ચા’ શું કરી શકે એનો ઉત્તમ જવાબ, લાખોની નોકરી છોડીને ચાની દુકાનથી આજે કરોડોની રોકડી કરે છે, જાણો કેમ?
ચા અને ગુજરાતીઓને તો કંઈક અલગ જ નાતો છે, અરે એમ કહીએ તો ચાલે કે પેઢીઓ જૂનો નાતો છે. ત્યારે તમે વધારેમાં વધારે કેટલા પ્રકારની ચા જોઈ છે કે પીધી છે. આજે અહીં જે માણસ વિશે વાત કરવી છે એણે 45 પ્રકારની ચા બનાવી છે અને લોકોને ચસ્કો આપ્યો છે. દિલ્હીના રહેવાસી જગદીશ કુમાર ન્યૂઝીલેન્ડની હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા હતા, લાખોની સેલરી મેળવતા હતા, 15 વર્ષ સુધી તેમણે ત્યાં કામ કર્યું. પછી લાગ્યું કે હવે દેશ માટે કંઈક કરવું જોઈએ અને તેઓ પોતાના વતન પરત ફર્યા.
અલગ અલગ હર્બ્સને મેળવીને ચા તૈયાર કરે
તો એવું વિચારીને 2018માં તેઓ વિદેશથી ભારત આવી ગયા. અહીં આવીને તેમણે NRI ચા શરૂ કરી. આજે તેમની પાસે ચાની 45 વેરાઇટી છે, જેમાં તેઓ અલગ અલગ હર્બ્સને મેળવીને ચા તૈયાર કરે છે, જેનાથી તેઓ વર્ષે 1.8 કરોડ રૂપિયા કમાઈ લે છે. ભણતર વિશે વાત કરીએ તો જગદીશે ભોપાલની ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટથી ગ્રેજ્યુએશન કર્યું છે, જેના થોડાં વર્ષો પછી તેઓ ન્યૂઝીલેન્ડ જતા રહ્યા.
લોકોએ મને જગ્યા ન આપી
આ જર્ની વિશે તેણે વાત કરી કે “અહીં આવ્યા બાદ મેં જેટલું વિચાર્યું હતું તેના કરતાં પણ મુશ્કેલીઓ ઘણી જ હતી, ભારત પરત આવ્યા બાદ દેશનાં અનેક શહેરોમાં ફર્યો. ફેબ્રુઆરી 2019માં નાગપુરના મિહાનમાં કોર્પોરેટ્સ ઓફિસમાં મારી ચા સર્વ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મને ત્યાં નિરાશા જ મળી, લોકોએ મને જગ્યા ન આપી. બસ એ બાદ જ મેં ચા બનાવવા માટે જરૂરી સામાનને એકઠો કરી તેમની ઓફિસની બહાર જ ચાનું એક ટેબલ લગાવી દીધું. આ એ જગ્યા હતી, જ્યાં ઓફિસે આવતા લોકો ઊતરતા અને રોકાતા હતા. મેં ત્યાં 10-12 પ્રકારની વેરાઇટી રજૂ કરી.
ટેબલની આગળ ‘NRI ચાવાળા’નું બેનર લગાવ્યું
જોત જોતામાં મારી ચા લોકોને પસંદ પડવા લાગ્યા અને લોકો ચા પીવા લાગ્યાં. પછી થોડા દિવસ પછી મેં મારા ટેબલની આગળ ‘NRI ચાવાળા’નું બેનર લગાવી દીધું, જે લોકો વચ્ચે આશ્ચર્ય ઊભું કરતું હતું. ત્યાં આવતા લોકો સાથે હું અંગ્રેજીમાં વાત કરતો હતો, એનાથી તેમને લાગતું હતું કે કોઈ ચાવાળો છે, જે અંગ્રેજીમાં વાત કરે છે. જગદીશે વાત કરી કે, મેં પહેલાં તો લોકો સમક્ષ 10-12 પ્રકારની ચા રજૂ કરી, જેમાં મસાલા ચા, તંદુરી ચા, મિંટ ચા, ચોકલેટ ચા, મમ્મીના હાથવાળી ચા, પુરુષોવાળી ચા, પ્રેમ-ઈશ્કવાળી ચા, ઉધારીવાળી ચા.
