બે મહિના બાદ સંજય દત્ત કેન્સર ફ્રી, ફેફસાંનું ચોથા સ્ટેજનું કેન્સર હોવાની વાત આવી હતી સામે

સંજય દત્ત કે જેની કેન્સરની સારવાર ચાલી રહી હતી તેને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જાણવા મળ્યાનુસાર 2 મહિનાની સારવાર બાદ સંજય દત્ત કેન્સર મુક્ત થયો છે. આ વાતની સત્તાવાર જાહેરાત ટુંક સમયમાં દત્ત પરીવાર કરી શકે છે. સંજય દત્તે કોકિલાબેન હોસ્પિટલમાં પેટ ટેસ્ટ કરાવ્યો હતો. કેન્સર માટે આ ટેસ્ટને સૌથી ઓથેન્ટિક માનવામાં આવે છે. સંજય દત્તના નજીકના મિત્ર રાજ બંસલે આ વાત જણાવી હતી.

હાલમાં સંજય દત્ત હેર સ્ટાઈલિસ્ટ અલીમ હાકીમના સલૂનમાં ગયો હતો. અહીંથી તેણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે પહેલીવાર તેની બીમારી એટલે કે કેન્સર અંગે સ્પષ્ટતા કરી હતી. તેણે અહીંથી શેર કરેલા વીડિયોમાં કહ્યું હતું કે, “હાઇ, હું સંજય દત્ત છું. સલૂનમાં આવવાનું ગમ્યું. નવી હેરકટ કરાવી છે. હું કેન્સરમાંથી ટૂંક સમયમાં બહાર આવીશ.

image source

અલીમ અને હું લાંબા સમયથી સાથે છીએ. તેના પિતા મારા પિતાના વાળ કાપતા હતા. હાકીમસાબ ‘રોકી’માં સ્ટાઈલિસ્ટ હતા અને પછી અલીમે મારા વાળ કાપવાની શરૂઆત કરી હતી. હું તેનો ગીની પિગ છું. અલીમ હંમેશાં મારા વાળ પર પ્રયોગો કરતો રહેતો હોય છે. ‘KGF ચેપ્ટર 2’માં મારો લૂક દાઢીવાળો હશે. હું નવેમ્બરમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશ.”

આ વીડિયો પહેલા સંજય દત્તની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેમાં સંજય દત્ત ઘણો જ વીક દેખાયો હતો. આ તસવીરના કારણે એવી ચર્ચા થવા લાગી હતી કે કિમોથેરપીને કારણે વજન ઘટી ગયું છે. જોકે સાચી વાત અલગ જ છે. તેના વજનમાં માત્ર પાંચ કિલોનો ઘટાડો થયો છે. તેણે કિમોથેરાપીને બદલે ઈમ્યુનોથેરપી કરાવી હતી. આ એક નવી ટેક્નિક છે. આ ટેક્નિકમાં પ્રતિરક્ષક કોષ, કેન્સરના મેલિનેન્ટ કોષ સામે લડવામાં મદદ કરે છે.

image source

સંજય દત્ત ગત આઠ ઓગસ્ટના રોજ લીલાવતી હોસ્પિટલમાં એડમિટ થયો હતો. અહીં અલગ અલગ ટેસ્ટ કરાવ્યા બાદ સંજય દત્તને કેન્સર હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું. 10 ઓગસ્ટના રોજ સંજય દત્તને રજા આપવામાં આવી હતી. ત્યાર બાદ એવી ચર્ચા થવા લાગી કે સંજય દત્તને ફેફસાંનું ચોથા સ્ટેજનું કેન્સર છે. જોકે પરિવારે આ મુદ્દે કોઈ વાત કરી નહોતી. સંજય દત્તની પત્ની માન્યતાએ એક સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું હતું,પરંતુ તેમાં પણ બીમારી અંગે કોઈ વાત કરી નહોતી.

image soucre

સંજય દત્તના વર્કફ્રન્ટની વાત કરીએ તો સંજય દત્ત છેલ્લે મહેશ ભટ્ટની ફિલ્મ ‘સડક 2’માં જોવા મળ્યો હતો. હાલમાં સંજય દત્ત પાસે ‘ભુજઃ ધ પ્રાઈડ’, ‘તોરબાઝ’, ‘કેજીએફ ચેપ્ટર 2’, ‘શમશેરા’, ‘પૃથ્વીરાજ’ તથા ‘ડમ ડમ ડિગા’ જેવી ફિલ્મો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "બે મહિના બાદ સંજય દત્ત કેન્સર ફ્રી, ફેફસાંનું ચોથા સ્ટેજનું કેન્સર હોવાની વાત આવી હતી સામે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel