પાકિસ્તાનના કરાચીમાં થયો મોટો બોમ્બ ધમાકો, આટલા લોકોના મોત અને આટલા ઘાયલ, જાણો વધુમાં…

પાકિસ્તાનની હાલત અત્યારે સામાન્ય નથી. નવાઝ શરીફના જમાઈની ધરપકડ બાદ પાકિસ્તાનમાં ઠેર ઠેર હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પાકિસ્તાનમાં સેના અને સરકાર સામે લોકોનો ગુસ્સો ઉભરી આવ્યો છે.

image soucre

તેવામાં કરાચીમાં ગૃહ યુદ્ધની અફવા પણ સોશિયલ મીડિયામાં ઉઠી છે. ત્યારે કરાચીથી મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના કરાચીમાં મોટો બોમ્બ વિસ્ફોટ થયો છે. અને પ્રાથમિક જાણકારી અનુસાર આ બ્લાસ્ટમાં 3 લોકોનાં મોત અને 15 લોકોને ઈજા પહોંચી છે.

3 લોકોનાં મોત અને 15 લોકો ઈજાગ્રસ્ત

image soucre

માહિતી મળી રહી છે કે પાકિસ્તાનના કરાચીના ગુલશન-એ-ઈકબાલમાં મસકન ચૌરંગીમાં બે માળની ઈમારતમાં વિસ્ફોટ થયો હતો. જેમાં 3 લોકોનાં મોત અને 15 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સ્થાનિક મીડિયા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. બ્લાસ્ટને કારણે આસપાસની બિલ્ડીંગની બારીઓનાં કાચ પણ તૂટી ગયા હતા. હાલ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જે કે હજુ સુધી વિસ્ફોટનું કારણ જાણવા મળ્યું નથી. પણ સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર આ બોમ્બ બ્લાસ્ટ નહીં પણ સિલિન્ડર બ્લાસ્ટ લાગી રહ્યો છે.

સમગ્ર વિસ્તારને બંધ કરી દેવામાં આવ્યો

image soucre

તેઓએ માહિતી શેર કરતાં કહ્યું કે બોમ્બ સ્ક્વોડ પણ બ્લાસ્ટનું કારણ જાણવા માટે તપાસ માટે આવી રહી છે. હાલ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે. અને સમગ્ર વિસ્તારને બંધ કરી દેવામાં આવ્યો છે. ઘટનાને જોનારા સાક્ષીઓ કહ્યું કે, બ્લાસ્ટને કારણે આસપાસની બિલ્ડીંગમાં પણ બારીઓ તૂટતાંની સાથે અમુક વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત રોજ કરાચીના શીરિન જિન્ના કોલોનીની પાસે એક બસ ટર્મિનલના પ્રવેશદ્વાર પર બોમ્બ વિસ્ફોટ થતાં પાંચ લોકો ઘાયલ થયા હતા. પોલીસે કહ્યું કે, બસ ટર્મિનલના ગેટ પર IED લગાવાયો હતો.

ગઈકાલે પણ થયો હતો ધમાકો

image source

ગઈકાલની જો વાત કરવામાં આવે તો કરાચીમાં શિરીન જિન્નાહ કોલોની નજીક બસ ટર્મિનલના પ્રવેશદ્વાર પર બોમ્બ ફાટતાં પાંચ લોકો ઘાયલ થયા હતા. પોલીસ તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે તે આઇઇડી હતું, જે ટર્મિનલના ગેટ પર લગાવવામાં આવી હતી. બપોરે 3:30 વાગ્યે આઈઈડી મૂકવામાં આવ્યું હતું. આ વિસ્ફોટમાં પાંચ લોકો ઘાયલ થયા છે.

image soucre

ઉલ્લેખની છે કે પાકિસ્તાનની હાલત પહેલાંથી જ ખરાબ અને એવામાં પણ હવે અંદર રહેતા લોકો આવું કરવા લાગ્યા છે. આમ તો જ્યારે વિશ્વમાં ક્યાંય પણ બોમ્બ ધડાકો થાય તો પહેલાં પાકિસ્તાન ઉપર આંગળી ચિંધવામાં આવે છે. જ્યારે હવે પરિસ્થિતિ ઉલટી દેખાઈ રહી છે અને ખુદ પાકિસ્તાનમાં જ બોમ્બ ધમાકા થઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "પાકિસ્તાનના કરાચીમાં થયો મોટો બોમ્બ ધમાકો, આટલા લોકોના મોત અને આટલા ઘાયલ, જાણો વધુમાં…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel