‘સાથ નિભાના સાથિયા: સીઝન 2’માં થશે આ મોટા બદલાવ, કોની પર પડશે કોની ધાક વાંચો અહીં…
તા. ૧૯ ઓક્ટોબર, ૨૦૨૦ ના રોજ સ્ટાર પ્લસના સૌથી લોકપ્રિય શો ‘સાથ નિભાના સાથિયા’ની સીઝન 2નું પ્રીમિયર થવાનું છે. ‘સાથ નિભાના સાથિયા 1’માં કોકિલા બેનના રસોડામાં ગોપી વહુ અને રાશિ વહુ કુકર ચઢાવ્યા કરતી હતી પરંતુ સીઝન 2માં આ વખતે રસોડાની જવાબદારી ગહના સંભાળતા જોવા મળે છે. આ સાથે જ મોદી હાઉસમાં પોતાના ચાલ ચાલતા ફરીથી જોવા મળશે ઉર્મિલા મામી એટલે કે વંદના વિઠલાણી. સીઝન 1માં ઉર્મિલા મામીનો લુક એકદમ ગુજરાતી મહિલાનો હતો પરંતુ સીઝન 2માં તેમનો અંદાજ થોડોક અલગ છે.
આજ તકની સાથે ખાસ વાતચીત કરતા ઉર્મિલાનું પાત્ર નિભાવી રહેલ વંદના વિઠલાણી પોતાના લુક વિષે જણાવતા કહે છે કે, ‘ઉર્મિલાનું જે પાત્ર છે તે ક્યાંકને ક્યાંક પહેલા સીઝન જેવું જ છે. તેમાં વધારે પરિવર્તન કરવામાં આવ્યું નથી અને નહી જ વધારે નકારાત્મક છે. હા લુક થોડો બદલવામાં આવ્યો છે. સીઝન 1માં જે કોસ્ટયુમ પહેરતી હતી તે ગુજરાતી સાડી હતી. હવે જે છે તે સામાન્ય જોર્જેટ, કોટન સિલ્ક અને બંગાળી કોટન સાડી છે. વધારે ચમક દમક છે નહી.
તેમણે કહ્યું છે કે, ‘જે પહેલા ‘સાથ નિભાના સાથિયા’ હતા એની સાથે બધા કલાકારો ઘણા જોડાયેલા છે, અમે પણ ઘણા જોડાયેલા છે. પરંતુ હવે રાશિ છે નહી એટલા માટે ઉર્મિલાના પાત્રને વધારે પ્રભાવી બનાવવા માટે થોડો અલગ લુક આપવામાં આવ્યો છે. જેથી કરીને ઉર્મિલાની સફર બતાવવામાં આવી હતી પહેલી સિઝનમાં તેમના કરતા વધારે સારી સફર સીઝન 2માં જોવા મળશે. હવે તો તેઓ મોદી હાઉસની જ એક સભ્ય બની ગઈ છે. એ જ ઘરમાં તેઓ કોકિલાજી અને ગોપીની સાથે જ રહે છે. એટલા માટે તેમનો સ્ટાઈલ પણ થોડો બદલાઈ ગયો છે. પરંતુ જે નાની- મોટી મજાક છે ઉર્મિલા અને કોકિલાની વચ્ચે ચાલતી જ રહેશે અને સાથે સાથે ફન મોમેન્ટસ પણ જોવા મળશે.
ટીવી શો ‘સાથ નિભાના સાથિયા’ની સીઝન 1માં ઉર્મિલા મામી હંમેશાથી જ ગોપીને બધાની નજરોમાં નીચી પાડવા માટે દરેક પ્રકારની ઉપાયો અપનાવતી હતી અને રાશિને પોતાની વાતોમાં ફસાવી રાખતી હતી. પરંતુ સીઝન 2માં ગોપી સિવાય મોદી હાઉસની નવી વહુરાણીના રૂપમાં ગહના જોવા મળવાની છે જે વહુનો હોદ્દો મેળવવા માટે દરેક સંભવ પ્રયત્ન કરશે. પરંતુ જ્યાં ઉર્મિલા મામી હોય છે ત્યાં આ બધું એટલું સરળતાથી થશે નહી.
તેઓ કોઈને કોઈ યુક્તિઓ જરૂરથી અજમાવશે. એવામાં જયારે અમે એમને આ પૂછ્યું કે સીઝન 2માં તેઓ કોને પોતાનું લક્ષ્ય બનાવશે, તો તેમણે કહ્યું છે કે, ‘રાશિના ચાલ્યા ગયા પછી તેઓ ગોપીની પ્રત્યે મારું વર્તન ધીરે ધીરે બદલાઈ ગયો હતો. જયારે રાશિના બાળકો થોડા મોટા થઈ ગયા તો ત્યાર બાદ ઉર્મિલા થોડી સકારાત્મક થઈ ગઈ હતી ગોપી માટે અને સત્યને સાથ પણ આપવા લાગી હતી. ઉર્મિલા પોતાની રીતે જ બધી તકલીફોને દુર કરવાનો પ્રયત્નો કરતી હતી.
જો કે, તેમનો ઈરાદાઓ થોડા અટપટા હોતા હતા. આ બધું તો સીઝન 2માં પણ જોવા મળશે, લોકોને હેરાન કરવાનું ઉર્મિલાએ છોડ્યું છે નહી. ઉર્મિલા પહેલા પણ હેરાન કર્યા કરતા હતા અને હવે પણ હેરાન કરશે. બે વ્યક્તિઓની વચ્ચે આગ પણ લગાવશે. પરંતુ આ બધું જે થશે તે એક કોમિક અંદાજમાં થશે અને ઉર્મિલા માટે પોઝેટીવ રીતે થશે.’
એમનું ભારે રહેશે પલડું:
આ સાથે જ વંદનાએ એમ પણ કહ્યું છે કે, ‘આ સિઝનમાં મારો ટાર્ગેટમાં કોણ રહેશે એ તો હું જણાવીશ નહી. જેમ જેમ શો આગળ વધશે તેમ તેમ આપને બધાને ખબર પડી જશે કે, ઉર્મિલાના નિશાન પર કોણ છે. એટલું જરૂરથી કહીશ કે, હવેની જે ઉર્મિલા મામી છે તે એવી છે કે, જ્યાં તેને પૈસા મળશે કે પછી જ્યાં તેમને સારું ભોજન મળશે કે પછી જ્યાં તેમનો ફાયદો થશે, તેમનું પલડું ત્યાં જ ભારે રહેશે.’
આમના બદલાશે અંદાજ:
સીઝન 2માં ના ફક્ત ઉર્મિલાનો અંદાજ અલગ છે ઉપરાંત ગોપી (દેવોલીના ભટ્ટાચાર્યજી), કોકિલા (રૂપલ પટેલ) અને હેતલ (સ્વાતિ શાહ)ના અંદાજ પણ અલગ છે. આ સાથે જ અહમનું પાત્ર નિભાવનાર મોહમ્મદ નાજિમ પણ ડબલ રોલમાં જોવા મળશે. તેમનું બીજું પાત્ર હશે જગ્ગીનું. હવે ‘સાથ નિભાના સાથિયા 2’માં કોનું પલડું કેટલું ભારે રહેશે આ તો સીરીયલ આવ્યા પછી જ ખબર પડશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "‘સાથ નિભાના સાથિયા: સીઝન 2’માં થશે આ મોટા બદલાવ, કોની પર પડશે કોની ધાક વાંચો અહીં…"
ટિપ્પણી પોસ્ટ કરો