આ પાકિસ્તાની યુવતીએ દેશ છોડતા યુવકોએ કહ્યું COME BACK, ખુબસુરતી એવી કે…
થોડા દિવસ પહેલા જ પાકિસ્તાન સરકારે ટિકટોક એપ બંધ કરી દીધી છે. નોંધનિય છે ભારત અને અમેરિકામાં થોડ મહિના પહેલા જ આ નિર્ણય લઈ લેવામાં આવ્યો હતો. પાકિસ્તાનમાં ટિકટોક બંધ થયા બાદ ઘણી પ્રતિક્રીયાઓ આવી રહી છે. તેમા પાકિસ્તાનની ટિકટોક સ્ટાર જન્નત મિર્ઝા પાકિસ્તાનથી જાપાનમાં શિફ્ટ થઈ ગઈ છે. 22 વર્ષિય જન્નત પહેલી એવી પાકિસ્તાની યુઝર્સ છે. જેને ટિકટોક પર 10 મિલિયનથી વધારે ફોલોવર્સ હતા. ત્યારે આવા સમયે તેને ફેન્સને બહુ મોટો ઝટકો લાગ્યો છે. તેના ઈંસ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધારે ફોલોવર્સ છે અને તેની તસ્વીરો ખૂબ વાયરલ થાય છે.
પાકિસ્તાન ક્યારે પાછી આવે છે

જન્નતે હાલમાં જ શેર કર્યુ હતું કે, જ્યારે પાકિસ્તાનમાં ટિકટોક બેન કરવામાં આવ્યુ ત્યારે તે જાપાનમાં હતી. ત્યારે હવે જન્નતે સ્પષ્ટ કર્યુ છે કે, તે જાપાનમાં જ રહેશે. પાકિસ્તાન નહીં જાય. જન્નતે ઈંસ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી હતી, જેમાં તેના ફેન્સ તેને પુછી રહ્યા છે કે, તે પાકિસ્તાન ક્યારે પાછી આવે છે. ત્યારે મિર્ઝાએ જવાબ આપતા જણાવ્યુ હતું કે, તે જાપાનમાં શિફ્ટ થઈ ગઈ છે.
પાકિસ્તાનના લોકોની માનસિકતા સારી નથી

જન્નતે આ નિર્ણય એટલા માટે લીધો છે કેમ કે તે પાકિસ્તાની લોકોની માનસિકતાના કારણે તેણે આ નિર્ણય લેવા મજબૂર બની છે. જન્નતે કહ્યુ હતું કે, પાકિસ્તાન સાથે ઘણો પ્યાર છે, પાકિસ્તાન ઘણુ સારૂ છે, પણ પાકિસ્તાનના લોકોની માનસિકતા સારી નથી.
કાયમ માટે બૈન કરવુ યોગ્ય નથી
ટિકટોક બેન પર જન્નતે કહ્યુ હતું કે, કાયમ માટે બૈન કરવુ યોગ્ય નથી, કારણ કે કેટલાય લોકોની રોજીરોટી તેના પર ચાલે છે. આ એપ્સ દ્વારા કેટલાય લોકોના નવા ટેલેન્ટ લોકોને જોવા મળ્યા છે. જો કે, આ એપ્સ પર અમુક વીડિયોની ક્વોલિટી એક દમ ખરાબ હોય છે.
પાકિસ્તાન સરકારે ટિકટોક એપને બેન કરી

પાકિસ્તાને ચીનની સોશિયલ મીડિયા એપ ટિકટોકને ચૂપચાપ બેન કરી દીધી છે. આરોપ છે કે આ એપ દ્વારા અશ્લીલતા ફેલાવાઈ રહી હતી અને એને કારણે રેપ તેમજ બાળકોના યૌનશોષણની ઘટનાઓ વધી રહી હતી. અમુક દિવસો પહેલાં પ્રધાનમંત્રી ઈમરાન ખાનના એક સલાહકારે દાવો કર્યો હતો કે પ્રધાનમંત્રી પણ ટિકટોક જેવી એપના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા ઈચ્છતા હતા. ભારતમાં અમુક મહિના પહેલાં જ એને બેન કરાઈ છે. ખાસ વાત એ છે કે પાકિસ્તાન સરકારે ટિકટોક બેન કર્યાની કોઈ ઔપચારિક જાહેરાત કરી નથી. માનવામાં આવી રહ્યું છે કે ચીનની નારાજગીથી બચવા માટે આવું કરાયું છે.
ટિકટોક દ્વારા અશ્લીલતા ફેલાવાઈ રહી હતી

ન્યૂઝ એજન્સી રોઈટર્સ સાથેની વાતચીતમાં પાકિસ્તાન સરકારના એક અધિકારીએ સ્વીકાર્યું હતું કે પાકિસ્તાને ટિકટોક પર બેન લગાવી દીધો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે દેશના ઘણા વિસ્તારમાંથી માગ ઊઠી રહી હતી કે ટિકટોક દ્વારા અશ્લીલતા ફેલાવાઈ રહી હતી અને પાકિસ્તાન જેવા ઈસ્લામિક દેશમાં એને સહન ન કરી શકાય. અમે ઘણીવાર આ મુદ્દા પર ટિકટોક સાથે વાત કરી હતી. એપ પરથી આપત્તિજનક કન્ટેન્ટ હટાવવાનું કહેવાયું હતું, પરંતુ આવું થયું નહીં, આથી અમારે આ પગલાં ભરવા પડ્યાં.
હું જન્નત મિર્ઝા માટે દુ:ખી છું.

પાકિસ્તાનમાં ટિકટોક બેન કરતાં મિશ્ર પ્રતિસાદ મળ્યા છે. અમુક લોકો ખુશ છે તો અમુક લોકો નારાજ છે. એક યુઝર હસલ બિલાલે ટ્વિટર પર કહ્યું કે હું ખુશ છું કે પાકિસ્તાન સરકારે અંતે યોગ્ય પગલાં ભર્યાં. અન્ય એક યુઝરે લખ્યું કે ઉપરવાળાનો આભાર. અંતે અમને એક વાઇરસથી આઝાદી મળી ગઈ. એક યુઝરે લખ્યું કે હું જન્નત મિર્ઝા માટે દુ:ખી છું. તેણે હાલમાં જ 10 મિલિયન ફોલોઅર્સ બનાવ્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "આ પાકિસ્તાની યુવતીએ દેશ છોડતા યુવકોએ કહ્યું COME BACK, ખુબસુરતી એવી કે…"
ટિપ્પણી પોસ્ટ કરો