ધકધક ગર્લ માધુરીએ પતિ રામને આ ખાસ અંદાજમાં કર્યો રોમેન્ટિક મેસેજ, જે વાંચીને તમે પણ થઇ જશો ખુશ-ખુશ
ધકધક ગર્લના નામથી જાણીતી માધુરી દિક્ષિતના કરોડો ફેન્સ છે. અને જ્યારે તેમના લગ્નની વાત શાંભળીને ઘણા ફેન્સને ઝટકો પણ લાગ્યો હતો. આજે તેમના લગ્નને 21 વર્ષ થઈ ગયા છે. તેમની આ વર્ષગાઠ પર માધુરીએ પોતાના પતિ ડૉ. રામ નેને માટે ખાસ અંદાજમાં વિશ કર્યુ છે. માધુરીએ તેની અને રામની ખાસ તસ્વીર શેર કરતા પ્રેમભર્યો મેસેજ પણ લખ્યો છે. તેણે લખ્યુ છે કે, મારા સપનાના ખાસ વ્યક્તિ સાથે રોમાન્સ ભરેલુ વધુ એક વર્ષ શરૂ થવા જઈ રહ્યુ છે. અમે બંને એકબીજાથી ઘણા અલગ છીએ, તેમ છતાં હું મારી લાઈફમાં તમને મેળવીને ઘણી ખુશ છું. રામ લગ્નની વર્ષગાંઠ મુબારક. આપને જણાવી દઈએ કે, રામ અને માધુરીના લગ્નની આ 21મી વર્ષગાંઠ છે. અને તેની મેરેજ લાઈફને સારી રીતે એન્જોય કરી રહી છે.
માધુરીએ 1999માં લ્ગ્ન કર્યા હતા
માધુરીની આ પોસ્ટ પર સામાન્ય લોકોથી લઈને ખાસ સ્ટાર્સ અને સેલેબ્સ પર સારામાં સારી પ્રતિક્રિયા આપી રહ્યા છે. અનિલ કપૂર, રિતેશ દેશમુખે પણ કમેન્ટ કરી છે. માધુરીની સાથે સાથે તેની પતિ રામે પણ એક પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યુ છે કે, 21 વર્ષ પહેલા લગ્નના બંધનમાં બંધાયા અને અમારા સફરની શરૂઆત થઈ. તારી સાથે વિતાવેલી દરેક ક્ષણ અદભૂત છે ને રોમાચિત છે. 21મી વર્ષગાંઠની શુભકામના. જણાવી દઈએ કે, માધુરી દીક્ષિત અને રામ નેનેએ 1999માં લ્ગ્ન કર્યા હતા અને તેમને બે દિકરા પણ છે એક રયાન અને બીજો આરિન.
25 વર્ષની ઉંમરે સુનીલ ગાવસ્કર સપના જોતી હતી માધુરી
માધુરી કોઇ ફિલ્મ સ્ટારની નહીં પરંતુ સ્ટાર ક્રિકેટર સુનીલ ગાવસ્કરની દીવાની હતી. બોલિવૂડની ધક-ધક ગર્લે એક ઇન્ટરવ્યૂમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. માધુરીએ જણાવ્યું હતું કે, તેને સુનીલ ગાવસ્કર બહુ પસંદ હતા. આટલું જ નહીં, સુનીલ ગાવસ્કર તેના સપનામાં પણ આવતાં હતાં. આ તે સમયની વાત છે જ્યારે માધુરીનું કરિયર ટોપ પર હતું.
હું સુનીલ ગાવસ્કર માટે પાગલ છું
તે સમયે માધુરી 25 વર્ષની હતી. માધુરીના દિલમાં તેમના માટે ખાસ જગ્યા હતી. માધુરીએ ઇન્ડિયા ટુડેને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું સુનીલ ગાવસ્કર માટે પાગલ છું. હું તેમની પાછળ દોડવા માંગું છું. તે મારા સપનામાં પણ આવી ચૂક્યા છે. મેં તેમને ભારત માટે રમતાં જોયા છે અને હું તેમને ખૂબ જ પસંદ કરું છું.
ગાવસ્કર દુનિયાના મહાન ઓપનિંગ બેસ્ટમેનમાંથી એક છે
જોકે, ગાવસ્કર માટે માધુરીનો પ્રેમ કોઇ ચોંકાવનારી વાત નથી. તે દુનિયાના મહાન ઓપનિંગ બેસ્ટમેનમાંથી એક છે. તેમણે અનેક રેકોર્ડ બનાવ્યા છે. તેઓ નવી પેઢી માટે એક પ્રેરણા છે. માધુરીની જેમ જ સની લિયોનને મહેન્દ્ર સિંહ ધોની પસંદ છે. સની, ધોનીને એક ફેમિલી મેનવાળી છબીમાં પસંદ કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "ધકધક ગર્લ માધુરીએ પતિ રામને આ ખાસ અંદાજમાં કર્યો રોમેન્ટિક મેસેજ, જે વાંચીને તમે પણ થઇ જશો ખુશ-ખુશ"
ટિપ્પણી પોસ્ટ કરો