કંપનીએ કર્યો મોટો ખુલાસો, હવે ભારતમાં કામ નહીં કરે પબજી મોબાઈલ, જાણો કંપનીને થયું કેટલું નુકસાન

PUBG મોબાઈલ અને PUBG મોબાઈલ લાઈટ 20 ઓક્ટોબરથી એટલે કે આજથી ભારતમાં કામ કરવાનું બંધ કરી દેશે. ગુરુવારે કંપનીએ ફેસબુક પર એક પોસ્ટમાં આ વિશે કહ્યું હતું. ભારતે એક મહિના પહેલાં 118 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો તેમાં આ પણ એક ગેમ હતી. ભારતમાં ગૂગલ પ્લે સ્ટોર અને એપ્પલ એપ સ્ટોરથી PUBG મોબાઈલ એપને હટાવી દેવામાં આવી છે. આ ગેમ એ યૂઝર્લના ફોનમાં એક્ટિવ હતી જેઓએ પહેલાં ઈન્સ્ટોલ કરી હતી.

image source

ભારત સરકારે આ એેપ્સને બંધ કરવાનું કારણ ચીનને લઈને સુરક્ષા ખતરાને ગણાવ્યા છે. આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે થોડા દિવસ પહેલાં PUBG મોબાઈલના ડેવલપર પબજી કોર્પે લિંક્ડઈન પર એક પોસ્ટમાં કહ્યું કે ભારતમાં બેટલ રોયલ સ્ટાઈવ ગેમ્સની ભારતમાં પરત આવવાની શક્યતા છે.

જાણો ફેસબુક પોસ્ટમાં શું કહેવાયું છે

image source

ફેસબુક પોસ્ટમાં કહ્યું છે કે આ અફસોસની વાત છે. તેની સાથે તેઓએ ભારતમાં પબજી મોબાઈલ અને પબજી મોબાઈલ લાઈટ ફેન્સને સમર્થન કરવા માટે આભાર માન્યો છે. કંપનીએ કહ્યું કે યુઝર્સના ડેટાની સુરક્ષા સતત પ્રાથમિકતા રહી છે, હંમેશા ભારતમાં લાગૂ ડેટા સુરક્ષા કાયદા અને રેગ્યુલેશન્સનું પાલન થયું છે. પ્રાઈવસી પોલીસીમાં કહેવાયું છે કે યૂઝર્લની ગેમ પ્લેની જાણકારીને પારદર્શી રીતે પ્રોસેસ કરાય છે. ટેસેંટ PUBG મોબાઈલના ડેવલપર પબજી કોર્પોરેશનના અધિકાર પરત કરી ચૂક્યા છે જે ક્રાફ્ટસ ગેમ યૂનિયન કંપની હતી.

ભારતમાં લગભગ 25 ટકા હતા PUBG યૂઝર્સ

image source

ભારતમાં પબજીના યૂઝર્સની સંથ્યા 25 ટકા હતી. પબજી મોબાઈલ અને મોબાઈલ લાઈટ પર પ્રતિબંધ એ સમયે આવ્યો જ્યારે ગેમિંગ પ્લેટફોર્મ પર મહામારીના કારણે યૂઝર્સ બેઝમાં વધારો જોવા મળી રહ્યો હતો. આ પ્રતિબંધ ભારતના રમત અને ગેમર્સના પ્રશંસકો માટે ઝટકો હતો જે પબજી મોબાઈલના યૂઝરબેઝનો 25 ટકા ભાગ છે.

કંપનીને થયું નુકસાન

image source

ભારતના આા એપ્સ પર પ્રતિબંધ લગાવવા માટે આવનારા દિવસે ચીનની આ ટેક કંપનીની માર્કેટ વેલ્યૂમાં 34 અરબ ડોલર એટલે કે લગભગ 2,48,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. PUBG ગેમિંગ એપની મદદથી ભારતમાંથી સૌથી વધારે કમાણી થતી હતી. રોદ આ ગેમના લગભગ 3 કરોડ એક્ટિવ યૂઝર્સ રહેચા. આ ગેમના સૌથી વધારે એક્ટિવ યૂઝર્સમાં ભારત ટોપ પર રહેતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Related Posts

0 Response to "કંપનીએ કર્યો મોટો ખુલાસો, હવે ભારતમાં કામ નહીં કરે પબજી મોબાઈલ, જાણો કંપનીને થયું કેટલું નુકસાન"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel