આણંદની આ ઘટનાથી ચકચાર, પૌત્રીએ જાતે છોકરો શોધી લગ્ન કર્યાં તો દાદાને ન ગમ્યું, પછી કર્યું આવું ન કરવાનું કામ
એક તરફ દિકરી બચાવવાની અને ભણાવવાની વાત થઈ રહી છે તો બીજી તરફ આ દીકરીઓને પીંખવામાં આવી રહી છે અને ઘરમાં પણ શોષણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે હાલમાં આણંદમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો કે જે સાંભળીને તમને કમકમાટી છૂટી જશે. આમ પણ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયગાળાથી મહિલાઓ પરના અત્યાચારની ઘટના વારંવાર પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ એક ઘટના પ્રકાશમાં ચકચાર મચી જવા પામી હતી. એક તરફ આપણે ત્યારે દીકરી બચાવો દીકરીને ભણાવોની વાત કરવામાં આવી રહી છે ત્યારે આ પ્રકારે બનતી ઘટનાઓ મહિલાઓની સલામતી સામે સવાલ ઉભા કરી જાય છે.
રાત્રે 11 વાગ્યાની આસપાસ એક 20 વર્ષની યુવતીનો ફોન આવ્યો
બન્યું એવું કે 20 વર્ષની યુવતીએ જાતે છોકરો શોધીને લગ્ન કરી લીધા હોવાની જાણ થતાં જ તેના જ પરિવારજનોએ ખેતરમાં આવેલ એક મકાનમાં ગોંધી દીધી હતી. મળતી જાણકારી પ્રમાણે, આણંદ જિલ્લામાંથી રાત્રે 11 વાગ્યાની આસપાસ એક 20 વર્ષની યુવતીનો ફોન 181 મહિલા હેલ્પલાઇનના નંબર પર આવ્યો.
જેમાં રડતા રડતા યુવતીએ પોતાની આપવીતી જણાવેલ કે, મને મારા દાદાએ ઘરમાં પૂરી દીધેલી છે. જો કે યુવતી સાથે વાતચીત કર્યા બાદ તાત્કાલિક અસરથી મહિલા હેલ્પલાઇનની વાન ઘટના સ્થળે પહોંચી.
યુવતીનો રડવાનો અવાજ સંભળાઇ રહ્યો હતો
ત્યાં પણ વિટબંણા એવી કે રસ્તો એટલો સાંકડો હોવાના કારણે ગાડી વધુ અંદર જઇ શકે તેમ ન હોવાથી રસ્તા પર જ ઉભી રાખવામાં આવી અને કેટલાક લોકોને પૂછતા-પૂછતા ટીમ 3 ખેતર ચાલી અને પીડિતાના દાદાનું સરનામું શોધી કાઢ્યું. જો કે, દાદાની પૂછપરછ કરાતા પહેલા તો તેમણે સહકાર ન આપ્યો અંતે હેલ્પલાઇનના કર્મચારીઓ દ્વારા કડક શબ્દોમાં પૂછપરછ કરતા જે ખેતરમાં આવેલ ઘરમાં યુવતીને ગોંધી રાખવામાં આવી હતી. ત્યાંનો રસ્તો બતાવ્યો અને હેલ્પલાઇનની ટીમ જ્યારે તે ઘરે પહોંચી તો ત્યાં યુવતીનો રડવાનો અવાજ સંભળાઇ રહ્યો હતો. ઘટના સ્થળે આવી પહોંચેલી મહિલા હેલ્પલાઇનની ટીમે દરવાજાની તિરાડમાંથી છોકરી દેખાતા દરવાજો ખોલી નાંખેલ.
પિતાએ બીજા લગ્ન કરી લીધા
આ ઘટના ટાણે જે કરુણ દૃશ્યો સર્જાયા એ પણ ખરા હતા. જેવો જ દરવાજો ખોલ્યો કે તરત જ યુવતીએ દોડીને કાઉન્સિલરને ભેટી પડી હતી. યુવતી શાંત પડ્યા બાદ તેની પૂછપરછ કરાતા તેણીએ જણાવ્યું કે, તે જ્યારે જન્મી ત્યારે જ તેની માતા મૃત્યુ પામી હતી અને ત્યારબાદ પિતાએ બીજા લગ્ન કરી લીધા છે. પરંતુ કુટુંબીજનોના ત્રાસથી તે મહિલા પણ પિતાને છોડીને ચાલી ગઈ. ત્યારબાદ પિતાએ જ દીકરીની સાર-સંભાળ રાખીવ હતી. પરંતુ 4 વર્ષ પહેલાં દીકરીના પિતા પણ મૃત્યુ પામતા યુવતી એકલી ઘરમાં રહેતી હતી અને સરકારી સહાયથી 12 ધોરણ સુધીનું ભણતર પૂરું કર્યું હતું
સામે બોલશે તો તેને બીજે ક્યાક દુર પરણાવી દઇશું.
ત્યારબાદ આ યુવતીએ કુટુંબમાં પોતાના માટે સારું સગપણ શોધવા જણાવેલ પરંતુ કોઈએ ધ્યાન ન આપ્યું અને અંતે યુવતીએ જાતે જ છોકરો શોધીને લગ્ન કરી લીધાતા. તેના આ લગ્ન વિશેની ખબર પડતા યુવતીના દાદાએ તેને ખેતરમાં આવેલ એક ઘરમાં ગોંધી રાખી હતી અને જણાવ્યું કે, સામે બોલશે તો તેને બીજે ક્યાક દુર પરણાવી દઇશું. ઉલ્લેખનીય છે કે, યુવતીની આ વેદના સાંભળ્યા બાદ સગાને નહીં સોંપતા મહિલા હેલ્પલાઇનની ટીમે આશ્રય ગૃહને સોંપી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "આણંદની આ ઘટનાથી ચકચાર, પૌત્રીએ જાતે છોકરો શોધી લગ્ન કર્યાં તો દાદાને ન ગમ્યું, પછી કર્યું આવું ન કરવાનું કામ"
ટિપ્પણી પોસ્ટ કરો