એક પણ રૂપિયાના ખર્ચ વગર ઘરે બેઠા આવી જશે તમારા બાળકનું આધાર કાર્ડ, જાણી લો ક્યા ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર
આધાર કાર્ડએ દરેક ભારતીયનું એક આવશ્યક ડોક્યુંમેન્ટ બની ગયું છે. તમારે ડગને પગલે તેની જરૂર પડે છે. કોઈ પણ ઓફીસમાં જાવ તમારે આધાર કાર્ડ પહેલા આપવું જ પડે છે. કોઈ પણ સરકારી યોજનાના લાભ માટે પણ આધાર કાર્ડ જરૂરી હોય છે. હવે શાળામાં પણ આધાર કાર્ડ ફરજીયાત માગવામાં આવે છે.,
મોટાભાગની શાળાઓમાં બાળકોના એડમિશન સમયે આધાર માંગવામાં આવે છે. સામાન્ય રીતે નર્સરી ક્લાસના એડમિશન માટે દર વર્ષે ડિસેમ્બરમાં ફોર્મ બહાર પાડવામાં આવે છે. આવી સ્થિતિમાં, એડમિશન ફોર્મ વખતે આધારકાર્ડ માટે પરેશાન થવા કરતાં સારુ છે કે તેના માટે પહેલાથી જ તૈયારી કરી લેવી જોઇએ. આધાર કાર્ડ કોઈપણ વયની વ્યક્તિ માટે બનાવી શકાય છે. આજે અમે તમને જણાવીશું કે સમયસર તમે કેવી રીતે તમારા બાળકોને આધાર બનાવી શકો છો, જેથી તમને એડમિશન સમયે કોઈ મુશ્કેલી ન થાય.
આ રીતે કરો અરજી
નાના બાળકોનુ આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા લગભગ પુખ્ત વયના લોકો માટે આધાર બનાવવાની પ્રક્રિયા જેવી હોય છે. માતા-પિતાએ બાળકો સાથે તેમના નજીકના આધાર કેર સેન્ટરની મુલાકાત લેવી પડશે અને ફોર્મ ભરવું પડશે. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો બાયમેટ્રિક ડેટા લેવામાં આવશે નહીં. તેમના યુઆઈડી પર પેરેન્ટ્સ આધાર ડેટાના આધારે પ્રક્રિયા કરવામાં આવશે. પરંતુ, જો બાળક 5 વર્ષથી વધુ વયનું હોય, તો પછી તેમના બાયોમેટ્રિક્સ ડેટાની નોંધણી પણ કરવામાં આવશે.
આટલા દિવસની અંદર મળી જશે આધાર કાર્ડ
ત્યાર પછી જ્યારે આ પ્રક્રિયા પૂર્ણ થાય છે, આ પછી એનરોલમેન્ટ સ્લીપ જનરેટ કરીને આપી દેવામાં આવશે. આ એનરોલમેન્ટ સ્લિપ પર એનરોલમેન્ટ ID, નંબર અને તારીખ આપવામાં આવશે. આ એનરોલમેન્ટ આઈડીની મદદથી, તમે આધારના સ્ટેટસ વિશે જાણી શકો છો. આધાર એનરોલમેન્ટના 90 દિવસની અંદર અરજદારના ઘરે આધાર પોસ્ટ કરવામાં આવે છે.
આ ડોમ્યુમેન્ટની પડશે જરૂર
જો તમારે બાળકનું આધાર કાર્ડ કઢાવવું હોય તો કેટલાક ડોક્યુંમેન્ટની જરૂર પડશે. બાળકોનુ આધાર કાર્ડ બનાવવા માટે, તમારે તેના જન્મનું પ્રમાણપત્ર આપવુ પડશે. તેની જગ્યાએ બાળકોની સ્કૂલમાંથી ફોટોવાળુ આઈડી પણ આપી શકાય છે. આ ત્યારે જ થશે જ્યારે બાળક પહેલેથી જ કોઈ શાળામાં અભ્યાસ કરે છે. આ ઉપરાંત બાળકોના માતા-પિતાના આધારકાર્ડની વિગતો પણ જરૂરી રહેશે. માતાપિતાનું સરનામું અને આઈડી પ્રૂફ પણ જરૂરી રહેશે.
આ રીતે કરાવો બાયમેટ્રિક અપડેટ
જ્યારે બાળકની ઉંમર 5 વર્ષથી 15 વર્ષની વચ્ચે હશે, તો બાયોમેટ્રિક ડેટા તેના આધારે અપડેટ કરી શકાય છે. આ માટે, તેની 10 આંગળીઓની પ્રિન્ટ, આઇ સ્કેનિંગ અને બાળકોનો ચિલ્ડ્રન્સનો બાયોમેટ્રિક ડેટા મફતમાં અપડેટ કરવામાં આવે છે. આ માટે તમારે કોઈ પૈસા ખર્ચવા પડશે નહીં. યુઆઈડીએઆઈએ ભારતમાં કોરોના વાયરસ મહામારી ફાટી નીકળતાં પહેલા એક ટ્વીટમાં પણ આ માહિતી આપી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "એક પણ રૂપિયાના ખર્ચ વગર ઘરે બેઠા આવી જશે તમારા બાળકનું આધાર કાર્ડ, જાણી લો ક્યા ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર"
ટિપ્પણી પોસ્ટ કરો