દારુડિયા પતિએ પણ ખરી કરી, ધૂમ દારુ પીને પહોંચી ગયો સાસરિયામાં, પછી પત્નીનો ગુસ્સો આસમાને ગયો અને થયો હંગામો
ઘણા કિસ્સા એવા બનતા હોય છે કે જે જોઈને આપણા પલ્લે ન પડે. આમ પણ માણસને એકવાર દારુનો નશો થઈ જાય પછી એને ખુદને પણ ભાન નથી હોતું કે તે શું કરી રહ્યો છે. બસ કંઈક આવું જ થયું છે એક પતિ સાથે. ભાઈ એટલો દારુ પી ગયો કે કંઈ જ ભાન ન રહ્યું અને પહોંચી ગયો એમના સાસરિયામાં. પછી તો પત્નીને આ જોઈને એટલો ગુસ્સો આવ્યો કે હાલત ખરાબ કરી નાંખી, તો આવો જાણીએ કે શું છે સમગ્ર મામલો…

મૈનપુરી જિલ્લામાં જ્યારે એક યુવક તેના સાસરે દારૂ પીઈને પહોંચ્યો હતો તો પત્ની અને બાળકોએ તેને પકડીને ઝાડ સાથે બાંધી દીધો હતો. માફી માંગ્યા બાદ ગામલોકોએ લગભગ બે કલાક પછી તેને મુક્ત કર્યો. કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો અને વાયરલ કર્યો છે. શુક્રવારે આ મામલો જે તે વિસ્તારમાં ચર્ચાનો વિષય રહ્યો. કિસ્સો કુસમારા ક્ષેત્રના ખડરા ગામનો છે.
બાળકોની દેખરેખ પણ રાખતો નથી

શહેરના કોતવાલી વિસ્તારમાં રહેતો યુવક દારૂનો નશેડી છે. તેના ત્રણ બાળકો છે, પરંતુ તે દારૂના વ્યસનને છોડતો નથી અને બાળકોની દેખરેખ પણ રાખતો નથી. તેમનાથી પરેશાન તેમની પત્ની માવતરના ગામ ખેડરા ગામે જરી રહી હતી. ગુરુવારે યુવક તેની પત્નીને પાછો લેવા સાસરિયે પહોંચ્યો હતો. ત્યાં તેણે ફુલ દારૂ પીધો હતો અને પત્નીને ઘરે લઈ જવા બબાલ કરી. આ બાબતે પત્ની ગુસ્સે થઈ અને પતિને ઘરની બહાર ખેંચીને લઈ ગઈ. બાળકોની મદદથી તેને ઝાડ સાથે બાંધી દીધો.
ગામના લોકોએ કર્યો બચાવ

તે પછી દારૂના નશામાં ધૂમ મચાવનાર પતિને ખરી ખોટી સાંભળાવી હતી. મહિલાનો ગુસ્સો જોઇને કોઈ આગળ આવવાની હિંમત કરી શક્યું નહીં. આ દરમિયાન કેટલાક ગ્રામજનોએ આ કેસમાં બચાવ કર્યો હતો. યુવકને અગાઉથી દારૂ ન પીવાની અને તેની પત્ની અને બાળકોની સંભાળ લેવાની સૂચના આપવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
ગામલોકોની સમજાવટ પછી છેક પત્નીનો ગુસ્સો શાંત થયો હતો. લગભગ બે કલાક પછી પત્નીએ પતિને મુક્ત કર્યો. આ પછી તે ઘરે પાછો ગયો. શુક્રવારે જ્યારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે લોકોમાં ચર્ચાઓનો દોર શરૂ થયો. જોકે આ મામલે પોલીસને જાણ કરવામાં આવી નથી.
અમદાવાદમાં પણ પતિને માર્યો ઢોર માર

અમદાવાદમાં કેટલાક સમય પહેલાં આવી ઘટના સામે આવી હતી. પત્નીએ પતિને ઢોર માર માર્યાની ફરિયાદ થઇ હતી. શહેરનાં વાસણા વિસ્તારમાં પત્નીએ પતિને રાતે ઘરે મોડા કેમ આવો છો કહીને લાકડીથી ઢોર માર માર્યો હતો. જેના કારણે તેને લોહીલુહાણ હાલતમાં હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પતિએ પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "દારુડિયા પતિએ પણ ખરી કરી, ધૂમ દારુ પીને પહોંચી ગયો સાસરિયામાં, પછી પત્નીનો ગુસ્સો આસમાને ગયો અને થયો હંગામો"
ટિપ્પણી પોસ્ટ કરો