આ છે વિશ્વનું સૌથી મોંઘુદાટ પર્સ, અંદરની તસવીરો જોઇને તમને પણ થઇ જશે પર્સ લેવાની ઇચ્છા

વિશ્વભરમાં અનેક જગ્યાઓએ સમયાંતરે વિવિધ ચીજવસ્તુઓની હરરાજી થતી રહેતી હોય છે. પરંતુ આ પૈકી અમુક હરરાજી એવી પણ થાય છે જેની ચર્ચાનો વિષય બની જાય છે. આવી જ એક હરરાજી વર્ષ 2018 માં લંડનમાં થઈ હતી.

પણ એ પહેલાં આપણે વાત કરીએ પર્સની. પર્સ એ માણસની જરૂરિયાતની વસ્તુ છે ભલે તે પછી મહિલા હોય કે પુરુષ. ત્યારે આજે આપણે એક અજબ ગજબ મહિલા પર્સની હરરાજીની વાત કરવાના છીએ.

image source

આ પર્સની હરરાજી દરમિયાન 1 કરોડ રૂપિયાથી પણ વધારાની બોલી લગાવવામાં આવી હતી. કિંમતની દ્રષ્ટિએ આ પર્સ એટલે કે બેગે એક નવો જ યુરોપીય રેકોર્ડ બનાવ્યો હતો.

image source

નોંધનીય છે કે વર્ષ 2008 માં હર્મેસ બર્કીનનાં એક બેગની છેલ્લી બોલી 217,144 ડોલર એટલે કે ભારતીય ચલણ પ્રમાણે 1 કરોડ 58 લાખ રૂપિયા લગાવવામાં આવી હતી. અમુક ખાસ વિશેષતાઓને કારણે આ બેગ એટલું મોંઘું બન્યું હતું. બેગમાં 18 કેરેટ વ્હાઇટ ગોલ્ડ ડાયમંડ જડવામાં આવેલો હોય એવો કિંમતી લોક હતો. 30 સેન્ટિમીટર લંબાઈ ધરાવતા આ બેગમાં વ્હાઇટ ગોલ્ડનો પણ ઉપયોગ કરાયો હતો.

image source

ઉલ્લેખનીય છે કે વર્ષ 1981 માં પહેલી વખત ફ્રાન્સના લકઝરી ફેશન હાઉસ હર્મેસમાં આ બેગને ડિઝાઇન કરવામાં આવ્યું હતું. આ બેગનું નામ બર્કીન પણ પ્રખ્યાત અભિનેત્રી અને ગાયિકા જેની બર્કીનના નામ પરથી રાખવામાં આવ્યું હતું. અને આ કારણે આ બેગને દુનિયાભરમાં નામના પણ મળી. જો કે આ પ્રથમ વખત નહોતું કે જયારે હર્મેસ બેગે સૌથી કિંમતી બેગનો રેકોર્ડ બનાવ્યો હોય.

image source

વર્ષ 2017 માં હર્મેસ કંપનીના બેગ હોંગકોંગમાં 3,80,000 ડોલરમાં વેંચાયું હતું. ક્રિસ્ટી નિલામીઘર મુજબ હર્મેસ બ્રાન્ડના આ પ્રકારના બેગ્સ નિર્વિવાદપણે મોંઘા બેગમાં જ ગણવામાં આવે છે. અને આ બ્રાન્ડના બેગ વાપરનારામાં મોટેભાગે વિશ્વભરની નામાંકિત સેલિબ્રિટીઓ હોય છે અને તેઓને જાહેરમાં પણ આ બેગ સાથે જોવામાં આવ્યા હોવાના દાખલા છે.

image source

તમને એ જાણીને ચોક્કસ નવાઈ લાગશે કે આ બેગનો શરૂઆતનો ભાવ પણ 6 લાખ રૂપિયા કરતા વધુ હતો પણ તેમ છતાં તેને ખરીદવા માટે ગ્રાહકે વેઇટિંગ લિસ્ટમાં નામ નોંધાવું પડે છે. એટલે કે આટલા મોંઘા બેગ ખરીદવાની હિંમત કર્યા બાદ ધીરજ ધરવાની કાબેલિયત પણ તમારામાં હોવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "આ છે વિશ્વનું સૌથી મોંઘુદાટ પર્સ, અંદરની તસવીરો જોઇને તમને પણ થઇ જશે પર્સ લેવાની ઇચ્છા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel