આ દુર્લભ કિસ્સામાં બાળકનો વિકાસ ગર્ભાશયમાં થવાને બદલે માતાના પેટના મોટા આંતરડાં ઉપર થયો હતો
ગુજરાતના અમદાવાદ શહેરમાં જન્મ લીધેલ એક બાળકનો વિકાસ ગર્ભમાં નહી, પરંતુ આંતરડા પર વિકસિત થયું છે, લાખો કેસમાં જોવા મળતો આવો એક અનોખી ગર્ભવસ્થાના બનાવને મેડીકલ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવશે.
-અમદાવાદ શહેરમાં ગર્ભાશયને બદલે સાડા સાત મહિના સુધી મોટા આંતરડા પર વિકસિત થયેલ બાળકનો જન્મ થયો છે.

અમદાવાદ શહેરના ડોક્ટર્સએ ખુબ જ દુર્લભ કહી શકાય એવો કિસ્સો સામે આવ્યો છે એક ગર્ભવતી માતાના પેટમાં રહેલ બાળકનો સુરક્ષિત જન્મ કરાવે છે. સાધારણ સંજોગોમાં સ્ત્રીબીજ અને શુક્રાણું બંને અંડવાહિની (ફેલોપિયન ટ્યુબ) નળીમાં એકઠા થઈને ગર્ભનો નિર્માણ કરે છે. આ ગર્ભ ૨થી ૫ દિવસમાં જ ગર્ભાશય સુધી પહોચી જાય છે અને ત્યાર પછી મહિલાના ગર્ભાશયમાં ૯ મહિના સુધી તબક્કાવાર બાળક વિકસિત થાય છે. પરંતુ અમદાવાદમાં એક અત્યંત દુર્લભ કેસ સામે આવ્યો છે જેમાં ગર્ભવતી મહિલાના પેટમાં બાળક ગર્ભમાં વિકસિત થવાને બદલે માતાના પેટના મોટા આંતરડા પર વિકસિત થાય છે. આવો દુર્લભ કિસ્સો લાખોમાં એક જોવા મળે છે. આ કેસ સ્ટડીને મેડીકલ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવશે.
ઓપરેશન થિયેટરમાં પેટના ભાગે ચીરો મુકવામાં આવ્યો ત્યારે ખબર પડે છે.:

ખેડા જીલ્લાના રહેવાસી ૩૦ વર્ષની ઉમર ધરાવતા શ્વેતાબેનના ઘરે એક દુર્લભ સ્થિતિમાં તેમના બાળકનો જન્મ લીધો છે. સાડા સાત મહિનાના સમયગાળા સુધી આ બાળક મહિલાના મોટા આંતરડા માંથી પોષણ મેળવીને વિકસિત થયું છે. તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ અમદાવાદના સીનીયર ગાયનેક ડૉ. તેજસ દવે અને ડૉ. જીજ્ઞા દવે દ્વારા શ્વેતાબેનને ઓપરેશન થિયેટરમાં લઈ જાય છે અને જયારે પેટના ભાગે ચીરો મુકવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે, સંપૂર્ણ પ્લાસેંટા (મેલી- ઓળ) પેટમાં ગર્ભાશયની બહાર આવેલ હોય છે એટલું જ નહી બાળક પણ ગર્ભાશયમાં વિકસિત થવાને બદલે ગર્ભાશયની બહાર મોટા આંતરડા માંથી પોષણ મેળવીને વિકસિત થયું હતું. મેડીકલ સાયન્સમાં જણાવ્યા પ્રમાણે આવી પરિસ્થિતિમાં બાળક અને માતા બંનેના જીવન માટે જોખમરૂપ સાબિત થાય છે. આવા સમયે બંને ડોક્ટર્સએ પોતાના અત્યાર સુધીના અનુભવના આધારે હાઈ રિસ્ક ડીલીવરી કરાવવામાં સફળ રહ્યા હતા. ઉપરાંત માતાના ગર્ભાશયને પણ સુરક્ષિત સ્થિતિમાં રાખ્યું છે.
ડીલીવરીમાં ત્રણ કલાક જેટલો સમય લાગ્યો.:

