

જો તમારે તમારા લગ્નજીવનને સુખમય બનાવવું હોય તો કેટલીક વાતોનું હંમેશા ઘ્યાન રાખવું જરૂરી છે. સુખદ દાંપત્ય જીવનમાં જ સફળતાનું રહસ્ય છુપાયેલુ છે. જે વ્યક્તિ પોતાની પત્ની સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર કરે છે અને પત્નીની પ્રતિભા અને કુશળતાનું સન્માન કરે છે તેના જીવનમાં સદાય સુખ-સમૃદ્ધિ જળવાઇ રહે છે. ચાણક્ય અનુસાર દાંપત્ય જીવનને મજબૂતી પ્રદાન કરવી હોય તો હંમેશા આ બાબતોનું ખાસ ધ્યાન રાખો. પત્નીની સફળતાની ક્યારેય ઈર્ષા ન કરવી અને હંમેશા તેમના વિચારોનું સન્માન કરવુ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "ચાણક્યના મતે પતિ-પત્નિ આ વાતનું રાખશે ધ્યાન તો આજીવન રહેશે બન્ને વચ્ચે પ્રેમ"
ટિપ્પણી પોસ્ટ કરો