સાબરમતી રિવરફ્રન્ટ પર બેસવા જતા કપલ માટે લાલબત્તી સમાન કિસ્સો, ખાસ જાણો અને ચેતતા રહો
સાબરમતી રિવરફ્રન્ટ પર મોડી રાત્રે કપલને પ્રેમાલાપ કરવો પડ્યો ભારે – ખાસ જાણો આ ઘટના વિષે અને ચેતતા રહો
અમદાવાદની સાબરમતિ નદી પર નાગરિકો માટે સુંદર રીવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે. અહીં લોકો હળવી પળો માણવા માટે અવારનવાર બેસતા હોય છે. અને મોડી રાત્રે મોટે ભાગે અહીં તમે કપલને બેસેલા જોતા હશો. પણ તાજેતરમાં એવી ઘટના ઘટી છે જે સામાન્ય નાગરીકને પણ આંચકો પહોંચાડનારી છે.
આ ઘટના ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલા રીવર ફ્રન્ટના ગાર્ડનથી દધીચિ બ્રિજ વચ્ચે રિવર ફ્રન્ટની ઉપરના ભાગે પાળી પર બેસેલા એક કપલ સાથે ઘટી છે. તેઓ મોડી રાત્રે ત્યાં બેઠા હતા ત્યાં અચાનક જ બે સખ્ય એક્ટિવા લઈને ત્યાં આવી પહોંચ્યા. અને તેમને ધમકાવવા લાગ્યા. અને છેવટે તેમને છરી બતાવીને તેમની પાસેથી મોબાઈલ, તેમનુ પર્સ તેમજ અન્ય કીંમતી સામાન લૂંટીને ત્યાંથી ભાગી ગયા હતા.
આ બાબતે આ કપલે સાબરમતી રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસ પાસે ગુનો નોંધાવ્યો છે અને હાલ તેની તપાસ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા બે વર્ષથી સાબરમતિ રિવરફ્રન્ટની બન્ને તરફ હાઇટેક સીસીટીવી કેમેરાની વ્યવસ્થા પણ છે. બીજી બાજું એવો દાવો પણ અવારનવાર સાંભળવા મળે છે કે પોલીસ 24 કલાક આ વિસ્તારો પર દેખરેખ રાખે છે, પણ આ ઘટના ઘટતા એક મોટી પોલ સામે આવી છે. પોલીસે આવા અસામાજીક તત્ત્વોને પકડવા જોઈએ તેની જગ્યાએ તેઓ નિર્દોશ યુગલોને પરેશાન કરતા રહે છે.
તમને જણાવી દઈએ કે હજું થોડા સમય પહેલાં જ સાબરમતિ રિવરફ્રન્ટ પરથી એક હરતું ફરતું કોલ સેન્ટર પણ પકડાયું હતું. અને તેમ છતાં પોલીસ દ્વારા અહીંનું પેટ્રોલિંગ સાવ જ હળવાશથી કરવામાં આવે છે. અને ધીમે ધીમે ગુજરાતમાં આ પ્રકારના અસામાજીક બાઈક કે એક્ટિવા પર આવીને લૂંટ ચલાવતા ગુનેગારોની સંખ્યા વધી રહી છે.
આ ઘટનાનો શિકાર ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી યુવતિ તેમજ નારણપુરામાં રહેતા યુવાન સાથે ઘટી હતી. તેમની સગાઈ થઈ ગઈ છે. અને એક-બે દિવસ પહેલાં તેઓ દધીચિ બ્રિજ અને ઉસ્માનપુરા ગાર્ડન વચ્ચેના રિવરફ્રન્ટની પાળ પર રાત્રે સાડાબારે બેઠા હતા. અને તેની થોડી વાર બાદ એક્ટિવા પર બે શખ્સ ત્યાં આવી ચડ્યા હતા અને તેમને હિંન્દીમાં ધમકાવીને તેમને છરી બતાવીને તેમનો સરસામાન લૂંટી લીધો હતો.
હમણા થોડા દિવસ પહેલાં પણ ગુજરાતના એક પ્રવાસન સ્થળ પર એક ફેમિલી પિકનિક મનાવી રહ્યું હતું ત્યારે પણ એક વ્યક્તિ મોટો છરો હાથમાં લઈને તે ફેમિલીના પુરુષ સભ્યને ધમકાવીને તેનો સામાન લૂંટી રહ્યો હતો તેનો વિડિયો વાયરલ થયો હતો. અને તે વખતે તો બીજા કેટલાક લોકો પણ ત્યાં પિકનીક મનાવી રહ્યા હતા. પણ કોઈએ કશો જ વિરોધ નહોતો કર્યો. જો આ રીતે ચાલું રહ્યું તો ગુજરાત કે જેને આપણે સ્ત્રીઓ તેમજ લોકો માટે એક સુરક્ષિત રાજ્ય સમજીએ છીએ તે એક ભૂતકાળ ન બની જાય !
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "સાબરમતી રિવરફ્રન્ટ પર બેસવા જતા કપલ માટે લાલબત્તી સમાન કિસ્સો, ખાસ જાણો અને ચેતતા રહો"
ટિપ્પણી પોસ્ટ કરો