શું તમને છે સેલ્ફી લેવાનો શોખ? તો વાંચી લો સેલ્ફીના આ રોચક ઇતિહાસ વિશે

આજના સમયમાં સેલ્ફી ફોટોગ્રાફીનો ક્રેઝ બધે જોવા મળે છે. કોઈપણ પીકનીક સ્થળે કે ફરવાના સ્થળે તમને સેલ્ફી પાળતા પર્યટકો જોવા મળશે ને મળશે જ. એટલું જ નહિ કે માત્ર નવયુવાનો જ સેલ્ફીના શોખીન હોય આજકાલ તો નાના નાના બાળકો પણ સેલ્ફી ફોટા પાડવા અધીરા હોય છે. વળી, આધુનિક યુગમાં ગ્રાહકોનો શોખ પારખી મોબાઈલ કંપનીઓ પણ પોતાના મોબાઈલમાં સેલ્ફી કેમેરા વધુને વધુ સારા બનાવતી જાય છે અને લોકો પણ પોતાની સેલ્ફી તસવીરો વધુ સ્પષ્ટ અને ગુણવત્તા સભર આવે તેના માટે લખલૂટ ખર્ચ કરતા પણ અચકાતા નથી. પરંતુ શું તમે ક્યારેય સેલ્ફીના ઇતિહાસ વિષે સાંભળ્યું છે કે વાંચ્યું છે ? નહિ ને ? તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વની સૌથી પહેલી સેલ્ફી આજથી દોઢ સદી પહેલા ખેંચવામાં આવી હતી.

image source

વિશ્વની સૌ પ્રથમ સેલ્ફી વર્ષ 1850 માં લેવામાં આવી હતી. જો કે આ સેલ્ફી આજના સમયની સેલ્ફી જેવી ચમકદાર નહોતી પરંતુ એક સેલ્ફ પોટ્રેટ હતું. આ સેલ્ફી સ્વીડિશ આર્ટ ફોટોગ્રાફર ઓસ્કર ગુસ્તેવ રેજલેંડરની હતી. નોંધનીય છે કે આ સેલ્ફ પોટ્રેટને ઉત્તરી યોર્કશાયરના મૉર્ફએટ્સ ઓફ હેરોગેટએ 70000 પાઉન્ડ એટલે કે લગભગ 66.5 લાખ રૂપિયામાં નીલામ કરી હતી.

એક દાવો આવો પણ છે

image source

તમને જાણીને ફરી નવાઈ લાગશે કે એક દાવો એવો પણ કરવામાં આવ્યો હતો કે વિશ્વની સૌ પ્રથમ સેલ્ફી વર્ષ 1839 માં ખેંચવામાં આવી હતી. અમેરિકન ફોટોગ્રાફર રોબર્ટ કોર્નેલિયસએ આ સેલ્ફી ખેંચી હતી. તેને પોતાના કેમેરા વડે જ પોતાનો ફોટો પાડવાની કોશિશ કરી હતી.

શું છે સેલ્ફી શબ્દ ?

image source

સામાન્ય રીતે મોબાઈલ ફોન દ્વારા પોતાની જ તસ્વીર ખેંચવાને સેલ્ફી તસ્વીર કહેવામાં આવે છે. પરંતુ આ શબ્દનું પ્રચલન છેલ્લા અમુક વર્ષોથી ખુબ વધ્યું છે. પહેલી વખત સેલ્ફી શબ્દનો ઉપયોગ ઓસ્ટ્રેલિયાઈ વેબસાઈટ ફોર્મ એબીસી ઓનલાઈને 13 સપ્ટેમ્બર 2002 માં કર્યો હતો. ટાઈમ મેગેઝીને વર્ષ 2012 માં 10 મૂળ શબ્દોમાં સેલ્ફી શબ્દને સ્થાન આપ્યું હતું. ઓક્સફોર્ડ યુનિવર્સીટીના શબ્દકોશમાં સેલ્ફી શબ્દને વર્ષ 2013 માં વર્ડ ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો હતો.

image source

સેલ્ફી લેવાની ધમાકેદાર શરૂઆત વર્ષ 2011 માં શરુ થઇ હોવાનું મનાય છે જયારે એક મકાઉ પ્રજાતિના વાંદરાએ ઇન્ડોનેશિયાના બ્રિટિશ વન્યજીવ ફોટોગ્રાફર ડેવિડ સ્લાટરના કેમેરાનું બટન દબાવી સેલ્ફી ક્લિક કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "શું તમને છે સેલ્ફી લેવાનો શોખ? તો વાંચી લો સેલ્ફીના આ રોચક ઇતિહાસ વિશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel