માવાની મિઠાઇ ખરીદી રહ્યા છો, સ્વાદ અને ખાંડની મદદથી 7 રીતે માવો કરો ચેક
દિવાળીનો તહેવાર નજીકમાં છે ત્યારે અનેક લોકો બજારમાંથી તૈયાર મિઠાઇ લાવીને ખાવાનું પસંદ કરે છે. આ સમયે માર્કેટમાં માંગ વધવાના કારણે મિલાવટ થતી રહે છે. આ જ કારણ છે કે માર્કેટમાં હાલમાં મિલાવટી માવાની ભરમાર જોવા મળી રહે છે. આ સિવાય તમે કોઈ દુકાનમાંથી પણ માવો ખરીદો છો તો જરૂરી છે કે તમે ચેક કરો કે તમે અસલી માવો ખરીદી રહ્યા છો કે નકલી. આ માટેની ટિપ્સ પણ ખૂબ સરળ છે. હા, તમે ચપટી ખાંડની મદદથી પણ જાણી શકશો કે માવામાં મિલાવટ છે કે નહીં.
મિલાવટી માવાથી થાય છે આ ખાસ નુકસાન

નિષ્ણાતો કહે છે કે મિલાવટી માવાથી પેટ દર્દ, ડાયરિયા, મરોડા આવવા, પેટમાં ભારેપણું, એસિડિટી, ઇનડાઇજેશન જેવી સમસ્યાઓ આવે છે. આ માવો વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાય તો ઇન્ટરનલ ઓર્ગન્સ પર ખરાબ અસર પડે છે. તેનું કારણ એ છે કે તેમાં લિટમસ પેપર મિક્સ કરવામાં આવે છે. જે પાણીને શોષવાની ક્ષમતા રાખે છે. માવામાં ખરાબ ક્વોલિટીના સોલિડ મિલ્કનો પ્રયોગ કરવામાં આવે છે. તેમાં ટેલકમ પાવડર, ચૂનો, ચોક અને સફેદ કેમિકલ્સ જેવી ચીજો મિક્સ કરવામાં આવે છે. આવામાં માવાથી બનેલી મિઠાઇઓ કિડની અને લિવર પર ખરાબ અસર કરે છે. એટલું જ નહીં તેનાથી કેંસર, ફૂડ પોઇઝનિંગ, વોમિટિંગ અને ડાયરિયા જેવી બીમારીઓ પણ થઇ શકે છે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)અનુસાર નકલી માવાની ઓળખ કોઇ મુશ્કેલ કામ નથી. ઘર પર જ સરળતાથી તેની મિલાવટ ચેક કરી શકાય છે. આજે અમે આપને જણાવીશું કે કઈ સરળ ટિપ્સથી નકલી માવાની ઓળખ કઇ રીતે કરી શકાય છે.
જાણો કે કઇ રીતે માવો ઓરિજિનલ છે કે મિલાવટી તે જાણી શકાય….

માવામાં થોડી ખાંડ નાંખીને તેને ગરમ કરો. જો તેમાંથી પાણી છૂટે છે તો તેમાં મિલાવટ છે.
નકલી માવાની ઓળખ માટે ટિંચર આયોડિનના 5-7 ટીપાં અને 5-4 દાણા ખાંડ લો અને તેને ગરમ કરી માવામાં ભેળવો. રંગ બદલાય તો માવો નકલી છે.

થોડો માવો લઇને હથેળી પર રગડો. અસલી માવો ચિકાશ સાથે દેશી ઘી જેવી સ્મેલ આપશે, જ્યારે નકલી માવામાંથી અલગ જ સ્મેલ આવશે.
થોડો માવો ટેસ્ટ કરો. અસલી માવો મોઢામાં ચોંટશે નહીં, જ્યારે નકલી માવો ચોંટી જશે.

માવો અસલી હશે તો તેમાંથી કાચા દૂધ જેવો સ્વાદ આવે છે.
મિલાવટી માવામાં પાણી નાંખીને ફેંટવામાં આવે તો તે ટુકડામાં વહેંચાઇને અલગ થઇ જાય છે. જ્યારે અસલી માવો પાતળો થઇને પાણીમાં મિક્સ થઇ જાય છે.

થોડો માવો ખાઇને જુઓ, જો તેમાં દાણા બને છે તો તેમાં મિલાવટ હોઇ શકે છે.
કેવી રીતે બને છે મિલાવટી માવો?

શક્કરિયા, શિંગોડાનો લોટ, બટાકા અને મેંદાનો ઉપયોગ કરાય છે. વજન વધારવા માટે સ્ટાર્ચ અને બટાકા મિક્સ કરવામાં આવે છે. દૂધમાં યૂરિયા સિવાય ડિર્ટજન્ટ પાવડર અને ખરાબ ક્વોલિટીનું ડાલડા ઘી મિક્સ કરીને નકલી માવો બનાવવામાં આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "માવાની મિઠાઇ ખરીદી રહ્યા છો, સ્વાદ અને ખાંડની મદદથી 7 રીતે માવો કરો ચેક"
ટિપ્પણી પોસ્ટ કરો