સરકારના અનેક પ્રયત્નો બાદ પણ કોરોના કંટ્રોલમાં ન આવતા જયંતિ રવિએ લીધા આ પગલાં..

કોરોનાનું સંક્રમણ ગુજરાતમાં પણ ખૂબ વધી ચુક્યું છે. અહીં પણ કોરોનાના રોજ 1000થી વધુ કેસ નોંધાય છે. કોરોનાનું સંક્રમણ અનલોકની પ્રક્રિયા દરમિયાન વધારે ઝડપથી ફેલાય રહ્ચયું છે તેવામાં સરકાર અને આરોગ્ય વિભાગ આ મામલે સતત કામ કરી રહ્યા છે.

image source

જો કે કોરોનાના દર્દીઓની સાથે સાથે અન્ય રોગના દર્દીઓ જે હોસ્પિટલ સારવાર અર્થે જાય છે તેમના પર પણ જોખમ વધી જાય છે. ખાસ કરીને એવી જગ્યાઓ કે જેનો ઉપયોગ દિવસ દરમિયાન એક કરતાં વધુ દર્દી કરે છે ત્યાંથી સંક્રમણ ઝડપથી ફેલાય શકે છે. આવી જગ્યાઓમાં સીટી સ્કેન સેન્ટર સહિતનો સમાવેશ થાય છે.

image source

આવી જગ્યાઓથી ફેલાતું સંક્રમણ અટકાવવા માટે વિશેષ કાર્યવાહી કરવાના આદેશ આરોગ્ય સચિવ જયંતી રવિએ આપ્યા છે. રાજ્યના સીટી સ્કેન સેન્ટરોને આ અંગે જરૂરી માર્ગદર્શન આપી દેવામાં આવ્યું છે.

image source

રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોરોનાની ગંભીરતાને જોઈએ તો રોજ દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેવામાં તકેદારીના ભાગરુપે આરોગ્ય સચિવ જયંતિ રવિએ આ આદેશ કર્યા છે.

image source

જે મુજબ હવે જે જગ્યાએ એક દર્દી કરતાં વધુ દર્દી આવતાં હોય અને જ્યાં એક દર્દીથી બીજા દર્દીમાં સંક્રમણ ફેલાવાની શક્યતા વધતી હોય તેવી જગ્યાઓના સ્કાઉચને યોગ્ય સરફેસ ડિસ ઈન્ફેક્ટન્ટ દ્વારા ક્લીન કરવામાં આવે. આ ઉપરાંત શક્ય હોય તો આવી જગ્યાઓએ ડિસ્પોઝેબલ શીટનો ઉપયોગ કરવો જે દર્દીના ઉપયોગ બાદ ફેંકી દેવામાં આવે અને બીજા દર્દી માટે નવી શીટનો ઉપયોગ કરવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "સરકારના અનેક પ્રયત્નો બાદ પણ કોરોના કંટ્રોલમાં ન આવતા જયંતિ રવિએ લીધા આ પગલાં.."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel