લદાખ મુદ્દે ચાલી રહેલા તણાવ વચ્ચે બ્રિક્સ દેશોની મીટિંગમાં મોદી અને જિનપિંગ વચ્ચેની મુલાકાત પર રહેશે દુનિયાની નજર

15 જૂનની રાત્રે ભારત અને ચીનના સૈનિક વચ્ચે હિંસક અથડામણ બાદ બન્ને દેશોના સંબંધોમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે. ભારત અને ચીન વચ્ચે લદાખ મુદ્દે ચાલી રહેલી તંગદિલી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની પ્રમુખ સી. જિનપિંગ વચ્ચે 17 નવેમ્બરે બેઠક યોજાશે. બ્રિક્સ દેશોની યોજાનારી મીટિંગમાં બંને નેતાઓ વર્ચ્યુઅલી મળશે. આ વખતે બ્રિક્સ બેઠકનું વિષય પાર્ટનરશીપ ફોર ગ્લોબલ સ્ટેબિલિટી, શેર સિક્યુરિટી એન્ડ ઇનોવેટિંવ ગ્રોથ રહેશે. આ અગાઉ બ્રિક્સની એનએસએની મીટિંગ રશિયામાં થઈ હતી. ભારત તરફથી અજિત ડોભાલે તેનું નેતૃત્વ કર્યું હતું.

15 જૂનની રાત્રે બંને દેશોના સૈનિક વચ્ચે હિંસક અથડામણ થઈ હતી

image source

ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે લદાખ સરહદે ઘણા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ગલવાન ઘાટી, પેન્ગોગ લેક અને હોટસ્પ્રીંગ સહિતના વિસ્તારોમાં ચીની સૈનિકો પ્રવેશતા આ વિવાદ થયો હતો. 15 જૂનની રાત્રે બંને દેશોના સૈનિક વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં ભારતના 19 જવાન શહીદ થયા હતા.

હવે સરહદ પર લશ્કરી બળ વધારવું નથી

image source

ભારત અને ચીન વચ્ચે છેલ્લા થોડા મહિનાથી ચાલી રહેલા તણાવમાં પહેલીવાર ભારતના આક્રમક વલણથી ચીન થોડું ઠંડું પડ્યું હતું અને વાટાઘાટો દરમિયાન લદ્દાખ સરહદે હવે સૈન્યબળ નહીં વધારવા સંમત થયું હતું. એથી પણ આગળ વધીને યુનોમાં ચીને કહ્યું હતું કે અમારે કંઇ ભારત સાથે યુદ્ધ કરવું નથી. લાંબા સમયની વાટાઘાટો પછી મંગળવારે ચીન એ વાત પર સંમત થયું હતું કે હવે સરહદ પર લશ્કરી બળ વધારવું નથી.

અમારી ઇચ્છા ભારત સાથે યુદ્ધ કરવાની નથી

image source

યુનોમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ ખુદ શી જીનપીંગે કહ્યું હતું કે અમારી ઇચ્છા પાડોશી દેશ ભારત સાથે યુદ્ધ કરવાની નથી. તેમણે વધુમાં કહ્યું કે મોટા દેશોએ મોટા કામ કરવાના હોય. નાની નાની વાતોમાં લડવાનું ન હોય. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર મિનિટના વિડિયો પ્રવચનમાં યુનોને સંબોધતાં કહ્યું હતું કે ભારત હાલ વિશ્વસનીયતાના સંકટમાંથી પસાર થઇ રહ્યું હતું. યુનોને દર્પણ દેખાડતાં મોદીએ કહ્યું કે જૂના માળખાથી આજની સમસ્યાઓ સામે લડી શકાય નહીં. આપણે સમયની સાથે બદલાવાની તૈયારી રાખવી પડે અને જરૂરી સુધારા કરવા પડે.

મે માસથી ચીન અને ભારત વચ્ચે ટેન્શન

image source

આ વર્ષના મે માસથી ચીન અને ભારત વચ્ચે ટેન્શન સર્જાયું હતું. જે ઑગષ્ટ સુધી ચાલ્યું હતું. ચીનના લશ્કરે ભારતીય સરહદમાં ઘુસણખોરી કરવાના વારંવાર પ્રયાસ કર્યા હતા અને ભારતીય જવાનોએ દરેક વખતે ચીની જવાનોને પીછેહટ કરવાની ફરજ પાડી હતી.

image source

ભારતીય જવાનોએ લદ્દાખના પહાડી વિસ્તારોમાં વ્યૂહાત્મક શિખરો પર કબજો કરીને ચીનને બચાવની સ્થિતિમાં મૂકી દીધું હતું. જો કે ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે એવા અહેવાલ પ્રગટ કર્યા હતા કે આ વખતે યુદ્ધ થશે તો ભારતને 1962 કરતાં પણ વધુ સહેવાનું આવશે. જો કે વાટાઘાટો પછી ચીન હવે સરહદે લશ્કરી બળ નહીં વધારવા સંમત થયું હતું

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "લદાખ મુદ્દે ચાલી રહેલા તણાવ વચ્ચે બ્રિક્સ દેશોની મીટિંગમાં મોદી અને જિનપિંગ વચ્ચેની મુલાકાત પર રહેશે દુનિયાની નજર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel