આનંદો: આ તારીખથી શરૂ થશે સી-પ્લેનની સુવિધા, સૌથી પહેલાં PM મોદી અમદાવાદથી કેવડિયા જશે, જાણો કેટલું છે ટિકિટ ભાડુ

2 ઓક્ટોબરે ગાંધી જયંતિ ગયા બાદ ફરી હવે આ જ મહિનામાં 31મી ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજંયતિ આવી રહી છે. ત્યારે ફરી સરકારના પોતાના કોઈ કાર્યક્રમો અને લોન્ચિંગ જાહેરાતો જોવા મળશે. આગામી 31મી ઓક્ટોબર સરદાર પટેલની જન્મજ્યંતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલીઝંડી બતાવીને સી-પ્લેનની સેવાનો પ્રારંભ અમદાવાદના રિવરફ્રન્ટથી કરશે. હાલ રિવરફ્રન્ટમાં સી-પ્લેન માટે ફ્લોટિંગ જેટીનાં કામો ચાલી રહ્યાં છે, જે 20 ઓક્ટોબર સુધી પૂરાં થવાની શક્યતા છે.

સૌથી પહેલી ઉડાન મોદી અમદાવાદથી કેવડિયા સુધી ભરશે

image source

ઉલ્લેખનીય છે કે, સૌથી પહેલી ઉડાન મોદી અમદાવાદથી કેવડિયા સુધી ભરશે. એ માટે 20 ઓક્ટોબર આસપાસ કેનેડાથી બે સી-પ્લેન વિદેશી પાઇલટ સાથે આવી જશે, જેમાં રોજની ચાર ઉડાન ભરાશે. પછી ધીમે ધીમે એનું શિડયૂલ નક્કી કરવામાં આવશે. PM મોદીના ઉદ્ધઘાટન બાદ કેવડિયા જવા માગતા પ્રવાસીઓ આ સી-પ્લેનનો ઉપયોગ કરી શકશે.

એક ટિકિટનું ભાડું 4800 રૂપિયા

image source

હાલમાં પરિસ્થિતિને જોતાં એક ટિકિટનું ભાડું 4800 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે, જેનો લાભ પ્રવાસીઓ લઇ શકશે. 20મી ઓક્ટોબર સુધીમાં 18 બેઠકો ધરાવતાં બે સી-પ્લેન કેનેડાથી અમદાવાદ આવશે. સ્પાઇસ જેટ દ્વારા સંચાલિત થનારી આ ફ્લાઇટમાં બે વિદેશી પાઇલટ અને બે ક્રૂ-મેમ્બર હશે, જે છ મહિના સુધી ગુજરાતમાં રોકાશે. આ બન્ને વિદેશી પાઇલટ ભારતીય પાઇલટને સી-પ્લેન ઓપરેટ કરવાની તાલીમ આપવાના છે. છ મહિના સુધી તો વિદેશી પાઇલટ સી-પ્લેનમાં અમદાવાદથી કેવડિયા સુધીની સફર કરાવશે.

220 કિલોમીટરનું અંતર માત્ર 45 મિનિટમાં કાપશે

image source

ઉલ્લેખનીય છે કે, હાલમાં આ પ્લેન નોન-શિડ્યૂલ ફ્લાઇટ તરીકે ઓપરેટ થશે અને જો પ્રવાસીઓનો વધુ રિસ્પોન્સ મળશે તો એક વર્ષમાં તમામ ફ્લાઇટ શિડ્યૂલ કરાશે. આ સી-પ્લેન સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીનું 220 કિલોમીટરનું અંતર માત્ર 45 મિનિટમાં કાપશે. શરૂઆતમાં તો 18 બેઠકના આ સી-પ્લેનમાં 14 પેસેન્જર સવારે આઠ વાગ્યાથી મુસાફરી કરી શકશે.

કેવડિયાના પોન્ડ-3માં વિમાનનું લેન્ડિંગ અને ટેકઓફની સુવિધા ઉપલબ્ધ

image source

હાલમાં આ પ્લેન નોન-શિડ્યૂલ ફ્લાઇટ તરીકે ઓપરેટ થશે અને જો પ્રવાસીઓનો વધુ રિસ્પોન્સ મળશે તો એક વર્ષમાં તમામ ફ્લાઇટ શિડ્યૂલ કરાશે. સાબરમતી નદીના રિવરફ્રન્ટમાં તેમજ કેવડિયાના પોન્ડ-3માં વિમાનનું લેન્ડિંગ અને ટેકઓફની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ બન્ને જગ્યાએ પ્લેન પૂર્વથી દક્ષિણ દિશા તરફ લેન્ડિંગ કરશે.

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું અનાવરણ

image source

ઉલ્લેખનીય છે કે 2019માં દેશના પ્રથમ ગૃહમંત્રી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જન્મજયંતી પ્રસંગે 31 ઓક્ટોબરના રોજ તેમની 182 મીટર ઊંચી પ્રતિમાનું અનાવરણ થયું હતું અને તે પણ PM મોદીના હાથે જ કરવામાં આવ્યું હતું. દુનિયાની સૌથી ઊંચી એવી આ પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું અનાવરણ આખા વિશ્વ માટે ચર્ચાનું કેન્દ્ર રહ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "આનંદો: આ તારીખથી શરૂ થશે સી-પ્લેનની સુવિધા, સૌથી પહેલાં PM મોદી અમદાવાદથી કેવડિયા જશે, જાણો કેટલું છે ટિકિટ ભાડુ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel