જીવનમાં એક વખત અચૂક મુલાકાત લેવા જેવા છે ભારતના આ સ્થાનો, અનુભવ રહેશે યાદગાર

આપણે સૌ જાણીએ છીએ કે ભારત કે ખૂંબસુરત દેશ છે. અને અહીંના કુદરતી નજારાઓને રૂબરૂ નિહાળવા માટે દેશ વિદેશથી પર્યટકો આવતા હોય છે. ભારતમાં એવા અનેક સ્થાનો આવેલા છે જ્યાં જઈને તમે અલગ જ દુનિયામાં આવી ગયું હોય તેવો અહેસાસ થાય છે. અને ત્યાંની નૈસર્ગીક સુંદરતા જોઈને તમને ત્યાંથી પાછું ફરવાનું મન નહિ થાય. આવા એક બે નહિ પણ અનેક સ્થાનો છે જ્યાં હજારોની સંખ્યામાં પર્યટકોની ભીડ લાગેલી રહે છે. જો તમે પણ હરવા ફરવાના શોખીન હોય તો આ સ્થાનોને તમારે ટ્રાવેલ લિસ્ટમાં જરૂર શામેલ કરવા જોઈએ અને જીવનમાં કમસે કમ એક વખત તો આ સ્થાનોની મુલાકાત કરવી જ જોઈએ. ત્યારે આજના આ પ્રવાસ સંબંધી લેખમાં અમે આપને ભારતના અમુક આવા જ લાજવાબ ટ્રાવેલ ડેસ્ટિનેશન વિષે જનાવવવાના છીએ.

કાશ્મીર

image source

કાશ્મીર ભારતના સૌથી સુંદર અને રમણીય સ્થાનો પૈકી એક છે. કાશ્મીરની ખુબસુરતી એવી છે કે બસ જોયા જ કરીએ. જમ્મુ કાશ્મીરને તો ભારતનું ઘરેણું કહીએ તો પણ તેમાં અતિશયોક્તિ નહિ કહેવાય. અહીંના ડલ તળાવ અહીં આવનાર પર્યટકોનું મન મોહી લે છે. જો તમે ક્યારેય કાશ્મીર નથી ગયા તો તમારે એક વખત તો તેની મુલાકાત લેવી જ જોઈએ અને અહીંના નજારાઓ જોઈને તમને ત્યાંથી પાછું ફરવાનું મન પણ નથી થાય.

લદ્દાખ

image source

ઘણા ખરા લોકોની એવી ઈચ્છા હોય છે કે તેઓ બુલેટ મોટરસાઇકલ દ્વારા લદ્દાખની યાત્રા કરે. અહીં ઘણા પ્રવાસીઓ આ રીતે મોટરસાયકલ પર આવતા હોય છે. અહીંની પ્રકૃતિ ખુબસુરતી એવી છે કે તમે જોયા જ કરશો. લદ્દાખને પણ તમે તમારી ટ્રાવેલ લિસ્ટમાં શામેલ કરી શકો છો. અહીંનો ધક્કો તમને ધક્કો નહિ લાગે પરંતુ પૈસા વસુલ યાત્રા જ લાગશે. ખાસ કરીને અહીંની બરફથી ઢંકાયેલી પહાડીઓના દ્રશ્યો મનમોહક હોય છે.

કચ્છનું રણ

image source

આપણે ગુજરાતી છીએ એટલે આપણે તો કચ્છના રણ વિષે જાણીએ જ છીએ. પરંતુ જેઓ બહારના છે અને કચ્છમાં એકેય વખત ગયા નથી તેઓને જણાવી દઈએ કે કચ્છની ખુબસુરતી પણ જોરદાર છે. અહીં વર્ષે સેંકડો પર્યટકો આવતા હોય છે. તમે પણ આ સ્થાનને તમારા ટ્રાવેલ લિસ્ટમાં શામેલ કરી શકો છો. અને જો તમે ગુજરાતી હોય અને હજુ પણ તમે કચ્છ ન ગયા હોય તો તો ચોક્કસ તમારે એક વખત ત્યાં જવું જ જોઈએ.

અંદામાન નિકોબાર

image source

અંદામાન નિકોબાર એક ખુબસુરત અને શાનદાર ટ્રાવેલ ડેસ્ટિનેશન છે. અહીંના ટાપુઓની સુંદરતા પર્યટકોને પોતાની તરફ આકર્ષે છે. એ સિવાય પણ અહીંના અનેક પ્રાકૃતિક નજારાઓ પર્યટકો માટે પૈસા વસુલ યાત્રા બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "જીવનમાં એક વખત અચૂક મુલાકાત લેવા જેવા છે ભારતના આ સ્થાનો, અનુભવ રહેશે યાદગાર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel