શરદ પૂનમે દૂધ પૌંઆ ખાવાની સાથે કરો ખાસ મંત્રજાપ અને ઉપાયો, નહીં પડે ધનની ખામી

આજના દિવસે શરદ પૂનમનો ખાસ તહેવાર ઉજવાઈ રહ્યો છે. આજે ચંદ્રને ભોગ ચઢાવીને દૂધ પૌઁઆ કે ખીર ખાવાનો રિવાજ છે. આસો સુદ પુનમ એટલે કે શરદ પૂર્ણિમા 30 ઓક્ટોબર, શુક્રવારનાં રોજ ઉજવાશે. વર્ષમાં દરેક માસે આવતી પૂનમે ચંદ્ર પૂર્ણ કળાએ ખીલી ઉઠે છે, પરંતુ શરદ પૂનમની રાત્રિનું સૌંદર્ય કંઇક અલગ જ હોય છે.આ દિવસે ચંદ્રની સાથે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ખાસ મંત્ર જાપ અને ઉપાયો પણ કરવામાં આવે છે. તો જાણો કયા મંત્ર અને ઉપાયોથી તમારી આર્થિક સ્થિતિ સુધરી શકે છે.

ચંદ્રની શિતળતામાં દૂધ પૌંઆ કેમ ખાવા જોઇએ?

image source

આ રાતે લોકો ચંદ્રની શિતળતામાં દૂધ પૌંઆ મૂકીને આરોગે છે. આ ઉપરાંત શરદ પૂર્ણિમા નિમિત્તે અનેક સ્થળોએ ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે. શરદ પૂર્ણિમાએ દૂધ-પૌંઆ આરોગવા પાછળ પણ આર્યુવેદિક મહત્વ છે. આસો સુદ પૂનમથી વર્ષા ઋતુની વિદાય અને શરદ ઋતુનું આગમન થાય છે. આયુર્વેદના મતે આવા સમયે દૂધ પૌંઆ આરોગવાથી શરીરમાંથી પીત્ત પ્રકોપનો નાશ થાય છે. ચંદ્રના કિરણો દૂધમાં ભળવાથી દમના દર્દીઓને ફાયદો થતો હોય છે.

જાણો કયા મંત્ર જાપથી મળશે વધુ સફળતા

image source

આ દિવસે ચંદ્રને પ્રસન્ન કરવાના પ્રયાસ કરવામાં આવે છે. કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત કરવી હોય અથવા મનને સ્થિર બનાવવું હોય. આ ચંદ્ર મંત્ર મનની શાંતિ અને શીતળતા સાથે અપાર ધન, ધાન્ય, સંપત્તિ અને ઐશ્વર્ય આપે છે. આ શરદ પૂનમની રાત્રે આ 5 વિશેષ મંત્રોથી ચંદ્ર દેવની કૃપા મળે છે.

– ॐ चं चंद्रमस्यै नम:

– दधिशंखतुषाराभं क्षीरोदार्णव सम्भवम ।

नमामि शशिनं सोमं शंभोर्मुकुट भूषणं ।।

– ॐ श्रां श्रीं श्रौं स: चन्द्रमसे नम:।।- ॐ ऐं क्लीं सोमाय नम:।

– ॐ भूर्भुव: स्व: अमृतांगाय विद्महे कलारूपाय धीमहि तन्नो सोमो प्रचोदयात्।

image source

આજે કરો આ ખાસ ઉપાયો

માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીને સફેદ રંગની કોડીઓ ખૂબ પ્રિય છે. શરદ પૂનમના દિવસે સાંજે માતા લક્ષ્મીની પૂજામાં કોડીઓ રાખો. ઓછામાં ઓછી 5 કોડીઓ પૂજા ઘરમાં રાખવાથી માતા પ્રસન્ન થાય છે. પૂજા પત્યા બાદ તેને લાલ કપડાંમાં પોટલી બનાવીને કબાટમાં રાખો. તેનાથી ઘરમાં રૂપિયા વધશે.

image source

માતા લક્ષ્મીની પૂજા કરો અને સફેદ મીઠાઈ કે કેસરની ખીરનો ભોગ ચઢાવો. સંધ્યા સમયે લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના પૂજન એક સાથે કરો. તેનાથી માતા લક્ષ્મીની સાથે શ્રી હરિની કૃપા પણ મળશે અને ઘરમાં સંપન્નતા વધશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "શરદ પૂનમે દૂધ પૌંઆ ખાવાની સાથે કરો ખાસ મંત્રજાપ અને ઉપાયો, નહીં પડે ધનની ખામી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel