વાળમાં બહુ થાય છે ડેન્ડ્રફ? તો અપનાવો આ ઘરેલુ નુસ્ખાઓ, અને હંમેશ માટે આ સમસ્યામાંથી મેળવો છૂટકારો
વાળમાં ડેંડ્રફ એક સામાન્ય સમસ્યા છે.વાળમાં શુષ્કતાને કારણે ડેંડ્રફ થાય છે,પરંતુ તમારા વાળની થોડી કાળજી કરવાથી તમે તમારા વાળ તો સ્વસ્થ રાખી જ શકો છો સાથે ડેંડ્રફની સમસ્યાથી પણ છૂટકારો મેળવી શકો છો.ડેંડ્રફની હોય ત્યારે આયુર્વેદ ખૂબ ફાયદાકારક છે.તો ચાલો અમે તમને જણાવીએ કે ડેંડ્રફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે શું કરવું જોઈએ.

વાળમાં ડેંડ્રફની સમસ્યા પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં જોવા મળે છે.અતિશય ડેંડ્રફ થવાથી ચહેરા,માથા,ગળા અને પીઠ પર ફોલ્લીઓની સમસ્યા પણ થઈ છે.ડેંડ્રફ પ્રથમ માથાના ઉપલા સ્તર પર થાય છે પરંતુ તે ધીમે ધીમે અંદર પહોંચે છે.ડેંડ્રફ માથાની ત્વચામાં સ્થિત મૃત કોષોમાંથી ઉત્પન્ન થાય છે.ડેંડ્રફથી માથામાં ખંજવાળ આવે છે અને વાળ ખરવા લાગે છે.વાળને યોગ્ય રીતે સાફ ન કરવા,વાળને યોગ્ય પોષણ ન મળવું અથવા વાળમાં તેલ ન લગાવવાથી ડેંડ્રફની સમસ્યા વધુ થઈ શકે છે.
અઠવાડિયામાં બે કે ત્રણ વાર શેમ્પૂથી વાળ ધોવા જરૂરી છે.

ડેન્ડ્રફનું કોઈ સાચું કારણ હાજર નથી,પરંતુ સીબમ ઉત્પન્ન કરનારી ગ્રંથીઓની વધુ સક્રિયતાને કારણે ડેન્ડ્રફ થાય છે.હોર્મોન્સની વધુ માત્રાના પ્રકાશનને કારણે પણ યુવાન લોકોમાં ડેન્ડ્રફની સમસ્યા થઈ શકે છે.આ પ્રકારની સમસ્યા દૂર કરવા માટે વાળની સફાઇની કાળજી લેવી જરૂરી છે,તેથી વાળને હર્બલ શેમ્પૂથી અઠવાડિયામાં બે કે ત્રણ વાર ધોવા જોઈએ અને વાળમાં સારી રીતે કંડીશનરનો ઉપયોગ પણ કરવો જોઈએ.
વાળના મૂળમાં સરસવનું તેલ લગાવો

એન્ટિ-ડેંડ્રફ હર્બલ શેમ્પૂનો ઉપયોગ ફાયદાકારક છે.રાત્રે સરસવના તેલથી વાળના મૂળની માલિશ કરો.વિટામિન ઈ અને ગુલાબજળ વાળના મૂળમાં લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યા હલ થાય છે.ડેન્ડ્રફથી બચવા માટે ઓલિવ તેલમાં આદુના રસના થોડા ટીપા નાખી વાળના મૂળમાં લગાવો અને તેને એક કલાક માટે રાખો અને પછી તમારા વાળ શેમ્પૂથી ધોઈ લો.
એપલ સાઇડર વિનેગર

વાળમાં શેમ્પુ અને કંડિશનર બરાબર રીતે કર્યા પછી પાણીમાં બે-ચાર ટીપા એપલ સાઇડર વિનેગરના ઉમેરો.એપલ સાઇડર વિનેગરમાં પોટેશિયમની વધુ માત્રા જોવે મળે છે.જે વાળના મૃત કોષોને દૂર કરે છે અને ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર કરે.પણ યાદ રાખો કે બજારમાં મળતા કેમિકલ વિનેગરનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ.આ તમારા ડેન્ડ્રફની સમસ્યા વધારી પણ શકે છે.
લીમડાના પાન

લીમડાના પાનને અડધી કલાક સુધી પાણીમાં ઉકાળો.ત્યારબાદ ઉકાળેલા પન્નુ મિક્ષણ બનાવો અને તેને તમારા માથાની ચામડી પર લગાવો.લગભગ 40 મિનિટ સુધી આ લેપ તમારા માથા પર રહેવા દો,પછી તમારા વાળને માત્ર પાણીથી ધોઈ લો.આ ઉપાય તમારા ડેન્ડ્રફની સમસ્યા દૂર કરશે.
મેથીના બી

આખી રાત મેથીના બીને પાણીમાં પલાળી રાખો,પછી તેનો લેપ બનાવો અને પછી એ લેપ તમારા માથાની ચામડી પર લગાવો.30 મિનિટ સુધી લેપ તમારા માથા પર રહેવા દો ત્યારબાદ થોડા ગરમ પાણીથી એ લેપ દૂર કરો.અઠવાડિયામાં 1 વાર આ ઉપાય કરવાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થશે.
એલોવેરા

એલોવેરામાં બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા વધુ જોવા મળે છે.તમારા માથા પર જ્યાં-જ્યાં ડેન્ડ્રફ હોય,ત્યાં એલોવેરા જેલ લગાવવું.ત્યારબાદ આ જેલ તમારા માથા પર 30 મિનિટ માટે રહેવા દો.પછી તમારા વાળ શેમ્પુથી ધોઈ લો.એલોવેરા તમારા ડેન્ડ્રફની સમસ્યા તો દૂર કરશે જ સાથે તમારા વાળ પણ એકદમ સોફ્ટ બનાવશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "વાળમાં બહુ થાય છે ડેન્ડ્રફ? તો અપનાવો આ ઘરેલુ નુસ્ખાઓ, અને હંમેશ માટે આ સમસ્યામાંથી મેળવો છૂટકારો"
ટિપ્પણી પોસ્ટ કરો