ફિલ્મો થઈ ફ્લોપ તો ફિટમાંથી ફેટ બની ગયા આ બોલીવુડ કલાકારો, તસવીરો જોઇને તમે પણ થઇ જશો છક
બોલીવુડમાં ક્યારે કોની કિસ્મત ચમકી જાય અને ક્યારે કોઈ સ્ટાર ફ્લોપ થઈ જાય એ કહેવું મુશ્કેલ છે. અહીંયા ચઢતા સૂરજને બધા સલામ કરે છે પણ જેના તારા બુલંદ ન હોય એને કોઈ યાદ નથી કરતું. બોલીવુડમાં અમુક અભિનેતા એવા પણ છે જેમને પોતાના સમયમાં સારી ફિલ્મો આપી પણ જ્યારે એમની ફિલ્મો ફ્લોપ થવા લાગી તો એમને કામ મળવાનું બંધ થઈ ગયું. એનું પરિણામ એ આવ્યું કે લોકો એમને ભૂલી ગયા અને એ કલાકારો પણ ફિટમાંથી ફેટ થઈ ગયા. હવે તમે એમને જોશો તો એમનું વધેલું શરીર જોઈને તમે પણ હેરાન થઈ જશો.
1) ફરદીન ખાન.
બોલીવુડમાં ક્યારેક ફરદીન ખાન ચોકલેટી હીરો તરીકે ઓળખાતા હતા, ત્યારે એ ખૂબ જ હેન્ડસમ હતા. લાખો છોકરીઓ એમના પર ફિદા હતી. ફરદીને પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 1998માં ફિલ્મ પ્રેમ અગનથી કરી હતી. એમની છેલ્લી ફિલ્મ વર્ષ 2010માં દુલ્હા મિલ ગયા આવી હતી. ફરદીનનું ફિલ્મી કરિયર કઈ ખાસ નથી રહ્યું કારણ કે એમની લગભગ દરેક ફિલ્મ ફ્લોપ થઈ જતી હતી. ફિલ્મોથી દૂર ગયા પછી ફરદીન ખાન ઘણા જાડા થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર એમના લેટેસ્ટ ફોટાનો મજાક પણ ઉડયો હતો.
2) ઉદય ચોપડા.
યશ રાજ ચોપડા જેવા મહાન ફિલ્મ મેકરના દીકરા ઉદય ચોપડા પોતાના એક્ટિંગ કરિયરમાં કઈ ખાસ કમાલ નથી કરી શક્યા. ઉદય ચોપડાએ વર્ષ 2000માં મહોબ્બતે ફિલ્મથી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન પણ હતા એટલે ફિલ્મ ચાલી ગઈ હતી, ઉદય ચોપડા ધૂમ સિરીઝમાં સ્પોર્ટિંગ એક્ટરના રૂપમાં પણ દેખાયા હતા, પણ ઉદય જ્યારે પણ કોઈ ફિલ્મમાં લીડ એકટર પ્લે કરે છે તો એ ફિલ્મ બોક્સ ઓફીસ પર ખરાબ રીતે પટકાઈ જાય છે. એવામાં ઉદયને ધીમે ધીમે કામ મળવાનું બંધ થઈ ગયું. હવે ઉદય ચોપડા પડદાની પાછળ કામ કરે છે. ફિલ્મો ન ચાલવાના કારણે ઉદય ચોપડા પડદા પર તો નથી જ દેખાતા પણ રિયલ લાઈફમાં હવે એ એટલા જાડા થઈ ગયા છે કે લોકો એમને ઓળખી નથી શકતા.
3) હરમન બાવેજા.
વર્ષ 2008માં ફિલ્મ લવ સ્ટોરી 2050થી પ્રિયંકા ચોપડા સાથે ડેબ્યુ કરનાર હરમન બાવેજા બોલીવુડમાં પોતાની ઓળખ ન બનાવી શક્યા.હરમનની પહેલી ફિલ્મના રિલીઝ સમયે લોકોને એવું લાગી રહ્યું હતું કે એ બોલિવુડના મોટા કલાકારોને ટક્કર આપશે પણ એવું થયું નહિ. હરમન પોતાના ફિલ્મી કરિયરમાં કઈ ખાસ કમાલ ન કરી શક્યા. હરમન બાવેજાએ વર્ષ 2009માં વ્હોટ્સ યોર રાશિ ફિલ્મ કરી હતી પણ એ ફિલ્મ પણ ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. હાલ હરમન બાવેજા એટલા જાડા થઈ ગયા છે કે એમને ઓળખવા મુશ્કેલ છે. ક્યારેક એકદમ ફિટ દેખાનારા હરમન બાવેજા હવે એકદમ ફેટ થઈ ગયા છે.
4) ચંદ્રચુડ સિંહ.
દર્શકોમાં એક ચોકલેટી બોય તરીકે જાણીતા ચંદ્રચુડ સિંહે ઘણી હિટ ફિલ્મો આપી, પણ આજે એ ગુમનામી ભરેલું જીવન જીવી રહ્યા છે. બોલીવુડની સૌથી સરસ ફિલ્મોમાંથી એક માચીસથી પોતાના કરિયરની શરૂઆત કરનાર એકટર ચંદ્રચુડ સિંહે ઘણી સારી ફિલ્મોમાં કામ કરીને પોતાની એક અલગ ઓળખ બનાવી હતી. ચંદ્રચુડ સિંહે તેરે મેરે સપને, માચીસ, ક્યાં કહેના, જોશ, દાગ: ધ ફાયર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે પણ આજે એ બોલિવુડમાંથી જાણે ગાયબ જ થઈ ગયા છે. ચંદ્રચુડ સિંહ વર્ષ 2017માં છેલ્લીવાર ફિલ્મ Yadvi – The Dignified Princess માં એમ મહારાજાના રોલમાં દેખાયા હતા. સૂત્રો અનુસાર વર્ષ 2000માં ચંદ્રચુડ સિંહ સાથે એક એવી ઘટના બની કે જેમાં એમના ખભા ખૂબ જ ખરાબ રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ જખમમાંથી બહાર આવતા એમને લગભગ 10 વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો જેના કારણે એમના ફિલ્મી કરિયર પર એક લાંબો બ્રેક લાગી ગયો. તમને જણાવી દઈએ કે ચંદ્રચુડ સિંહે ક્લાસિકલ મ્યુઝિક શીખેલું છે અને બોલીવુડમાં કરિયર બનાવતા પહેલા દુન યુનિવર્સિટીમાં મ્યુઝિક ટીચર હતા. ચંદ્રચુડ સિંહ હાલના દિવસોમાં ફિલ્મોમાં તો નથી દેખાતા પણ એ ખૂબ જ જાડા થઈ ગયા છે. ક્યારેક ફિટ અને હેન્ડસમ દેખાતા ચંદ્રચુડ સિંહ હવે ખૂબ જ જાડા થઈ ગયા છે.
5) મુકુલ દેવ.
મુકુલ દેવ સીરિયલ મુમકીનથી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. એ પછી એ “એક સે બઢકર એક”, “કહી દિયા જલે કહી જિયા”, “કહાની ઘર ઘર કી”, પ્યાર જિંદગી હે”, કભી પ્યાર કભી કભી યાર” જેવી સીરિયલમાં દેખાયા હતા. મુકુલ ફિયર ફેક્ટર ઇન્ડિયા સિઝન 1 જેવા રિયાલિટી શોને હોસ્ટ કર્યો છે. મુકુલ દેવને ફિલ્મોમાં પહેલો બ્રેક ફિલ્મ દસ્તકથી મળ્યો. એ પછી મુકુલે કિલા, વજૂદ, કોહરામ, મુજે મેરી બીવી સે બચાઓ જેવી ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હાલમાં જ મુકુલ યમલા પગલાં દીવાના, સન ઓફ સરદાર, જય હો, આર. રાજકુમાર વગેરે જેવી ફિલ્મોમાં પણ દેખાયા હતા. મુકુલ અત્યાર સુધી હિન્દી, પંજાબી, બંગાળી, કન્નડ અને તેલુગુ ભાષાઓની ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. એક્ટિંગનો આટલો અનુભવ હોવા છતાં અને આટલું બધું કામ કર્યું હોવા છતાં મુકુલ દેવ પોતાની ફિટનેસનું ધ્યાન ન રાખી શક્યા અને હવે એ ખૂબ જ જાડા થઈ ગયા છે.તમે હવે મુકુલ દેવને જોશો તો ઓળખી પણ નહીં શકો.
6) શાદાબ ખાન
રાની મુખર્જી સાથે ફિલ્મ રાજા કી આયેગી બારાતથી બોલીવુડમાં પોતાનું કરિયર શરૂ કરનાર શાદાબ ખાન ફિલ્મોમાં કોઈ ખાસ કમાલ ન કરી શક્યા અમજદ ખાનના દીકરા હોવા છતાં એમને બોલીવુડમાં સફળતા ન મળી. હવે તો એમનો લુક પનેટલો બદલાઈ ગયો છે કે એ પળ માટે તો દર્શક એમને ઓળખી જ નહીં શકે. ફ્લોપ ફિલ્મોએ શાદાબ ખાનને પણ ફિટમાંથી ફેટ બનાવી દીધા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "ફિલ્મો થઈ ફ્લોપ તો ફિટમાંથી ફેટ બની ગયા આ બોલીવુડ કલાકારો, તસવીરો જોઇને તમે પણ થઇ જશો છક"
ટિપ્પણી પોસ્ટ કરો