103 વર્ષની ઉંમરે આ વૃદ્ધે કર્યો પેરાશૂટ જમ્પ અને નોંધાવ્યો વર્લ્ડ રેકોર્ડ, સલામ છે તેમના જુસ્સાને

103 વર્ષની ઉંમરે આ વૃદ્ધે કર્યો પેરાશૂટ જમ્પ – નોંધાવ્યો વર્લ્ડ રેકોર્ડ – સલામ છે તેમના જુસ્સાને

આપણી આસપાસ એવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે તેમજ એવા ઘણા બધા લોકો રહેતા હોય છે જે આપણને સતત જીવનમાં આગળ વધતા રેહવાની પ્રેરણા આપતા રહે છે. આપણને હંમેશા એવું કહેવામાં આવે છે કે ચોક્કસ ઉંમરે કેટલાક કામ કરી જ લેવા જોઈએ સમય જતો રહે પછી તેનો કોઈ અર્થ નથી રહેતો.

image source

ઘણીવાર આપણે આપણા ભવિષ્યની ચિંતામાંને ચિંતામાં આપણા વર્તમાનને એન્જોય કરવાનું જ ભૂલી જઈએ છીએ. પણ કેટલાક એવા લોકો હોય છે જેઓ ઉંમર વધતી જાય તેમ તેમ સાહસી બનતા જાય છે તેમ તેમ તેઓ જીવનને ઓર વધારે માણવાના સતત પ્રયાસમા લાગેલા રહે છે. તેવા જ આ એક વૃદ્ધ છે. તેમણે 103 વર્ષની ઉંમરે પેરાશૂટ જંપ કર્યો છે.

તમે ઇન્ટરનેટ પર એવી ઘણી બધી વડિયો જોતા હશો જે તમને પ્રેરણા આપતી હશે. અને કેટલાક એવા પ્રેરણાત્મક લોકો પણ જોવા મળશે જે તમને યાદ અપાવશે કે ઉંમર તો માત્ર એક આંકડો જ છે, કારણ કે વધતી ઉંમર તમને કશું જ અચીવ કરવા માટે કે તમારી ઇચ્છા પુરી કરવા માટે ક્યારેય નથી રોકતી. આ 103 વર્ષના વૃદ્ધ તેનું જ એક ઉદાહરણ છે. તેમણે 103 વર્ષની ઉંમરે ટેન્ડેમ પેરાશૂટ જંપનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. અને સાબિત કર્યું છે કે ખરેખર ઉંમર એ માત્રને માત્ર એક આંકડો જ છે.

image soucre

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા આ પોસ્ટ તેમના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવી હતી. તેમણે આ ખાસ વ્યક્તિ અને તેમના ખાસ કારનામાને દર્શાવવા આ પોસ્ટ શેર કરી હતી. તેમણે પોતાના ટ્વીટ સાથે એક વડિયો પણ શેર કરી હતી. જેમાં એક 103 વર્ષના વૃદ્ધ આલફ્રેડ બ્લેશક પેરાશૂટ જંપ કરી રહ્યા છે.

image source

તેમણે આ સાથે જ સૌથી વૃદ્ધ માણસે ટેન્ડેમ પેરાશૂટ જંપ કરવાનો રેકોર્ડ તોડ્યો છે, બ્લેશેકે 14000 ફૂટની ઉંચાઈ પરથી 120 માઇલ દર કલાકની ઝડપે પેરાશૂટ જંપ કર્યો છે. તેમણે આ જંપ એક ઇસ્ટ્રક્ટર સાથે કર્યો છે.

image source

આ વૃદ્ધે આ પહેલાં 2017માં સ્કાઇ ડાઇવિંગનો પણ પ્રયાસ કર્યો હતો અને તે વખતે તેમનો 100મો જન્મદિવસ હતો, અને તેમણે પોતાની જાતને પ્રોમિસ કર્યું હતું કે તેઓ તેને ફરી વાર કરશે. 103 વર્ષીય વૃદ્ધે કહ્યું છે કે જ્યારે તેમના પૌત્ર કોલેજ ગ્રેજ્યુએટ થશે ત્યારે તેઓ ફરી પેરાશૂટ જંપ કરશે.

image source

આ વૃદ્ધની પેરાશૂટ જંપ કરતી વિડિયો લોકોને ખૂબ ગમી છે અને લોકો તેને ખૂબ શેર પણ કરી રહ્યા છે, અને તેના પર ખૂબ કમેન્ટ પણ કરી રહ્યા છે અને તેમના આ સાહસ માટે તેમને બીરદાવી પણ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "103 વર્ષની ઉંમરે આ વૃદ્ધે કર્યો પેરાશૂટ જમ્પ અને નોંધાવ્યો વર્લ્ડ રેકોર્ડ, સલામ છે તેમના જુસ્સાને"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel