હવે ફક્ત તમારી ફૂંકથી એક મિનિટમાં ખબર પડી જશે તમે કોરોના પોઝિટિવ છો કે નહિં
કોરોના ટેસ્ટને લઈને સમગ્ર વિશ્વમાં અલગ અલગ જગ્યાએ સંશોધન થઈ રહ્યા છે. જેમા રોજે રોજ નવા નવા તારણો સામે આવી રહ્યા છે. એક નવા સંશોધન પ્રણાણે હવે માત્ર ફૂંક મારવાથી તમારો ટેસ્ટ થઈ શકશે. કોરોનાની તપાસ ફૂંક મારીને પણ થઇ શકશે. સિંગાપોરમાં આવો કોવિડ-19 ટેસ્ટ વિકસાવવામાં આવ્યો છે. સિંગાપોરની નેશનલ યુનિવર્સિટીના જણાવ્યા પ્રમાણે, નવા ટેસ્ટથી દર એક મિનિટમાં શ્વાસની મદદથી કોરોનાની ખબર પડે છે. તપાસ દરમિયાન શ્વાસમાં હાજર ઓર્ગેનિક કમ્પાઉન્ડને ઓળખવામાં આવે છે. જેનાથી ખબર પડે છે દર્દીમાં વાઈરસ છે કે નહિ. જો નવી ટેકનોલોજી સફળ રહી તો દર્દીઓને ઘણી રાહત મળશે કારણે રેપિડ ટેસ્ટ વખતે નાકમાં નળી ભરાવીને જે ટેસ્ટ કરવામાં આવે છે તેમા ઘણા લોકો દુખાવો થતો હોવાની ફરિયાદ કરે છે.
90 ટકા સચોટ પરિણામ
આ ટેકનોલોજી પર રિસર્ચ કરનારી નેશનલ યુનિવર્સિટીએ દાવો કર્યો કે, 180 દર્દીઓની તપાસ નવા ટેસ્ટથી કરવામાં આવી છે. 90 ટકા સચોટ પરિણામ આવ્યું છે. કોરોનાની તપાસ માટે દર્દીને બ્રીધ સેમ્પલમાં ફૂંક મારવાની હોય છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, જ્યારે દર્દી મોંની હવા બ્રીથ સેમ્પ્લરમાં નાખે છે તો હવા માસ સ્પેક્ટ્રોમીટરમાં ભેગી થઇ જાય છે. તેમાં હવામાં રહેલા કણોનો એનાલિસિસ કરવામાં આવે છે. તે પણ માત્ર એક મિનિટમાં. જેનાથી રિઝલ્ટ ઝડપી આપી શકાય છે.
બીમારીઓથી શ્વાસમાં અલગ-અલગ ફેરફાર દેખાય
આ ટેસ્ટની ટેક્નિક બનાવનારા સ્ટાર્ટઅપ બ્રીથોનિક્સના CEO ડૉ. જિયા ઝૂનાને કહ્યું કે, અલગ-અલગ બીમારીઓથી શ્વાસમાં પણ અલગ-અલગ ફેરફાર દેખાય છે. આથી તેમાં હાજર ઓર્ગેનિક કમ્પાઉન્ડના ફેરફારથી કોરોના વિશે જાણી શકાય છે. સ્ટાર્ટઅપના CEO ડૂ ફેંગે કહ્યું કે, બ્રીથ સેમ્પ્લરમાં લાગેલું માઉથપીસ ડિસ્પોઝેબલ છે. તે એકતરફી કામ કરે છે. એકવાર ફૂમક મારવા પર મોંમાંથી નીકળેલી હવા ફરીથી મોંની અંદર જતી નથી. કારણ કે મશીનમાં વન વે વાલ્વ અને સલાઈવા ટ્રેપ લાગેલું છે.
ભારતમાં ચાર પધ્ધતિથી કોરોના ટેસ્ટ થાય છે
ભારતમાં RT PCR સૌથી જાણીતો કોરોના ટેસ્ટ છે આ ઉપરાંત પણ કેટલીક પધ્ધતિઓથી કોરોના વાયરસનો ટેસ્ટ કરવામાં આવે છે.
RAPID ANTI BODY TEST
RAPID ANTI BODY TEST નું પરીણામ માત્ર ૨૦ થી ૩૦ મીનિટમાં આવે છે. આ ટેસ્ટમાં માત્ર લોહી અને લાળના સેમ્પલ પરથી કોરોનાની તપાસ થાય છે. રેપિડ એન્ટી બોડી ટેસ્ટિંગનું પરીણામ માત્ર ૨૦ થી ૩૦ મીનિટમાં આવી જાય છે. જો કે આ ટેસ્ટિંગમાં ઝડપ કરવામાં રિઝલ્ટ ખોટું આવવાની પણ શકયતા રહે છે.
TRUE NAT TEST
TRUE NAT TEST ટીબી અને એચઆઇવીના ટેસ્ટિંગમાં પણ ઉપયોગ થયો હતો. આ એક ખાનગી ધોરણે વિકસિત કરવામાં આવેલો ટેસ્ટ છે જે આરટી પીસીઆર ટેસ્ટના સિધ્ધાંત પર જ કામ કરે છે. આ ટેસ્ટની કિટ નાની હોય છે પરંતુ ટેસ્ટ પરીણામ ઝડપી અને સચોટ આપે છે. આ ટેસ્ટ પધ્ધતિની મૂળ ડિઝાઇન ગોવાની એક રિસર્ચ લેબે તૈયાર કરી હતી.
ELIAS TEST
ELIAS TEST હોટ સ્પોટ વિસ્તારમાં સેમ્પલ સર્વે માટે ઉપયોગી છે. કોઇ પણ વ્યકિતના શરીરમાં વાયરસ સંક્રમણ સામે એન્ટી બોડીનું ઉત્પાદન ELIAS TESTથી શોધી શકાય છે. આ ટેસ્ટના લોહીના સેમ્પલમાં એન્ટીબોડીની હાજરી તપાસવા એન્ઝાઇમનો ઉપયોગ થતો હોવાથી આ ટેસ્ટને એન્ઝાઇમ લિંક પણ કહેવામાં આવે છે. ભારતમાં કોવિડ- ૧૯ના સંક્રમણના સંપર્કમાં આવનારા લોકોની સરેરાશનું અનુમાન માટે આ રીત ઉપયોગી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "હવે ફક્ત તમારી ફૂંકથી એક મિનિટમાં ખબર પડી જશે તમે કોરોના પોઝિટિવ છો કે નહિં"
ટિપ્પણી પોસ્ટ કરો