જલ્દી કરો…Renault ની આ કાર પર મળી રહી છે 1 લાખ સુધીની છૂટ, આ છે છેલ્લી તારીખ

તહેવારોની શરૂઆત થઈ ગઈ છે એવામાં લોકોની ખરીદી પણ વધી રહી છે. મોટાભાગના લોકો નવરાત્રી કે દિવાળી પર કાર કે બાઈક નવુ લેતા હોય છે. એવામાં કાર બનાવતી કંપનીઓ પણ તહેવાર પર ઓફર્સ આપતી હોય છે. હાલમાં Renault India તેની પ્રોડક્ટસ પર સારી ડિસ્કાઉન્ટ ઓફર આપી રહી છે. ભારતમાં નવરાત્રિ પહેલાં ફેસ્ટિવલ સિઝન શરૂ થઈ ચુકી છે. હવે કંપનીએ તેની પ્રોડક્ટ ઉપર 1 લાખ રૂપિયા સુધીનાં ડિસ્કાઉન્ટ ઓફરની જાહેરાત કરી છે. તો આવો જાણી કેટલી છે ઓફર અને તમને શું થશે ફાયદો?

ફક્ત 3.99 ટકા વ્યાજ

image source

રેનોએ ઓક્ટોબર 2020 માં કાર ખરીદનારાઓને 1 લાખ રૂપિયા સુધીનR ડિસ્કાઉન્ટ ઓફર કરR છે. જો તમે 31 ઓક્ટોબર સુધીમાં રેનોલ્ટ દ્વારા કાર બુક કરાવો છો, તો આ ઓફરનો લાભ લઈ શકો છો. આ ઓફર અંતર્ગત ગ્રાહકોને રેનો ડસ્ટર અને રેનો ટિબર ખરીદવા પર 1 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય જો ખરીદનાર લોન લેવા માંગે છે, તો તેણે ફક્ત 3.99 ટકા વ્યાજ આપવું પડશે.

રેનૉ ડસ્ટર પર 1 લાખ રૂપિયા સુધીની છૂટ

image source

રેનૉ ડસ્ટર કાર પર કંપની આ મહિને 1 લાખ રૂપિયા સુધીની છૂટ આપી રહી છે. જેમાં 25000નું એક્સચેન્જ બેનિફિટ્સ મળી રહ્યુ છે. તેના સિવાય 20 હજાર રૂપિયાનું લોયલ્ટી બેનેફિટ પણ આ કાર પર મળશે. 30,000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ આ કાર પર મળી રહ્યુ છે. તેના સિવાય 25000 રૂપિયાનાં કેશ ડિસ્કાઉન્ટની સાથે કુલ 1 લાખું ડિસ્કાઉન્ટ મળી શકે છે.

રેનૉ ક્વિડ પર 49,000 રૂપિયા સુધીની બચત

image source

રેનૉ ક્વિડ કંપનીની નાની હેચબેક બજેટ કાર છે. જો તમે આ કાર ઓક્ટોબર 2020માં ખરીદો છો, તો તમે તેના પર 49,000 રૂપિયા સુધીની બચત કરી શકો છો. કાર પર 15000 રૂપિયાનું કેશ અને 15000 રૂપિયાનું એક્સચેન્જ બેનિફિટ મળશે. 10,000 રૂપિયાનું લોયલ્ટી બેનિફિટ્સ પણ કાર સાથે મળી રહ્યુ છે.

રેનૉ ટ્રાઈબર પર 39,000 રૂપિયા સુધીની બચત

image source

તે કંપનીની 7 સીટર કાર છે, જેની લંબાઈ લગભગ 4 મીટર છે. ઓક્ટોબર 2020માં તમે આ કાર પર 39,000 રૂપિયા સુધીની બચત કરી શકો છો. તમે 20,000 રૂપિયાનું એક્સચેંજ બોનસ, 10,000 રૂપિયાનું લોયલ્ટી બોનસ અને 9,000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

જાણો કે રેનો Rxe પર કેટલી છૂટ મળે છે

image source

રેનોએ જણાવ્યું હતું કે રેનો ડસ્ટર આરએક્સઇની ખરીદી પર 50 હજાર રૂપિયા સુધીની આપવામાં આવી રહી છે. આ સિવાય 20 હજાર રૂપિયાનો વધારાનો લોયલ્ટી લાભ પણ મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "જલ્દી કરો…Renault ની આ કાર પર મળી રહી છે 1 લાખ સુધીની છૂટ, આ છે છેલ્લી તારીખ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel