અમદાવાદ: પતિએ પત્નીને કહ્યું, ‘એક યુવતી મને રોજ ગંદા ઈશારા કરે છે’, અને પોલીસ સ્ટેશનમાં જ યુવતીએ બ્લેડ…
દેશમાં રોજબરોજ દુષ્કર્મ અને છેડતીના કિસ્સાઓ બનતા રહે છે. આમાં મોટાભાગના કિસ્સાઓમાં યુવતી કે પત્ની કે પછી માસૂમ બાળકીઓની છેડતી કે રેપ થાય છે. પરંતુ હાલમાં અમદાવાદમાં એક કિસ્સો બન્યો છે જેમાં એક યુવતી દ્વાદા પતિની છેડતી કરવામાં આવી છે. પતિએ પોતાની પત્નીને આ વાત કરી અને પછી પત્નીએ એ યુવતી સાથે જે કર્યું તે જાણીને તમને વિશ્વાસ પણ નહીં આવે.
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ઘટનાની વિગત એવી છે કે એક યુવતી દ્વારા પરિણીત પુરૂષને ગંદા ઈશારા કરવાની વાત સામે આવી છે. આ ઘટનામાં એક યુવકે તેની પત્નીને કહ્યું કે, તે જે શૌચાલય પર કામ કરે છે ત્યાં એક સ્થાનિક યુવતી તેને બીભત્સ ઈશારા કરે છે.
જેથી યુવકની પત્ની આ યુવતીને સમજાવવા ગઈ હતી, જેમાં મામલો બીચકયો હતો. આ અંગે પહેલા તો મહિલાએ યુવતી સામે અરજી આપી હતી. જોકે બાદમાં ફરી બબાલ થતા યુવતીને લઈને ત્રણેય લોકો પોલીસ સ્ટેશનમાં પહોંચતા જ યુવતીએ દંપતીને માર મારી બ્લેડથી પોતાના શરીર પર ઈજાઓ પહોંચાડતા આ મામલે શાહીબાગ પોલીસે તપાસ શરૂ કરી છે.
મૂળ બિહારની અને હાલ બાપુનગરમાં રહેતી એક મહિલાનો પતિ શાહીબાગમાં પે એન્ડ યુઝની દેખરેખ રાખવાનું કામ કરે છે. એકાદ માસ પહેલા આ મહિલાને તેના પતિએ કહ્યું હતું કે, તે જે શૌચાલય પર કામ કરે છે ત્યાં એક ચાલીમાં રહેતી યુવતી તેમને જોઈને ગંદા ઈશારા કરે છે. આવું ન કરવાનું કહેવા છતાંય તે ઈશારા કર્યા જ કરે છે. જેથી રવિવારે આ મહિલા તેના પતિ જે શૌચાલયમાં કામ કરતા હતા ત્યાં પહોંચી હતી. ત્યાં આક્ષેપિત યુવતી હાજર મળી આવતા આ મહિલાએ તેને તેના પતિને બીભત્સ ઈશારા ન કરવાનું કહેતા ઝગડો થયો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "અમદાવાદ: પતિએ પત્નીને કહ્યું, ‘એક યુવતી મને રોજ ગંદા ઈશારા કરે છે’, અને પોલીસ સ્ટેશનમાં જ યુવતીએ બ્લેડ…"
ટિપ્પણી પોસ્ટ કરો