સૈફ અલી ખાનનો જૂનો ઇન્ટરવ્યૂ ધડાધડ વાયરલ, અભિનેતાએ કહ્યું’તું કે, મને પટૌડી પેલેસ વારસામાં મળવો જોઈએ પરંતુ…

કેટલાક સમય પહેલાં જ સૈફ અલી ખાન ચર્ચાંમાં આવ્યો હતો. સૈફ અલી ખાને અને કરિનાએ સારા સમાચારની ઘોષણા કરી હતી કે હવે તે બીજા સંતાનનો પિતા બનવાનો છે. તેમજ હાલમાં જ કરિના અને સૈફની મેરેજ એનિવર્સરી પણ આવી હતી, ત્યારે હવે સૈફ તેના ભૂતકાળના ઈન્ટરવ્યૂના લીધે ચર્ચામાં આવ્યો છે. સૈફ અલી ખાનનો એક જૂનો ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે, જેમાં તેણે કહ્યું હતું કે, જે સંપત્તિ તેને વારસામાં મળવી જોઈતી હતી તે તેણે પોતાની ફિલ્મોની કમાણીથી ખરીદવી પડી હતી.

image source

વાત કંઈક એમ છે કે, પિતા મંસૂર અલી ખાન પટૌડીના અવસાન પછી પટૌડી પેલેસ નીમરાણા હોટેલ્સની પાસે લીઝ પર જતો રહ્યો હતો, જે 2014 સુધી લક્ઝરી પ્રોપર્ટીના રૂપે વાપરવામાં આવતો હતો. જેના વિશે વિગતે વાત કરતાં સૈફ અલી ખાને કહ્યું હતું કે ‘જ્યારે મારા પિતાનું ઈંતકાલ થયું હતું ત્યારે પટૌડી પેલેસ નીમરાણા હોટેલ્સ પાસે ભાડે હતો. અમન(નાથ) અને ફ્રાન્સિસ(વેકઝાર્ગ) હોટેલ ચલાવતા હતા.’ ફ્રાન્સિસનું મૃત્યુ થઇ ગયું, તેમણે મને પૂછ્યું હતું કે, ’શું હું પેલેસ પરત ઈચ્છું છું?’ મેં કહ્યું, ‘હા હું ઈચ્છું છું.’ ત્યારે તેમણે કહ્યું કે, ‘તારે આના માટે બહુ બધા રૂપિયા આપવા પડશે.’પછી સતત કમાણી કરીને મેં પેલેસ છોડાવ્યો છે.

image source

સૈફે આગળ વાત કરી કે, જે ઘર મને વારસામાં મળવું જોઈએ તેને પણ મેં ફિલ્મોની કમાણીથી મેળવ્યું. તમે ભૂતકાળથી દૂર ના રહી શકો. ખાસ કરીને તમારા પરિવારથી તો જરાય નહિ. મારો ઉછેર આ જ રીતે થયો પણ વારસામાં મને કંઈ મળ્યું નથી. મારો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો. મારા પિતા મા(શર્મિલા ટાગોર) સાથે કારમાઈકલ રોડ સ્થિત ફ્લેટમાં રહેતા હતા. હું કેથેડ્રલ ગયો અને બોમ્બે જીમમાં સમય પસાર કર્યો. એક એવી દુનિયા હતી જે ફિલ્મોથી વધારે મારા પિતાથી પ્રભાવિત હતી.

image source

સૈફ અલી ખાને વાત કરતાં જણાવ્યું કે, પિતાએ ત્યારે ક્રિકેટ કરિયર પૂરું જ કર્યું હતું. તેમના લાસ્ટ ટેસ્ટ સિરીઝ સમયે હું 4-5 વર્ષનો હતો. મારી મા કહે છે કે તેઓ(પિતા) તેમની જવાબદારીથી બચતા રહ્યા. તેમની માતા ભોપાલ અને પટૌડીની દેખભાળ કરતા હતા. જ્યારે તેઓ વૃદ્ધ થયા તો અમે તેમની સાથે રહેવા દિલ્હી જતા રહ્યા જ્યાં તેમનું ઘણું સુંદર અને મોટું ઘર હતું, જે ભારત સરકારે જમીન, સંપત્તિ અને અન્ય કરારને લીધે તેમને જિંદગીભર માટે આપ્યું હતું.

image source

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના દીકરા તૈમૂર અલી ખાનનો જ્યારથી જન્મ થયો છે ત્યારથી તે સહુના દીલ પર રાજ કરી રહ્યો છે. ત્યારે હવે આ દંપતી તેમના બીજા બાળકના આગમનની તૈયારીઓ કરી રહ્યું છે.

image source

કરીના કપૂર ખાન ગર્ભવતી હોવાના સમાચાર સાંભળીને ફૅન્સની ખુશીનો પાર નહોતો રહ્યો ત્યારે સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાનએ આ ન્યૂઝ કન્ફર્મ પણ કરી દીધા અને લોકો સમક્ષ વહેચ્યા હતા. ઓગસ્ટ મહિનામાં સોહા અલી ખાને ઈન્સ્ટાગ્રામ પર સૈફ અલી ખાનનો ફોટો શૅર કરતાં લખ્યું હતું કે, કમિંગ સુન. રાહ જોઈ રહ્યાં છીએ. અભિનંદન કરીના કપૂર ખાન. સુરક્ષિત અને સ્વસ્થ રહો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "સૈફ અલી ખાનનો જૂનો ઇન્ટરવ્યૂ ધડાધડ વાયરલ, અભિનેતાએ કહ્યું’તું કે, મને પટૌડી પેલેસ વારસામાં મળવો જોઈએ પરંતુ…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel