ઓફીસમાં કામ કરવાનો મૂડ ન આવતો હોય અને સુસ્તી લાગતી હોય તો આ ઘરેલુ ઉપાય અજમાવો, સુસ્તી પળવારમાં થશે દૂર
આજની વ્યસ્તતા ભરી લાઈફમાં ઘમીવાર આપણને થાક અથતા સુસ્તી જેવું લાગતુ હોય છે. આપણને ઓફિસમાં કોઈ કામ કરવું પસંદ આવતું હોતુ નથી. જેના કારણે આપણો સ્વભાવ પણ ચીડીયો થઈ જાય છે.

આ દરમિયાન કંઇ પણ કર્યા વગર જ થાક અને સુસ્તી આપણને ઘેરી વળે છે, જેના કારણે આપણા દૈનિક કાર્યોમાં તેની નકારાત્મક અસર પડે છે. એવામાં આપણે મન લગાવીને કામ પતાવી શકતા નથી. એટલા માટે શરીરની સુસ્તી દૂર કરીને સ્ફૂર્તિ લાવવી ખૂબ જ જરૂરી બની જાય છે. તો આજે અમે તમને કેટલીક ટ્રીક્સ બતાવીશું જેનાથી તમારા શરીરમાં રહેલી સુસ્તી દૂર થશે.
વરિયાળી

સૌ પ્રથમ વાત કરીયાળીની. આ પેટના અનેક રોગોથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. વરિયાળીમાં વિવિધ વિટામિન એ, ઈ, સી ની સાથે જ વિટૅઅમિન બી સમુહના વિટામિન રહેલા હોય છે. આ કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણ રાખવામાં મદદ કરે છે. આંખોની રોશની પણ સારી રાખે છે. ગોળ અને વરિયાળી ખાવાથી માસિક ધર્મ નિયમિત હોય છે. વરિયાળી વિટામિન ‘સી’ થી ભરપૂર વરિયાળીમાં રોગ પ્રતિરોધક ક્ષમતા હોય છે વરિયાળીની. વરિયાળીને આપણે રસોડાના મસાલા અને માઉથ ફ્રેશનર તરીકે જાણીએ જ છીએ. પરંતુ તેમાં તેનાથી પણ વધારે ગુણ રહેલા છે. વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, આયર્ન અને પોટેશિયમ જેવા તત્ત્વ મળી આવે છે, જે તમારા શરીરની સુસ્તીને ભગાડવામાં મદદ કરે છે.
ગ્રીન ટી

વધારે કામ કરતી વખતે આપણે થાક અને તણાવ બંનેનો સામનો કરવો પડે છે. જો તમારી સાથે પણ એવું થાય છે તો તમારે આ દરમિયાન ગ્રી ટી પીવી જોઇએ. આ તમારા શરીરને ઊર્જા આપે જ છે. આ સાથે જ એકાગ્રતા વધારવામાં પણ મદદ કરે છે. ગ્રીન ટીમાં L-theanine નામનું અમીનો એસિડ હોય છે. આ એન્ઝાઇનટીને ઓછું કરવાનું કામ કરે છે મગજને શાંત કરીને સારી ઉંઘ લાવવામાં મદદ કરે છે. સૂઇને ઉઠ્યા પછી બોડીનો કૉલસ્ટ્રોલ અને શુગર લેવલ થોડા સમય માટે નેચરલી હાઇ થઇ જાય છે. જો આ વધી જાય તો સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઇ શકે છે. આ માટે રાત્રે જો ગ્રીન ટી પીવાનું શરૂ કરશો, તો કૉલસ્ટ્રોલ અને શુગર લેવલને કંટ્રોલ રાખવામાં મદદ મળશે.
દહીં
તેમાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ જેવા પરિબળ રહેલાં હોય છે, ઊર્જાનો અસરકારક સ્ત્રોત છે. જેના કારણે શરીરમાં ઊર્જાનું સમાગમ થાય છે. મલાઇ રહિત દહીંનું સેવન થાક અને સુસ્તીને દૂર ભગાડે છે. નિયમિત રીતે દહીં ખાવાથી રક્તનાં પ્રવાહમાં સુધારો થાય છે અને નબળાઈ દૂર થાય છે. દૂધ દહીંનું રૂપ લે છે, તેનાં શુગર એસિડમાં પરિવર્તિત થઈ જાય છે કે જે પાચનમાં મદદ કરે છે. દૈનિક જીવનમાં દહીંના ઉપયોગથી આપને આંત્ર રોગો અને પેટ સાથે જોડાયેલીબીમારીઓથી બચવામાં મદદ મળે છે. જો આપને પેટમાં ગરમી અનુભવાતી હોય, તો આપે ભાત સાથે દહીં ખાવુ જોઇએ. દહીં હાડકાઓને મજબૂત કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે તેમાં કૅલ્શિયનું ઉચ્ચ પ્રમાણ છે કે જે હાડકાઓનાં વિકાસમાં સહાયક છે.
ચૉકલેટ

ઘણીવાર અલગ-અલગ કારણોને કારણે આપણો મૂડ ખરાબ થઇ જાય છે અને મૂડ ઠીક ન હોવા પર કોઇ કામમાં મન નથી લાગતું. એવામાં આપણે ચૉકલેટ ખાવી જોઇએ. ચૉકલેટમાં રહેલ કોકો આપણા શરીરના મસલ્સને રિલેક્સ કરીને આપણને તાજગી આપે છે. એક રિસર્ચ મુજબ અઠવાડિયામાં બે થી ત્રણ વાર યોગ્ય માત્રામાં ડાર્ક ચોકલેટ આરોગવી જોઈએ. તે બ્લડપ્રેશર નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થાય છે. તેમાં રહેલું સેરોટિન એક પ્રાકૃતિક એન્ટિ ડિપ્રેશન્ટ છે, જે માનસિક તાણ ઓછી કરવામાં સહાયભૂત થાય છે અને મન પ્રફુલ્લિત રાખે છે. તેમાં રહેલી પોટેશિયમ, કોપર, મેગ્નેશિયમ, આયર્ન તેમજ થોયોબ્રોમિનની માત્રા દાંતના ઇનેમલ પડને મજબૂત બનાવે છે. અન્ય મીઠાઈઓની સરખામણીએ ડાર્ક ચોકલેટ દ્વારા દાંતમાં થતી કેવિટીનું જોખમ ઓછું હોય છે.
જ્યુસ

ફળો અને શાકભાજીઓ માણસને કુદરતે આપેલી ભેટ છે. તેના ભરપૂર લાભો હોવાથી દિવસમાં 2-3 વાર ફળો અને શાકભાજી ખાવાથી આરોગ્યના ઘણા ફાયદા થાય છે. આપણા શરીરને જરૂરી રોજિંદા વિટામીનો, મિનરલ્સ અને ફાઇબરનો ઘણો મોટો ભાગ તે પૂરો પાડે છે. ફળ અને શાકભાજીની દરેક દુકાનમાં વિવિધ પ્રકારના ફળો ઘણા પ્રમાણમાં મળી રહે છે જેમ કે ઓરેન્જ, સ્ટ્રોબરી, જામફળ, સીતાફળ, મેથી, પાલક, ગાજર, બીટ વગેરે. શરીરમાં પાણીની ઊણપ પણ સુસ્તીનું એક મુખ્ય કારણ છે. થોડાક-થોડાક સમયગાળા વચ્ચે પાણી અથવા જ્યુસ જેવા પીણાં પીતાં રહેવું જોઇએ.
ઑટ્સ

ઓટ્સ મતલબ કે જવના દલિયા અથવા ફાડા. જેમ ઘઉંના દલિયા કે ફાડા હોય છે તેમજ આજકાલ બજારમાં અલગ અલગ ઘણા પ્રકારના ઓટ્સ મળે છે. ઓટ્સનો પ્રકાર એક જ હોય છે, પરંતુ તેની ફ્લેવર અલગ અલગ હોય છે. ઓટ્સ આરોગ્ય માટે ખુબ જ સારા માનવામાં આવે છે, ઑટ્સમાં સારા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ અને ગ્લાઇકોજન હોય છે, જે ખાધા બાદ શરીરમાં જમા થઇ જાય છે. અને દિવસભર આપણા શરીરને ધીમે-ધીમે ઊર્જા આપતું રહે છે. ઓટ્સના ચોકરમાં પર્યાપ્ત માત્રામાં ફાઇબર હોય છે, જે જલ્દી પેટ ભરવાની સાથે સાથે તમારા શરીરમાં ઉર્જાનો સંચાર કરે છે અને તે વજન ઘટાડવામાં ખુબ જ લાભ આપે છે.
0 Response to "ઓફીસમાં કામ કરવાનો મૂડ ન આવતો હોય અને સુસ્તી લાગતી હોય તો આ ઘરેલુ ઉપાય અજમાવો, સુસ્તી પળવારમાં થશે દૂર"
ટિપ્પણી પોસ્ટ કરો