આ મેડીકલ કેસ વિષે વાત કરતા જણાવતા ડૉ. તેજસ દવેએ કહ્યું હતું કે, સાધારણ સંજોગોમાં પ્લાસેંટા અને બાળક ગર્ભાશયની અંદર જ વિકસિત થાય છે પરંતુ આ કેસમાં પ્લાસેંટા અને બાળક બંને મહિલાના ગર્ભાશયની બહાર આવેલ મોટા આંતરડા સાથે જોડાઈ જાય છે. આવી પરિસ્થિતિમાં એક બાળકનો જન્મ થવો ખુબ જ દુર્લભ હોય છે. ડૉ. જીજ્ઞા દવે આ કેસ વિષે જણાવતા કહે છે કે, સિઝેરિયન ડીલીવરી (સી- સેક્શન) કરાવવામાં અંદાજીત ૨૦ મિનીટ જેટલો સમય લાગે છે, પરંતુ શ્વેતાબેનની ડીલીવરી કરાવવામાં અંદાજીત ત્રણ લાક જેટલો સમય લાગ્યો હતો. એનેસ્થેટીસ ડૉ. સંજય પાંડેની મદદથી મશ્વેતાબેન અને તેમના બાળક બંનેને બચાવવામાં ઘણી મદદ મળી હતી. દુર્લભ ગર્ભાવસ્થામાં માતાના મૃત્યુદર ૪૦% જેટલો છે જયરે નવજાત બાળકનો મૃત્યુદર ૭૦% જેટલો છે. ઘણા દુર્લભ કેસમાં ડીલીવરી થઈ ગયા પછી બાળક જીવિત અને સ્વસ્થ રહે છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલના ગાયનેક ડીપાર્ટમેન્ટના વડા ડૉ. એ. યુ. મહેતાએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં વર્ષ દરમિયાન સાતથી આઠ હજાર નોર્મલ અને સિઝેરિયન ડીલીવરી કરાવવામાં આવે છે મારા ત્રીસ વર્ષના સમયગાળાના અનુભવમાં અત્યાર સુધીમાં એબ્ડોમિનલ ગર્ભાવસ્થાના ૨ થી ૩ કેસ જોવા મળ્યા છે. આ કેસમાં ખુબ જ રેર ડીલીવરી જોવા મળી છે.
-ગર્ભાશયની દીવાલને તોડીને ગર્ભ મોટા આંતરડા સાથે ચોટી જાય છે.:

મહિલાઓમાં બે ફેલોપિયન ટ્યુબ હોય છે અને બે માંથી કોઈપણ એક જ ટ્યુબમાં સ્ત્રીબીજ હાજર હોય છે. શુક્રાણું સ્ત્રીબીજ સાથે ટ્યુબમાં પ્રવેશ કરે છે અને અંડબીજને ફલિત કરવાની રેસમાં આગળ વધે છે. જયારે આ કેસમાં વિકસિત થયેલ ગર્ભ ગર્ભાશયની દીવાલને તોડીને મોટા આંતરડા પર આવીને ચોટી ગયો હતો. ફિટલ મેડિસીન એક્સપર્ટ પાસે તપાસ કરાવતા સેન્ટ્રલ પ્લાસેંટા પ્રિવિયા હોવાનું સામે આવ્યું હતું અને એની સાથે જ ગર્ભાશયમાં ૭ સેમીની લોહીની એક ગાંઠ પણ હતી. આ મહિલાને સાડાસાત મહિના થઈ ગયા પછી પેટમાં દર્દ થવાથી ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
-આઈ પિલ કે પછી ઈમરજન્સી કોન્ટ્રાસેપ્શન પિલ (ગર્ભનિરોધક ગોળી) નું સેવન કરવાના લીધે.
-મહિલાની ફેલોપિયન ટ્યુબમાં ટીબીનો ચેપ કે પછી પેટના નીચેના ભાગમાં ઇન્ફેકશન થયું હોય.
-ફેલોપિયન ટ્યુબમાં પહેલા ક્યારેક સર્જરી કરાવવામાં આવી હોય.
આની પહેલા પણ એક્ટોપિક પ્રેગ્નેંસી થઈ હોય.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "આ દુર્લભ કિસ્સામાં બાળકનો વિકાસ ગર્ભાશયમાં થવાને બદલે માતાના પેટના મોટા આંતરડાં ઉપર થયો હતો"
ટિપ્પણી પોસ્ટ કરો