જાણી લો જલદી છેલ્લી તારીખઃ આ ડોક્યૂમેન્ટ્સ જમા નહીં કરાવો તો રોકાઈ શકે છે તમારું પેન્શન, રહો એલર્ટ
દેશમાં સતત કોરોના મહામારીના કારણે અનેક બાબતોમાં સરકાર છૂટછાટ આપી રહી છે ત્યારે વૃદ્ધોને પેન્શન સમય સર મળી રહે તે માટેની વ્યવસ્થા પણ સરકાર કરે છે.પરંતુ હવે જો તમે તમારું લાઈફ ટાઈમ સર્ટિફિકેટ વધારેલી તારીખ સુધી જમા નહીં કરાવો તો તમારું પેન્શન અટકી શકે છે. તો આજથી જ સૌ પહેલાં પ્લાન કરી લો આ કામ અને તમારું પેન્શન મળતું અટકાવો તે જરૂરી છે. આ માટે તમારે લાઈફ સર્ટિફિકેટ તત્કાલ રીતે તમારી બેંક બ્રાન્ચમાં જમા કરાવવાનું રહેશે.
દેશમાં કોરોના મહામારીને જોતાં સરકારે આ વર્ષે 2020 માટે લાઈફ સર્ટિફિકેટને જમા કરાવવાની તારીખ વધારી દીધી છે, હવે પેન્શન ધારકો 1 નવેમ્બર 2020થી 31 ડિસેમ્બર 2020 સુધી પોતાનું લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી શકશે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે તમને નવેમ્બરમાં પણ લાઈફ સર્ટિફિકેટ જમા નહીં કરો તો તમારું પેન્શન રોકાઈ શકે છે. લાઈફ સર્ટિફિકેટ પેન્શનરનું જીવિત સબૂત છે. જો આ જમા નહીં કરાવો તો પેન્શન મળવાનું બંધ થઈ શકે છે.
પેન્શનર્સ સિવાય 80 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના લોકો 1 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી શકે છે. બેંક બ્રાન્ચમાં પણ ભીડ અને સોશ્યલ નિયમોનું પાલન કરાશે. આ સિવાય ખાસ કરીને પેન્શન સર્ટિફિકેટને જમા કરાવવાની તારીખ પણ લંબાવવામાં આવી છે.
સર્ટિફિકેટ જમા ન કરાવતા રોકાઈ શકે છે પેન્શન
દરેક પેન્શનર્સ પોતાનું પેન્શન ચાલુ રાખવા 30 નવેમ્બર સુધી બેંકમાં સર્ટિફિકેટ જમા કરાવી શકે છે. જેમનું પ્રમાણપત્ર નક્કી તારીખ સુધીમાં નહીં પહોંચે તેમનું પેન્શન રોકી દેવામાં આવશે. જ્યારે આ પ્રમાણ પત્ર રજૂ કરાશે ત્યારે ફરીથી પેન્શનનું પેમેન્ટ શરૂ કરાશે.
સર્ટિફિકેટ ક્યાં કરાવશો જમા
લાઇફ સર્ટિફિકેટને પેન્શનર્સે પોતાના પેન્શન એકાઉન્ટની બેંક બ્રાન્ચ કે કોઈ પણ અન્ય બ્રાન્ચમાં જઈને જમા કરાવવાનું રહે છે. જો તમે ઓનલાઈન જમા કરાવવા ઈચ્છો છો તો https://ift.tt/1tQ069I તો નજીકના આધાર આઉટલેટ પર જઈ શકો છો કે પછી ઉમંગ એપની મદદદથી જમા કરાવી શકો છે. ડિજિટલી લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવા માટે તમારા આધાર નંબર, મોબાઈલ નંબર, પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર અને એકાઉન્ટ નંબરની જરૂર રહે છે. ફિઝિકલી ફોર્મમાં લાઈફ સર્ટિફિકેટ જમા કરવા માટે આ બેંકની વેબસાઈટથી ડાઉનલોડ કરીને જમા કરી શકાય છે.
2014માં શરૂ થઈ હતી આ સુવિધા
પેન્શનર્સની સુવિધા માટે 2014માં આ સુવિધા શરૂ કરાઈ હતી. પેન્શનર્સે પોતાની બેંક બ્રાન્ચમાં આ લાઈફ સર્ટિફિકેટ જમા કરાવાનું રહે છે તેના પર તેના પેન્શનનો આધાર રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "જાણી લો જલદી છેલ્લી તારીખઃ આ ડોક્યૂમેન્ટ્સ જમા નહીં કરાવો તો રોકાઈ શકે છે તમારું પેન્શન, રહો એલર્ટ"
ટિપ્પણી પોસ્ટ કરો