પથ્થર ચીરી નાંખે એવી સંઘર્ષ ગાથા, મહેશ-નરેશની જોડી અ’વાદમાં બૂટપોલિશ કરી કચરો વીણતી, એઠા દાતણથી બનતી ચા
27 ઓક્ટોબર એ ગુજરાતીઓ માટે ખુબ દુખનો દિવસ હતો. કારણ કે મેગા સ્ટાર નરેશ કનોડિયા તે દિવસે સ્વર્ગે સીધાવ્યા. ત્ચારે દરેક લોકોમાં શોકનો માહોલ છે. ગુજરાતી ફિલ્મોના લાખો પ્રશંસકોના દિલ પર રાજ કરનાર ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર અભિનેતા નરેશ કનોડિયાનું કોરાનાથી નિધન એ દરેક લોકોને ભારે લાગ્યું છે. નરેશ-મહેશની જોડી ખંડિત થતા તેમના પ્રશંસકોથી લઇ દિગ્ગજ કલાકોરો અને દેશના પીએમ નરેન્દ્ર મોદી તથા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ બંધુ બેલડીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
ત્યારે નરેશ-મહેશના નિધનથી નરેશ કનોડિયાની મોટા ભાગની ફિલ્મોમાં તેમની સાથે કામ કરનારા અભિનેતા અને વિતેલા જમાનાનાં ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ વિલન ફિરોઝ ઇરાનીએ પણ દુ:ખ વ્યક્ત કરતા તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે યુએન મહેતા હોસ્પિટલમાં તેમને સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતો. ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાએ 77 વર્ષીય ઉંમરે અંતિમ શ્વાસ લેતા છેલ્લા 2 દિવસમાં ‘મહેશ-નરેશ’ બંધુ બેલડી ખંડિત થઈ છે. ત્યારે ગુજરાતી પ્રશંસકો આ બંધુ બેલડીને યાદ કરી શોકમગ્ન છે. પરંતુ તેની સંઘર્ષ ગાથા અને ફિલ્મમાં આપેલું યોગદાન હંમેશા માટે યાદ રાખવમાં આવશે.
ત્યારે આવો જાણીએ કે કેવી કેવી પરિસ્થિતિમાંથી આ બન્ને બંધુઓ પસાર થયા હતા. એક ઇન્ટરવ્યુમાં નરેશ કનોડીયાએ કહ્યુ હતું કે, અમે ભલે અલગ અલગ સમયે જન્મ્યા હોઇએ પણ અમે એકબીજાથી એટલા જોડાયેલા છીએ કે મહેશભાઇને શરદી થાય તો મને પણ થાય. એમનું ગળું ખરાબ થાય તો મારું પણ થાય. અમે ક્યારેય અલગ રહી જ ના શકીએ.
ત્યારે જોવા જઈએ તો નરેશ કનોડિયાએ ઈન્ટરવ્યુમાં કહ્યા મુજબ જ આજે વિદાય પણ લગભગ તેમના મોટાભાઈના નિધનના બીજા દિવસે થઈ છે. તેમજ એક અન્ય ઈન્ટરવ્યુમાં નરેશ કનોડિયાએ કહ્યું હતું કે, બાળપણમાં અમે ખુબ જ ગરીબ પરિસ્થિતિમાં જીવન જીવ્યા છીએ. હું અમદાવાદમાં બૂટપોલિશ કરતો હતો. માત્ર એટલું જ નહીં, ઘરે-ઘરે જઈ કચરો પણ વીણ્યો છે. રેલવેના પાટા અને પ્લેટફોર્મ પરથી પણ કચરો વીણ્યો છે. ત્યારબાદ નરેશ કનોડિયાએ જે વાત કરી હતી એ ખુબ ચોંકાવનારી છે. તેણે કહ્યું કે સવારે ઉઠીને લોકો જે દાતણ કરતા હોય અને જે દાતણમાંથી ઊલિયું બનાવતા એની ચીરીઓ વીણી લેતો અને પછી એને તડકામાં સૂકવતો અને એ ચૂલામાં નાખતા અને પછી ચા બનતી.
ઉલ્લેખનીય છે કે, સ્વ.નરેશ કનોડિયાનો પરિવાર તેમના નશ્વરદેહને યુએન મહેતા હોસ્પિટલ થી સીધા ગાંધીનગર સેક્ટર 30 ખાતે આવેલા સ્મશાનગૃહમાં લઈ જવામાં આવ્યો હતો. સ્મશાનગૃહમાં ચાહકો ચોધાર આંસુએ રડી રહ્યા હતા.
સાથે જ લોકોએ તેમના નશ્વરદેહ પર પુષ્પવર્ષા પણ કરી હતી. સબવાહીનીનો દરવાજો ખૂલતાં જ મહિલાઓનું હૈયાફાટ રુદન શરૂ થઈ ગયું હતું. ગાંધીનગર સ્મશાનગૃહમાં મોટી સંખ્યામા લોકો એકઠા થતા ત્યાના સિક્યુરિટી ગાર્ડે તમામને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે વિનંતી કરી હતી. હાલ સુપરસ્ટાર નરેશ કનોડિયા પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "પથ્થર ચીરી નાંખે એવી સંઘર્ષ ગાથા, મહેશ-નરેશની જોડી અ’વાદમાં બૂટપોલિશ કરી કચરો વીણતી, એઠા દાતણથી બનતી ચા"
ટિપ્પણી પોસ્ટ કરો