ઓસ્ટ્રેલિયામાં રોડ દુર્ઘટનામાં ગુજરાતી યુવકનું કરુણ મોત, મૃતદેહ વતન લાવવામાં આવશે
ઓસ્ટ્રેલિયામાં એન્જીનીયરીંગનો અભ્યાસ કરવા ગયેલ વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતા યુવાનનું એક કાર અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું છે.

બે કારની સામસામે ટક્કર થતા વલસાડના વિદ્યાર્થીની કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો અને યુવાનનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું હતું. તાજેતરમાં આ યુવાનના મૃતદેહને દેશ પાછા લાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મૃતક યુવાન એન્જીનીયરીંગ કર્યા પછી પીઆર માટે એપ્લાય કરવાના હતા.:

પ્રાપ્ત માહિતી મુજબ, વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલ માર્બલ ફેક્ટરીની નજીક રહેતા મહેશભાઈ સોલંકીના એકના એક પુત્ર ભાર્ગવ સોલંકી (ઉ. વ. ૨૫) છેલ્લા ૪ વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહીને પોતાનો એન્જીનીયરીંગનો અભ્યાસ કરી રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સિટીમાં ગ્લેનહંટલી વિસ્તારમાં પોતાના મિત્રોની સાથે રહેતા હતા. ભાર્ગવ સોલંકી મોનાસ યુનીવર્સીટીમાં એન્જીનીયરીંગ કર્યા પછી પીઆર માટે અરજી કરવાના હતા.
સામેથી આવી રહેલ કાર દ્વારા ટક્કર મારવામાં આવી.:
ભાર્ગવ સોલંકી તા. ૨૨ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ રાતના સમયે પોતાની નિસાન કાર લઈને ઘરે જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન મેલબોર્નના એલવુડ વિસ્તારમાં હોલ્ડન યુટે કારને ચલાવી રહ્યો હતો અને તેણે પોતાની કાર બેકાબુ થઈ જતા ભાર્ગવ સોલંકીની કારણે ટક્કર મારી દીધી હતી. આ રીતે સર્જાયેલ ભયંકર એકસીડન્ટમાં ભાર્ગવ સોલંકીને ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. ઓસ્ટ્રેલીયાની વિક્ટોરિયા પોલીસ દ્વારા આ અકસ્માતને સર્જનાર હોલ્ડન યુટે કારમાં સવાર ૨૩ અને ૨૪ વષર્ની ઉમર ધરાવતા બે યુવાનોની ધરપકડ કરવામાં આવી છે.

મૃતક ભાર્ગવ સોલંકીના મિત્રોની મદદ લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ આ વિષે મેસેજ કરતો કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા પોલીસને આ અકસ્માતની જાણ થતા જ ઓસ્ટ્રેલીયામાં રહેતા મૃતક વ્યક્તિ ભાર્ગવ અને અન્ય ભારતીય મૂળના રહીશોએ ભાર્ગવ સોલંકીના મૃતદેહને ભારત મોકલવા માટે આવશ્યક વધી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભાર્ગવ સોલંકીના મિત્રોની મદદ લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મેસેજ પણ વાયરલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ભાર્ગવ સોલંકીના મૃતદેહને પોતાના વતન પાછી લાવવા માટે આ અઠવાડિયા વધારે સંભાવનાઓ જોવા મળી રહી છે. જો કે, ભાર્ગવ સોલંકીપોતાના માતા- પિતાના એકનું એક સંતાન હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ઓસ્ટ્રેલિયામાં રોડ દુર્ઘટનામાં ગુજરાતી યુવકનું કરુણ મોત, મૃતદેહ વતન લાવવામાં આવશે"
ટિપ્પણી પોસ્ટ કરો