નવરાત્રીના ઉપવાસ દરમિયાન ભૂખને કંટ્રોલ કરવા આ વસ્તુ છે બેસ્ટ, કહેવાય છે ઉર્જાનો ભંડાર
શક્તિની આરાધનનું પર્વ એટલે નવરાત્રી. આજે નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. અને હિંદુ સંસ્કૃતિ પ્રમાણે નવરાત્રીમાં ઉપવાસનું ઘણુ મહત્વ રહેલુ છે. મોટા ભાગના ઘરોમાં નવરાત્રી દરમિયાન ઉપવાસ કરવામાં આવે છે. નવરાત્રિમાં જો તમે ઉપવાસ રાખી રહ્યા છે. તો આવી વસ્તુનું સેવન કરે જો તમને ઉર્જાની સાથે સ્વાસ્થને ઘણા ફાયદા આપી શકે છે.

મખાના પણ ઉપવાસમાં લેવામાં આવતો એક એવો જ મેવો છે જે તમને સ્વાસ્થ્યના ઘણા ફાયદા આપી શકે છે. ઉપવાસમાં આ આહાર હળવો અને પાચક હોય છે. જે તમારી ભૂખને પણ કંટ્રોલ કરશે અને તમને જરૂરી ઉર્જા પણ આપશે. વ્રત દરમિયાન ક્યારેક-ક્યારેક ચિડચિડિયારપણુ અને તણાવ પણ હોય છે. એવામાં આ તણાવને ઓછુ કરવામાં મદદ કરે છે અને મન અને મસ્તિષ્કને શાંત રાખે છે. તો ચાલો જાણીએ તેના ફાયદા વિશે.
કેલ્શિયમની પર્યાપ્ત માત્રા જળવાઈ રહે છે

વૃદ્ધ લોકોએ દિવસમાં બે વખત મખાનું સેવન કરવુ જોઈએ. એવુ એટલા માટે કહેવામા આવી રહ્યુ છે કારણ કે, તેમાં કેલ્શિયમની પર્યાપ્ત પ્રમાણ મળી આવે છે. આ વધતી ઉંમરની સાથે હાડકાઓને નબળા થવાથી બચાવવામાં ખૂબ જ મદદગાર સાબિત થશે. જ્યારે કે, અન્ય ઉંમરના લોકોને પણ તેનાથી હાડકાઓને મજબૂત બનાવવા માટે એક લાભદાયક ખાદ્ય પદાર્થના રૂપમાં ખાઈ શકે છે.
ડાયાબિટિઝને કંટ્રોલ કરે છે

ડાયાબિટિઝથી પ્રભાવિત લોકો પણ મખાનેનુ સેવન કરી શકે છે. માહિતી પ્રમાણએે મખાનેમાં લો ગ્લાઈસેમિક ઈંડેક્સ હોય છે. આ એક એવો ગુણ છે જે ડાયાબિટઝના કારણે થનાર જોખમને ઓછુ કરવામાં સક્રિય રૂપથી મદદ કરે છે. તેથી જો તમારા ઘરમાં કોઈ ડાયાબિટિઝથી પીડિત છે તો તેને મખાનેનું સેવન કરવાની સલાહ આપવામાં આવી શકે છે.
હાઈ બીપીની સમસ્યા દૂર કરશે

જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે તેમણે મખાનેનું સેવન નિયમિત રૂપથી કરવુ જોઈએ. આ ન માત્ર તેમના બ્લડ પ્રેશરને સંતુલિત બનાવી રાખશે, પરંતુ તેમને હાઈ બ્લડ પ્રેશરના કારણે થનાર જોખમથી પણ સુરક્ષા પ્રદાન કરશે. ખરેખર મખાનેમાં મેગ્નેશિયમની માત્રા મળી આવે છે. આ એક એવુ મિનરલ છે જે શરીરના બ્લડ પ્રેશરને સંતુલિત બનાવી રાખવામાં મદદગાર સાબિત થાય છે.
ઉંઘની સમસ્યા દૂર કરશે

જો વ્રત દરમિયાન તમને ઉંઘ ન આવવાની સમસ્યા થઈ રહી છે તો મખાના તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. રાત્રે સૂતા પહેલા દૂધની સાથે તેનુ સેવન કરો અને ચેનની ઉંઘ મેળવો. જો તમે ડાયાબિટિઝના દર્દી છો તો ઉપવાસ દરમિયાન મખાના તમારા માટે બેસ્ટ ફૂડ સાબિત થઈ શકે છે. તેનાથી શુગર કંટ્રોલમાં મદદ મળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "નવરાત્રીના ઉપવાસ દરમિયાન ભૂખને કંટ્રોલ કરવા આ વસ્તુ છે બેસ્ટ, કહેવાય છે ઉર્જાનો ભંડાર"
ટિપ્પણી પોસ્ટ કરો