પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી બનાવો આવી આકર્ષક વસ્તુઓ, લોકો જોઈને તમારી કોપી જરૂર કરશે

પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી બનાવો આવી આકર્ષક વસ્તુઓ – લોકો જોઈને તમારી કોપી જરૂર કરશે

પ્લાસ્ટિક કચરાનું જો યોગ્ય મેનેજમેન્ટ કરવામાં આવે અને તેના પુનઃ ઉપયોગ પર વિચારવામાં આવે તો પ્લાસ્ટિકના કચરાના વધતા જતાં ઢગલાને આપણે ઘણા અંશો નાનો કરી શકીએ તેમ છીએ. તેમાં કેટલીક DIY ટ્રીક્સ તમને ખૂબ મદદ કરે તેમ છે. DIY એટલે ડુ ઈટ યોર સેલ્ફ એટલે કે તમારી જાતે કરો. ડીઆઈવાયને કેટલાક રચનાત્મક લોકો ખૂબ જ કુશળ રીતે અપનાવે છે. અને પોતાના કૌશલ્ય દ્વારા સુંદર ઘરેલુ વસ્તુઓ, સજાવટનો સામાન કે પછી કોઈને ગીફ્ટ આપવા માટે સુંદર વસ્તુ તૈયાર કરી શકો છો. તમારા ઘરમાં હાજર પ્લાસ્ટિકના કચરાથી બનાવવામાં આવેલા રચનાત્મક પર્યાવરણ બચાવવા તરફનું જ એક પગલું છે.

image source

પ્લાસ્ટિક પ્રદૂષણ આખીએ દુનિયામાં પર્યાવરણ માટે એક મોટું જોખમ છે. પ્લાસ્ટિકનો કચરો માનવ સ્વાસ્થ્ય અને પારિસ્થિતિક તંત્ર માટે સૌથું મોટું જોખમ છે. તમને જણાવી દઈએ કે દર વર્ષે દુનિયાના મહાસાગરોમાં લગભગ 5થી 13 મિલિયન ટન પ્લાસ્ટિકનો કચરો જમા થઈ જાય છે. માટે જો પ્લાસ્ટિકના કચરાને કોઈ ઉપયોગી કે ફેશનેબલ સ્વરૂપ આપીને તેનો ફરીથી ઉપોયગ થઈ શકે અને તેને રીલાઇકલ કરી લેવામાં આવે તો તેનાથી દુનિયામાં પ્લાસ્ટિકના ઢગલાને ઓછો કરવામાં મદદ મળી શકે છે.

પ્લાસ્ટિકની બોટલમાંથી બનાવો પ્લાન્ટ માટેનું પોટ

image source

તમે પ્લાસ્ટિકની બોટલમાંથી તમારી ક્રીએટીવીટીને અજમાવીને તેમાંથી પ્લાન્ટ માટેનું પોટ બનાવી શકો છો. એક નાનકડું સુંદર દેખાતું કુંડું બધા જ ઘરની જરૂરિયાત હોય છે.

તેને બનાવવા માટે તમારે 2 લીટરની એક પ્લાસ્ટિકની બોટલની જરૂર પડશે. અને તમારા મન પસંદ રંગોથી તેને ચીત્રીત કરવા માટે રંગો જોઈશે.

હવે 2 લીટરની બોટલને નીચેથી એક તૃત્યાંશ જેટલી કાપી નાખો.

image source

હવે બોટલ પર કાન બનાવવા માટે બોટલની એક તરફ બે ત્રીકોણને આકાર આપો અને તેને કાપો.

ત્યારબાદ બોટલને તમારી પસંદગીના રંગથી પેઇન્ટ કરો.

બોટલ પર બીલાડી કે કૂતરાનું ડ્રોઈગ કરો.

હવે બોટલ સુંદર કુંડામાં ફેરવાઈ ગઈ. હવે તમારે બોટલમાં માટી ઉમેરીને તેમાં એકાદું બીજ રોપી દેવું.

DIY પેન હોલ્ડર બનાવો

image source

એક બેટલને અરધી કાપી લો અને તમારી ઓફિસ કે તમારા બાળકો માટે એક સુદંર પેન હોલ્ડર બનાવવા માટે તે અરધી કાપેલી બોટલ પર સુંદર રંગ પેઇન્ટ કરી લો, અથવા તમે તેને દોરા કે ગ્લિટરની મદદથી પણ સજાવી શકો છો.

પ્લાસ્ટિકની એક લટકતી મોઝેક પણ બનાવી શકો

image source

તમારા ઘર તેમજ પાડોશિઓ પાસેથી જેટલી બને તેટલી બોટલ ભેગી કરો. એક કેનવાસ કે પછી કાર્ડબોર્ડની શીટ લો, ગુંદર અને પેઇન્ટ લો.

હવે એક તસ્વીર શોધો જેને તમે બનાવવા માગતા હોવ. તમારી તસ્વીરની જરૂરિયાત પ્રમાણે બોટલના ઢાંકણાને પેઇન્ટ કરો.

લગભગ એક પેન્સિલનો ઉપયોગ કરીને રૂપરેખા બનાવો અને તમારી રચનાત્મકતા દર્શાવ્યા બાદ ગુંદરથી કાર્ડબોર્ડ પર ચિત્ર દોરેલું ઢાકણું મુકો.

image source

હવે તમારી મોઝેક કળા તૈયાર થઈ ગઈ. તમારી દીવાલો પર ડિઝાઈન બનાવવા માટે કોઈ પેટર્નનો ઉપયોગ કરો.

જંગલ થીમ સાથે ઇનડોર પ્લાન્ટ્સથી તમારા ઘરના વાતાવરણને પણ તમે બદલી શકો છો.

પ્લાસ્ટિકની થેલીમાંથી બનાવો ગાલીચો

image source

પ્લાસ્ટિકની કેરી બેગ્સ જો તમારા ઘરમાં પડી હોય કે તમારી આસપાસ ક્યાંય પડી હોય તો બને તેટલી ભેગી કરી લો. હવે તેને રંગો પ્રમાણે અલગ કરી લો.

હવે આ પ્લાસ્ટિકનો ગાલીચો બનાવવા માટે તમારે કાતર, સોઈ અને દોરાની જરૂર પડશે. હવે તમારે એક પેટર્ન નક્કી કરવાની છે જેને તમે બનાવવા માગતા હોવ.

હવે તમારી પાસે ભેગી થયેલી પ્લાસ્ટિકની થેલીઓને તમારે બે ઇંચ લાંબી પટ્ટીમાં કાપવી. ત્યાર બાદ તમારે એક ગાંઠ બનાવવી અને એક જ રંગની પટ્ટીઓને એકબીજા સાથે ગુંથી લો.

image source

હવે ગાલીચો બનાવવા માટે સર્પિલ પેટર્નથી તમારી પટ્ટીઓ પાથરો.

હવે સર્પિલને એક સાથે રાખવા માટે પટ્ટીઓની આરપાર સિલાઈ કરી લો. જેના માટે તમારે સોઈ અને દોરાનો ઉપયોગ કરવો.

0 Response to "પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી બનાવો આવી આકર્ષક વસ્તુઓ, લોકો જોઈને તમારી કોપી જરૂર કરશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel