રાંચીમાં ફરિયાદ નોંધાયા પછી ધોનીની દીકરીને ધમકી આપનાર ઝડપાયો ગુજરાતમાંથી, જાણો કઇ જિલ્લામાંથી ઝડપી પાડ્યો

હાલમાં સમગ્ર ભારતમાં રેપના કિસ્સા વધી રહ્યા છે. આરોપી પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ત્યારે રેપની ધમકીઓ આપનારા પણ હપે વધી ગયા છે. હાલમાં જ ધોનીની દીકરી જીવા સાથે આવો મામલો બન્યો છે અને હવે તો આ આરોપીને પોલીસે સકંજામાં પણ લઈ લીધો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને તેમની પુત્રી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણીઓ કરનાર વ્યક્તિની ગુજરાતના કચ્છ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે.

આ સમગ્ર કેસમાં રાંચીમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પશ્ચિમ કચ્છ પોલીસે સગીર વયના શખ્સને ઝડપી લીધો છે. સોશિયલ મીડિયા પર ધોનીની દીકરી સાથે દુષ્કર્મની ધમકી આપનાર વિરૂદ્ધ રાંચીમાં ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ ગુજરાત પોલીસે કાર્યવાહી કરતા આ ધમકી આપનારા શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.

image source

કચ્છ પોલીસે જણાવ્યું હતું કે કોલકાતા નાઈટ રાઇડર્સ(KKR)સામે ચેન્નાઈ સુપર કિંગ્સના પરાજયથી આ શખ્સ ગિન્નાયો હતો. આ ઘટના બાદ તેણે મહેન્દ્રસિંહ ધોનીની પાંચ વર્ષની પુત્રી જીવા વિશે અભદ્ર ટિપ્પણી કરી. ગુજરાત પોલીસે સોશિયલ મીડિયા એક્ટ હેઠળ આ વ્યક્તિની ધરપકડ કરી છે અને ટૂંક સમયમાં તેને રાંચી પોલીસના હવાલે કરવામાં આવશે. આ સમગ્ર કેસ પછી એ વાત જાણીને ખૂબ આશ્ચર્ય થશે કે ધરપકડ કરાયેલ વ્યક્તિ સગીર છે અને 12 ધોરણમાં ભણે છે. તેની મુન્દ્રાના નામના કપાયા ગામથી ધરપકડ કરવામાં આવી છે.

image source

ઉલ્લેખનીય છે કે આ વખતે IPLમાં આ સીઝન MS ધોનીની કેપ્ટનશીપ વાળી ચેન્નઈ સુપરકિંગ્સનું પ્રદર્શન આ સીઝન થોડું ફીક્કુ દેખાઇ રહ્યું છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર ટ્રોલર્સે ધોનીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે આ વાત ત્યારે બગડી જ્યારે કેટલાક ખરાબ માનસિકતાના ટ્રોલર્સે ધોનીની 5 વર્ષની દીકરીને સોશિયલ મીડિયા પર રેપની ધમકી આપી દીધી હતી. ભારતીય ટીમના ઝડપી બોલર ઇરફાન પઠાણે આવી ખરાબ માનસિકતા વાળા લોકોને ફટકાર લગાવી હતી. સ્કોરબોર્ડની વાત કરીએ તો ધોનીની ટીમે આ સીઝનમાં 6 મેચ રમીને 2માં જ જીત મેળવી છે, જ્યારે 6માં તેમને હારનો સામનો કરવો પડ્યો છે.

image source

આ વખતે ધોનીની ટીમ આ ટૂર્નામેન્ટમાં ફેવરિટ માનવામાં આવી રહી હતી. જોકે તમામ જાણતા હતા કે હાર જીત રમતનો એક ભાગ છે. પરંતુ સોશિયલ મીડિયા પર જોઇએ તો કેટલાક ખરાબ માનસિકતા વાળા ટ્રોલર્સે ધોનીની સાથે તેમની પત્ની સાક્ષી ધોનીને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ગાળો આપતી પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું હતું.

image soucre

આ સમગ્ર મામલે એક્ટ્રેસ નગમાએ પણ ટ્વીટ કરીને પ્રધાનમંત્રી મોદીને સવાલ પૂછ્યો છે. તેણે ટ્વીટમાં લખ્યું કે, ‘એક દેશ તરીકે આપણે ક્યાં ઉભા છીએ? આ ખૂબ જ શરમજનક વાત છે કે IPLમાં KKR સામે ચેન્નાઈની હાર બાદ લોકોએ ધોનીની 5 વર્ષની દિકરી સાથે રેપ કરવાની ધમકી આપી છે. મિસ્ટર પ્રાઈમ મિનિસ્ટર આપણા દેશમાં આ શુ થઈ રહ્યું છે?’ આ સાથે જ નગમાએ ટ્વીટમાં હેશટેગમાં બેટી બચાવો-બેટી પઢાઓ લખ્યું હતું.

એ સિવાય આ મામલે પૂર્વ ભારતીય ઝડપી બોલર અને ક્રિકેટ કોમેન્ટેટર ઈરફાન પઠાણે પણ ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો છે. પઠાણે ટ્વીટ કરીને લખ્યું કે, ‘તમામ ખેલાડી પોતાની શ્રેષ્ઠ રમત રમી રહ્યા છે. ક્યારેક તે કામ ન પણ કરે, પરંતુ તેનાથી કોઈને એવો અધિકાર નથી મળતો કે તેના કોઈપણ નાના બાળકો વિશે આવી અભદ્ર ધમકી આપો.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "રાંચીમાં ફરિયાદ નોંધાયા પછી ધોનીની દીકરીને ધમકી આપનાર ઝડપાયો ગુજરાતમાંથી, જાણો કઇ જિલ્લામાંથી ઝડપી પાડ્યો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel