OMG: આ મહિનામાં દેશની અડધી વસ્તી હશે કોરોના સંક્રમિત, જાણો અને ખાસ રાખો પોતાનું ધ્યાન….
કોરોના વાયરસને લઈને ચિંતા વધારનારી વાત સામે આવી છે. ભારત સરકાર દ્વારા બનેલી સમિતી અનુસાર આવનારા વર્ષના ફેબ્રુઆરી સુધીમાં ભારતની અડધી વસ્તી કોરોના સંક્રમિત હોઈ શકે છે. અત્યારે 30 ટકા વસ્તી કોરોના સંક્રમિત હોવાની શક્યતા છે. જો કે દિવસે ને દિવસે કોરોનાના ઘટતા કેસને લઈને પણ મોટી રાહત જોવા મળી રહી છે. પરંતુ તહેવાર અને શિયાળો નજીક હોવાથી આ સંક્રમણ વધી શકે તેવા આસાર પણ જોવા મળી રહ્યા છે.
અત્યારે 30 ટકા વસ્તી કોરોના સંક્રમિત હોવાની શક્યતા
સરકારી પેનલનું અનુમાન છે કે આ બીમારીને ઓછી કરવામાં મદદ મળી શકે છે. એટલે કે ફેબ્રુઆરી 2021 સુધી 65 કરોડ ભારતીયો કોરોના વાયરસ સંક્રમિત હશે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 75,50,273 છે. મહામારીથી મૃત્યુ પામનારની સંખ્યા 1,14,610 છે. તો વિશ્વમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા કરોડોની સંખ્યામાં છે.
પહેલા ક્રમે અમેરિકા
દેશમાં કોરોનાના કુલ 75 લાખથી વધુ કેસ છે. ભારત સંક્રમણમાં બીજા સ્થાને છે અને અમેરિકા પહેલાં. ભારતમાં અત્યારે કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે. એક અનુમાનના આધારે અત્યારે 30 ટકાથી વધુ આબાદી સંક્રમિત છે અને ફેબ્રુઆરી સુધી આ આંક 50 ટકા સુધી જશે. સમિતિના અનુસાર કેન્દ્રના સીરોલોજિકલ સર્વેક્ષણમાં કોરોનાનો પ્રસાર વધુ છે. સીરો સર્વેમાં કહેવાયું છે કે સપ્ટેમ્બર સુધી 14 ટકા વસ્તી સંક્રમિત હતી.
પ્રોટોકોલનું પાલન મહામારીનો ખતરો કરશે ઓછો
સરકારા દ્વારા કોરોના સંક્રમણના પ્રોટોકોલ તૈયાર કરાયા છે. જેનાથી આવનારા વર્ષની શરૂઆતમાં મહામારીને નિયંત્રિત કરી શકાશે. 10 સભ્યોની ટીમે કહ્યું કે પ્રોટોકોલનું પાલન થશે તો મહામારી ફેબ્રુઆરીના અંતમાં ખતમ થશે. તહેવાર અને શિયાળાને લઈને સંક્રમણ વધવાની શક્યતા છે.
આ સિવાય રિપોર્ટમાં કહેવાયું છે કે લોકડાઉન વિના ભારતને કોરોનાથી બચાવવું મુશ્કેલ હતું. જો લોકડાઉન માટે મે મહિનાની રાહ જોવાતી તો જૂનમાં સક્રિય કેસની સંખ્યા 50 લાખ થઈ જતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "OMG: આ મહિનામાં દેશની અડધી વસ્તી હશે કોરોના સંક્રમિત, જાણો અને ખાસ રાખો પોતાનું ધ્યાન…."
ટિપ્પણી પોસ્ટ કરો