કોરોના સામે લડવામાં રિલાયન્સ આવ્યું મેદાને, બનાવી RT-PCR કીટ, માત્ર આટલા સમયમાં આપી દેશે કોરોનાનો રિપોર્ટ

સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોનાની રસી અને તેના ટેસ્ટ માટે કીટને લઈને સંશોધન કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ દેશમાં તેને લઈને પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. જેમા રિલાયન્સ લાઇફ સાયન્સ કંપનીએ કોરોના વાયરસને લગતી મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કંપનીએ એવી આરટી-પીસીઆર કીટ વિકસાવી છે, જે ટેસ્ટનું પરિણામ 2 કલાકમાં આપશે. આ પ્રયોગશાળામાં વાસ્તવિક સમયમાં કોઈપણ વિષાણુના ડીએનએ અને આરએનએમાં નકલ કરવાની તપાસ કરે છે અને સાર્સ કોવ-2માં રહેલા ન્યૂક્લિક અમ્લની ઓળખ કરે છે. ન્યૂક્લિક અમ્લ દરેક જ્ઞાત જિવિત વસ્તુમાં જોવા મળે છે.

અન્ય પરિક્ષણમાં પરિણામ આવતા લાગે છે 24 કલાક

image source

આ કિટને મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવે છે કારણ કે આરટી-પીસીઆર પરીક્ષણના પરિણામો આવવામાં 24 કલાક લાગે છે. આવી સ્થિતિમાં, જો સૂત્રોની વાત માનીએ તો, અબજોપતિ મુકેશ અંબાણી દ્વારા સંચાલિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની રિલાયન્સ લાઇફ સાયન્સિસના કમ્પ્યૂટેશનલ બાયોલોજીસ્ટિસે ભારતમાં SARS-CoV-2 ના 100 થી વધુ જીનોમનું વિશ્લેષણ કર્યું છે અને ક્વોન્ટેટિવ રીઅલ-ટાઇમ પીસીઆર વિકસિત કરવા માટે RT-PCR કિટને ડિઝાઈન કરી લીધી છે.

image source

સૂત્રએ કહ્યું કે આ કિટ સાર્સ કોવ-2ના ઇ-જીન, આર-જીન, આરડીઆરપી જીનની ઉપસ્થિતિને પકડી શકે છે. આઈસીએમઆરની તપાસ પ્રમાણે આ કિટ 98.7 ટકા સંવેદનશીલતા અને 98.8 ટકા વિશેષજ્ઞા બતાવે છે. તેમણે કહ્યું કે આ કંપનીમાં કામ કરનાર ભારતીય શોધ વૈજ્ઞાનિકોએ તૈયાર કરી છે. આ તપાસના પરિણામ આવવામાં અંદાજિત સમય બે કલાક છે.

28 નિષ્ણાતોએ સર્વે કર્યો

કોરોના વારયસ માટે રસી 2021મા ઉનાળા પહેલાં આવવાની સંભાવના ઓછી છે.

image source

કોરોના વાયરસ વૈશ્વિક રોગચાળાની રસી વિકસાવવાનું કામ કરી રહેલા નિષ્ણાતો કહે છે કે કોવિડ -19 માટે અસરકારક રસીઓ 2021 માં ઉનાળાની સીઝન પહેલા લોકોને ઉપલબ્ધ થાય તેવી સંભાવના નથી. કેનેડાની મેકગિલ યુનિવર્સિટીના સંશોધકોએ રસી વિકસાવવા માટે કામ કરતા 28 નિષ્ણાતોનો સર્વે કર્યો હતો. આ સર્વેમાં સમાવિષ્ટ નિષ્ણાતો મોટે ભાગે કેનેડિયન અથવા અમેરિકન વૈજ્ઞાનિકો છે, જે છેલ્લા 25 વર્ષથી સરેરાશ આ ક્ષેત્રમાં કાર્યરત છે.

સામાન્ય લોકો માટે આવતા વર્ષે ઉનાળામાં રસી વિકસાવવી શ્રેષ્ઠ

image source

મેકગિલ યુનિવર્સિટીના પ્રોફેસર જોનાથન કિમ્મેલમેને કહ્યું હતું કે, “અમારા સર્વેક્ષણમાં નિષ્ણાંતોએ રસી બનાવવાને લઈને જે અંદાજો વ્યક્ત કર્યા છે, જે યુ.એસ. સરકારી અધિકારીઓ દ્વારા 2021 ની શરૂઆતમાં આપવામાં આવેલી મુદત કરતા ઓછા આશાવાદી છે.”

image source

કિમ્મેલમેને કહ્યુ છેકે, વૈજ્ઞાનિકોનું માનવું છેકે, સામાન્ય લોકો માટે આવતા વર્ષે ઉનાળામાં રસી વિકસાવવી શ્રેષ્ઠ રહેશે, પરંતુ તેને આવવામાં 2022 સુધીનો સમય લાગી શકે છે. આ અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે સર્વેક્ષણમાં સામેલ એક તૃત્યાંશ વૈજ્ઞાનિકો માને છે કે જે રસી વિકસિત કરવામાં આવશે તેને બે મોટા આંચકા લાગી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "કોરોના સામે લડવામાં રિલાયન્સ આવ્યું મેદાને, બનાવી RT-PCR કીટ, માત્ર આટલા સમયમાં આપી દેશે કોરોનાનો રિપોર્ટ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel