ધન્ય છે આ દાદીને, 79 વર્ષની વયે શરૂ કર્યો ચાના મસાલાનો બિઝનેસ, એવો જામ્યો કે આજે રોજના મળે છે આટલા ઓર્ડર
આજે વાત કરવી છે એક 79 વર્ષના કોકિલા બહેનની કે જેણે આ ઉંમરમાં પણ બિઝનેસ કરીને બધા લોકોને પ્રેરણા આપી છે. તેમના વિચારો ગજબ છે. તેણે એક બિઝનેસની શરૂઆત કરી અને પછી કઈ રીતે તેને આગળ ધપાવ્યો તેના વિશે વિગતવાર વાત કરવી છે. તો આવો જાણીએ. કોકિલાબેન કહે છે કે હું અમદાવાદની રહેવાસી છું. લગ્ન પછી મુંબઈમાં વસી. ગુજરાતી ફેમિલીમાં ચાનો મસાલો નાખવામાં આવે જ. અમારા ઘરે તો પેઢીઓથી ચાનો મસાલો બનાવાય છે. મુંબઈ આવ્યા પછી હું અહીં પણ મસાલા બનાવતી રહેતી. અમે ઘણા રિલેટિવ, ફેમિલી ફ્રે્ડ્સને ફ્રીમાં મસાલા આપતા રહેતા. કેટલાક લોકો તો મસાલો લેવા જ આવતા હતા. 79 વર્ષનાં છે કોકિલા પારેખ. મુંબઈના સાંતાક્રુઝ-વેસ્ટમાં રહે છે.

કોકિલા બહેન વર્ષોથી ઘરે આવેલા મહેમાનોને પોતાની સ્પેશિયલ ચા પિવડાવતા રહ્યાં છે. જેઓ ચા પીએ તેઓ એ જ પૂછે કે આખરે આમાં શું નાખ્યું છે. લોકડાઉનમાં પુત્ર, પુત્રવધૂ ઘરે જ હતા તો પ્લાન કર્યો કે કેમ માતાના હાથનો ટેસ્ટ સમગ્ર દુનિયા સુધી પહોંચાડવામાં ન આવે. આ રીતે ઘરેથી જ શરૂ થઈ ગયો ચાના મસાલા વેચવાનો બિઝનેસ. હાલત એ થઈ જે મહિનામાં જ દિવસના 700થી 800 ઓર્ડર મળવા લાગ્યા અને ધંધો બરાબરનો જામી ગયો. કોકિલા બહેન કહે છે કે, લોકડાઉનમાં પુત્ર તુષાર ઘરેથી જ કામ કરી રહ્યો હતો. .

એવામાં એક દિવસ વાતવાતમાં જ એ વાત નીકળી કે આ ચાના મસાલાને કમર્શિયલ કેમ ન કરવામાં આવે. પુત્ર અને પુત્રવધૂ પ્રીતિએ પેકેજિંગ, ડિઝાઈનિંગ અને વેન્ડર સુધી મસાલા પહોંચાડવાની જવાબદારી લીધી. મારે માત્ર સારો મસાલો તૈયાર કરાવવાનો હતો. અમે વિચાર્યું કે કોશિશ કરવામાં શું ખોટું છે. અમે સપ્ટેમ્બરમાં આ બધું પ્લાન કર્યું અને ઓક્ટોબરના પ્રથમ વીકમાં વધુ ક્વોન્ટિટીમાં મસાલો તૈયાર કર્યો. પુત્રવધૂ અને પુત્રએ વ્હોટ્સએપ ગ્રુપમાં મસાલા વિશે પોસ્ટ મૂકી. જે લોકો અગાઉથી લઈ જતા હતા તેમને પણ જણાવ્યું હતું કે અમે કમર્શિયલ પ્રોડક્શન શરૂ કર્યું છે. આપ ઈચ્છો તો ઓર્ડર કરી શકો છો.

બન્યું એવું કે જેવી જ પોસ્ટ કરી અને અમને ખુબ સારો રિસ્પોન્સ મળ્યો. સપ્ટેમ્બરના અંત સુધીમાં દરરોજના 250 ઓર્ડર સુધી પહોંચી ગયા હતા. ક્યાંય પ્રમોશન ન કર્યું, ન જાહેરાત આપી. બસ, વ્હોટ્સએપ ગ્રુપ અને ફેમિલી ફ્રેન્ડ્સ સુધી મેસેજ ફોરવર્ડ કર્યા હતા અને એમાંથી અમારો ધંધો જામવા લાગ્યા. આગળ કોકિલા બહેન જણાવે છે કે, માઉથ પબ્લિસિટીથી જ મુંબઈની સાથે જ ગુડગાંવ, દિલ્હી, અમદાવાદથી પણ ઓર્ડર મળવા લાગ્યા. જ્યારે ઓર્ડર વધે તો એક હેલ્પર રાખ્યો, પરંતુ મસાલાની મિક્સિંગનું કામ હજુ પણ હું જ કરું છું.

કોકિલા કહે છે કે પ્રોડક્શનનું બધું કામ પુત્રવધૂએ સંભાળી લીધું અને પુત્ર ઓર્ડર સાથે સંકળાયેલાં કામ સંભાળવા લાગ્યો. હવે દિવસના 700થી 800 ઓર્ડર મળી રહ્યા છે. અમે કુરિયર દ્વારા સીધા ઘર સુધી મસાલા પહોંચાડી રહ્યા છે. આ મસાલાથી ટેસ્ટ તો વધે જ છે, સાથે જ આ ઈમ્યુનિટી અને ડાઈઝેશનને પણ ઈમ્પ્રુવ કરે છે.

આ સમગ્ર બિઝનેસ અંગે પુત્રવધૂ પ્રીતિ કહે છે- માતાને જ્યારે અમે કહ્યું કે મસાલા કમર્શિયલ લોન્ચ કરવા છે તો તેઓ ખૂબ ખુશ થયાં. તેઓ એ વાતથી ખુશ હતાં કે તેમના મસાલા દેશભરમાં જશે. કમર્શિયલ લોન્ચિંગના પહેલાં અમે પેકેજિંગ અને લોગો પર ઘણું કામ કર્યું. પેકિંગ માટે એરટાઈટ પેકેટ પસંદ કર્યું, જેથી મસાલા ખરાબ ન થાય અને સુગંધ ન જાય. તેમણે આગળ વાત કરી કે. શરૂઆતમાં રેગ્યુલર મિક્સર ગ્રાઈન્ડર જ ઉપયોગ કરી રહ્યા હતા, જ્યારે પ્રોડક્શન વધ્યું તો કમર્શિયલ મિક્સિંગ યુનિટ ખરીદી લીધું. અમે કેટી ચાય મસાલા નામથી પોતાની કંપની રજિસ્ટર્ડ કરાવી લીધી છે. હજુ કામ ઘરેથી જ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં જ એક નાનું કમર્શિયલ યુનિટ શરૂ કરીશું.
0 Response to "ધન્ય છે આ દાદીને, 79 વર્ષની વયે શરૂ કર્યો ચાના મસાલાનો બિઝનેસ, એવો જામ્યો કે આજે રોજના મળે છે આટલા ઓર્ડર"
ટિપ્પણી પોસ્ટ કરો