આ તેમની સિક્રેટ રેસિપી છે
આગળ વાત કરતાં જગદીશે કહ્યું કે, ચા પીતા પહેલાં ઓફિસના લોકો હસતા હતા, જે બાદ ચા અંગે પૂછતા હતા.’ આ NRI ચાવાળાના કેટલાંક અનોખા ફ્લેવર છે, જે લોકોમાં રસ જગાવે છે. ચાની આ તમામ વરાઇટીમાં થોડા ખાસ મસાલાઓ પણ નાખવામાં આવે છે, જે તેમની સિક્રેટ રેસિપી છે, જે તેઓ કોઈને શેર નથી કરતા. જગદીશ કુમાર પ્રેમ-મહોબ્બતવાળી ચાની રેસિપી વિશે જણાવતાં કહે છે, “પ્રેમ-ઈશ્કવાળી ચામાં અડધું દૂધ, અડધું પાણી, એલચી ફ્લેવર, ગુલાબની પાંખડીઓ ઉમેરીને ચા સર્વ કરે છે. આ યુવક-યુવતીઓને આપવામાં આવે છે. તે લોકોમાં આ ચાનો એક અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે.
હું ચાને કોફીની તુલના લાવવા માગું છું
તેમની ઈચ્છા જણાવતા જગદીશ કહે છે કે તે દેશમાં ચાને સ્ટેટસ સિમ્બોલ બનાવવા માગે છે. હાલ આપણા દેશમાં કોફીને સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે, પરંતુ હું ચાને કોફીની તુલના લાવવા માગું છું. તેઓ કહે છે, તેમને ભારતમાં ચાના માર્કેટમાં હજુ મોટી પ્રતિસ્પર્ધાનું વાતાવરણ નથી દેખાતું. દેશમાં હાલ આ માર્કેટ હજુ પારંપરિક ઢંગથી જ ચાલે છે, જેનાથી આ ક્ષેત્રમાં તેજીથી આગળ વધવાની ઘણી જ તક છે.
વિશ્વમાં ચા ઉદ્યોગમાં ગ્લોબલ લીડર બને
ભારત અને ચાની વાત કરતાં જગદીશે કહ્યું કે- ભારત ચાનું બીજું સૌથી મોટું ઉત્પાદક અને ઉપભોક્તા દેશ છે. ત્યારે અહીં આપણે સૌથી સારી ચા પીવી જોઈએ, પરંતુ અહીંની મોટા ભાગની ચા સ્તરહીન હોય છે. હું ઈચ્છું છું કે ભારત વિશ્વમાં ચા ઉદ્યોગમાં ગ્લોબલ લીડર બને. તેથી મેં અત્યારસુધીમાં 45 પ્રકારની ચા બનાવી છે, એ પણ આપણાં આયુર્વેદ મિશ્રણ સાથે, જે લોકોના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હશે.
હાલમાં નોઇડામાં જગદીશ કુમારનાં ત્રણ આઉટલેટ
ઉલ્લેખનીય છે કે હાલમાં નોઇડામાં જગદીશ કુમારનાં ત્રણ આઉટલેટ છે અને નાગપુરમાં બે. કોરોનાકાળમાં આ બંધ થઈ ગયાં હતાં, પરંતુ હવે નોઇડાનું આઉટલેટ ઓપન થઈ ગયું છે. જગદીશ કુમાર હવે પોતાની બ્રાંડને દિલ્હી એનસીઆરથી બેંગ્લુરુ, પુણે, ચંદીગઢ અને મુંબઈ જેવાં મુખ્ય શહેરોમાં 2021ના અંત સુધીમાં 10-15 આઉટલેટ ખોલવા માગે છે, જે બાદ તેમની યોજના લખનઉ અને જયપુર જેવાં શહેરોમાં ઓળખ બનાવવાની છે. આ સાથે જ એક રસપ્રદ વાત એ છે કે, NRI ચાવાળાના આઉટલેટમાં પ્યોર ઈન્ડિયાવાળી ફીલ આવે એ માટે જૂની ફિલ્મનાં પોસ્ટર્સ, રેડિયો અમીન સયાનીનો અવાજ અને જૂનાં બોલિવૂડ ગીતોની ધૂન સંભળાય છે. જગદીશ કહે છે, અમારા આઉટલેટમાં ચા માટે અડધા કલાકનું વેઈટિંગ જોવા મળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "ચા’ શું કરી શકે એનો ઉત્તમ જવાબ, લાખોની નોકરી છોડીને ચાની દુકાનથી આજે કરોડોની રોકડી કરે છે, જાણો કેમ?"
ટિપ્પણી પોસ્ટ કરો